Posts

શિવ ભક્તિ એટલે પ્રકૃતિ પ્રેમ

Image
વેદમાં ભગવાન શિવજીના વિરાટ,વ્યાપક,શક્તિ અને મહિમાનું વર્ણન મળે છે.અનાદિ,અનંત,જગતના રચનાકારક,સ્થિતી અને સંહારક એવી ભગવાન શિવજીની સ્તુતિ છે. શિવ સત્ય સ્વરૂપે સુંદર પ્રકૃતિમા છે.સત્યમ શિવમ સુંદર. શિવનો અર્થ કલ્યાણ કારી. જગતના જીવોનું કલ્યાણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પંચ તત્વ જળ,વાયુ,આકાશ, અગ્નિ અને પૃથ્વી પ્રકૃતિન મૂળ છે. મનુષ્ય દેહ આ પાંચ તત્વથી બન્યો છે. જગતના દરેક જીવોનું કલ્યાણ પ્રકૃતિના મૂળમા છે.જો આ પાંચ તત્વ અસંતુલિત થાય તો સમગ્ર સંસારમા અસંતુલન ઉત્પન્ન થાય છે.આમ શિવ વગર દરેક જીવ શબ સમાન છે.ભગવાન શિવજીની આરાધના નિરાકાર અને સાકાર બંને સ્વરૂપે કરવાનો મહિમા છે. પ્રકૃતિ અને શિવ એક બીજાના પર્યાય છે. શિવ પરિવારના દર્શન કરીયે તો શિવ પાર્વતી માતા પિતા રૂપે છે.ગણેશ અને કાર્તિકેય પુત્ર છે.શિવનુ વાહન નંદી છે.પાર્વતીનુ વાહન સિંહ છે.ગણેશનું વાહન મૂષક તો કાર્તિકેયનો મોર વાહન છે.શિવજીના ગળામા સર્પ માળા છે.આમ સુંદર મોર અને ઝેરીલો સર્પ.વિશાળ નંદી અને નાનો મૂષક.શક્તિશાળી સિંહ.આ પ્રાકૃતિક જીવોમા શત્રુતા હોય છે.પણ શિવ પરિવારમા પૂજનીય છે.માનવ જાતને પ્રાકૃતિક જીવો તરફ સંવેદના રાખવાનો ભાવ શીખવે છે. શિવ

ગણપતિના ૩૨ સ્વરૂપ એક જ મંદિરમા સ્થાપત્ય

Image
  ભારતભરમા ગણપતિજીના અનેક પ્રસિદ્ધ મંદિરો અને અનેક સ્વરૂપ જોવા મળે છે. મુંબઈના સિદ્ધી વિનાયક અને મહારાષ્ટ્રમા આવેલી અષ્ટ વિનાયક યાત્રા ભારતમા પ્રચલિત છે.અષ્ટ વિનાયક યાત્રામા શ્રી ગણપતિના અલગ અલગ આઠ સ્વરૂપોના દર્શન થાય છે.આ મંદિરો અલગ અલગ સ્થળે છે.પુરાણોમા ગણપતિના અનેક નામોનો ઉલ્લેખ છે. શ્રીગણપતિના ૩૨ સ્વરૂપ અને નામોનો ઉલ્લેખ મુદગલ પુરાણ અને ગણેશ પુરાણ મળે છે.  કર્ણાટકના પ્રસિદ્ધ મંદિરમા શ્રીગણપતિના ૩૨ અલગ અલગ નામો અને સ્વરૂપોના દર્શન થાય  છે.ભારતભરમા આ એકમાત્ર સ્થાન છે.આ મંદિરની વાસ્તુ કળા અને સ્થાપત્ય કળા અદભુત છે.મૈસુર નજીક નંજનગુડ મહાદેવ મંદિરમા દેવી દેવતાની ૧૦૦થી પણ વધુ પ્રતિમાઓ છે. આ મંદિર શ્રીકાન્તેંશ્વર મહાદેવ નામથી જાણીતુ છે. આ મંદિર કપિલ નદી કિનારે છે.કપિલ નદી કાવેરી નદીની સહાયક નદી છે.સહાયક નદી ક્યારેય સાગરમા ભળતી નથી.મુખ્ય નદીમા ભળી જાય છે અને મુખ્ય નદીના નીર સાગરમા જાય છે. આ સ્થળ દક્ષિણ પ્રયાગ કહેવાય  છે. કન્નડ ભાષામા નંજુ એટલે વિષ.નંજુનદેશ્વર મહાદેવ એટલે વિષ ધારણ કરનાર મહાદેવ.  શ્રીગણપતિ પ્રકૃતિની શક્તિના સ્વરૂપ કહેવાય છે.ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ,દુર્ગા,પાર્વતી અને

શ્રાવણ માસમાં શિવલિંગ બનાવીને સ્થાપના કરવાનું મહત્વ અને સાર્થકતા

Image
  શિવનો અર્થ શુભ આને કલ્યાણકારી.  લિંગનો અર્થ જ્યોતિ પિંડ.  શિવલિંગ બ્રહ્માંડના આકારનું પ્રતિનિધિત્વ કરે છે.બે પ્રકારના શિવલિંગ હોય છે.ઉલ્કા પિંડ જેવા આકારનું કાળા રંગનું જે જ્યોતિર્લિંગ કહેવાય છે. બીજું માનવ દ્વારા નિર્મિત પારાનું શિવલિંગ જે પારદ શિવલિંગ કહેવાય છે. શિવલિંગના ૬ પ્રકાર છે. દેવલિગ દેવતાઓ દ્વારા સ્થાપિત આસુર લિંગ અસુરો દ્વારા સ્થાપિત.દેવતાઓ સાથે વેર રાખવાવાળા આસુર પણ શિવ ભક્તો હોય છે. અર્શ લિંગ અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત પુરાણ લિંગ.પૌરાણિક કાળમાં સ્થાપિત મનુષ્ય લિંગ પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં રાજા મહારાજાઓ,અમીરો, મહાપુરુષો દ્વારા સ્થાપિત સ્વયંભૂ લિંગ.શિવજી શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા એવા શિવલિંગ ભારતમાં છે. વરદાન સ્વરૂપ લિંગ હોય છે. શ્રાવણ માસમાં ભક્તજનો શિવના પ્રતિક રૂપે શ્રદ્ધાનુસાર ભિન્ન ભિન્ન રીતે શિવલિંગ બનાવી આરાધના કરે છે.ભગવાન શ્રીરામચંદ્રજીએ વિશેષ પ્રકારની રેતીમાંથી શિવલિંગ બનાવીને સ્થાપના કરી હતી.જે રામેશ્વર જયોર્તિલિંગ કહેવાય છે. પાર્થિવ શિવલિંગ પૂજનનું મહત્વ છે.કારણ કે પાર્થિવ એટલે પૃથ્વી તત્વ.ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગ સ્થાપિત કરી સહસ્ત્ર કમળ અર્પણ કર્યા

ગુરુ સ્તોત્ર.

Image
ભારતીય સંસ્કૃતિમાં અનેક વિશેષતાઓ છે.જેમા એક છે અનન્ય ગુરુ શિષ્ય પરંપરા.જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક જરૂરી છે. ગુરુ ચાણક્યે ચંદ્રગુપ્તન જેવો શિષ્ય આપ્યો.મહાભારતના યુદ્ધ વખતે નિરાશ થયેલા અર્જુનને ગીતા સંભળાવી અધર્મ અને અન્યાય સામે લડવા તૈયાર કર્યો.આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીગીતા પથદર્શક છે. કૃષ્ણમ્ વંદે જગત ગુરુ. રામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનથી સ્વામી વિવેકાનંદ ભારત દેશનું નામ વિશ્વમાં ઉજવલ્લ કરી શક્યા. બાળકના જીવનની શરૂઆત માતા સમાન ગુરુથી થાય છે. ઇશ્વરે માનું સર્જન કર્યું છે એમ પથદર્શક તરીકે ગુરુનું સર્જન કર્યું છે.આજે સમય ઘણો બદલાઈ ગયો છે.પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા જોવા નથી મળતી. સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ગુરુ શિષ્ય પરંપરા આજે પણ જોવા મળે છે.રમત ગમત ક્ષેત્રમાં સારા કોચ ગુરુ સમાન હોય છે.ગુરૂ કાલે પથદર્શક હતા અને આજે પણ પથ દર્શક છે. આપણી સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જે આપણે શ્રદ્ધા પૂર્વક ઊજવીએ છીએ.આવો જ એક તહેવાર ગુરુના ઋણને અદા કરવાનો છે  ગુરુ પૂર્ણિમા પર્વ અષાઢ સુદ પૂનમ પર આવે છે. વેદ વ્યાસજીના જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે.    

ગણપતિ સંપ્રદાય

Image
 હિંદુ ધર્મમાં સંપ્રદાયો વેદોમાંથી સ્થાપિત થયા છે.વેદોમા ઇશ્વર, પરમેશ્વર, બ્રહ્મને સર્વોચ્ચ શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.દરેક સંપ્રદાય મૂળ સર્વોચ્ચ શક્તિનું જ વર્ણન કરે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ. ઉપાસ્ય દેવતા સર્વ શ્રેષ્ઠ છે એમ માનવું.વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં ઉપાસ્ય દેવતા છે એમ શ્રદ્ધા પૂર્વક આસ્થા રાખી ઉપાસના કરવી. હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે.શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક.સૌર સંપ્રદાય સમય જતાં વિષ્ણુ પૂજા સાથે ભળી ગયો છે. દરેક સંપ્રદાયમાં ગણેશ પૂજન થાય છે.શૈવ સંપ્રદાયમાં ગણ તરીકે, વૈષ્ણવ સંપ્રદાયમાં વસુદેવ તરીકે,શાક્ત સંપ્રદાયમાં શક્તિ ગણપતિ અને લક્ષ્મી ગણપતિ એમ સ્ત્રી સ્વરૂપે ગણપતિની આરાધના કરવામાં આવે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ.હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે. શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક. પાર્વતીના પુત્ર શ્રીગણે

નવરાત્રિ અને માતાજીના વાહનનું મહત્વ

Image
                    વર્ષ દરમિયાન ચાર નવરાત્રી હોય છે.ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે.ચૈત્ર માસમાં નવ દિવસ ના પર્વમાં નવમા દિવસે રામનવમી હોય છે અને આસો માસની નવરાત્રિમાં દસમે દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ બંને તહેવારો ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.નવરાત્રિમાં નવ દિવસમાં આધશક્તિ દેવી દુર્ગાની પૂજા આરાધના થાય છે.  સમગ્ર દેશમાં આસ્થા અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળે છે.માતાજીના વિવિધ શૃંગારના અને નવ રૂપોના દર્શનનો અવસર મળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના તેજથી માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું.દુર્ગમ નામના દાનવનો સંહાર કરી સંસારની રક્ષા કરી જેથી માતા દુર્ગા તરીકે પૂજાય છે.શુક્લ પક્ષની અષ્ટમીએ દેવી દુર્ગાની ઉત્પત્તિ થઈ હતી એટલે નવરાત્રિમાં મહા અષ્ટમીનુ ખાસ મહત્વ છે. માહ માસમાં માહી નોરતા અને આષાઢ માસમાં આષાઢી નોરતા ગુપ્ત નવરાત્રિ કહેવાય છે.ગુપ્ત નવરાત્રિમાં તંત્ર મંત્રની સાધના થાય છે.આ નવ દિવસમાં દસ મહાવિદ્યાની સાધના કરવામા આવે છે.ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજીની આરાધના અને અનુષ્ઠાન સાંસારિક જીવન માટે ઉત્તમ છે. આપણા દરેક દેવી દેવતાઓ વાહનો પર આર

શિવરાત્રી અને મહાશિવરાત્રી

Image
ધાર્મિક તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબં છે.ભારતીયો ધાર્મિક તહેવારો આનંદ ઉલ્લાસ સાથે તો ઉજવે છે પણ વ્રત,તપ, આરાધના પણ શ્રદ્ધાથી કરે છે.ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ, હોળી કે દિવાળી ભારતીય પ્રજા ઉમંગભેર તહેવારો ઉજવવામાં પાછી નથી પડતાં.ભારતીય પ્રજાની ભરપૂર શ્રદ્ધા તહેવારોના દિવસોમાં વાતાવરણમાં ઉત્સાહ ભરી દે છે.તહેવારો સંજીવની બુટ્ટી સમાન છે. ભારતમાં વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો ઉજવાતા હોય છે.મકર સંક્રાંતિ પછી મહાશિવરાત્રીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાય છે મહાશિવરાત્રીનો તહેવાર શિયાળાની ઋતુની સમાપ્તિ અને ઉનાળાની ઋતુનું આગમન દર્શાવે છે. શિવ એટલે પ્રકાશ આપનાર, જ્ઞાન આપનાર.શિવજી,ભોલેનાથ, ભોલે શંકર, મહાદેવ, પશુપતિનાથ, વિશ્વનાથ એમ અનેક નામોથી ભગવાન શિવજીની આરાધના થાય છે. વેદોમાં ભગવાનને નિરાકાર કહ્યા છે ને પુરાણોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ વર્ણન મળે છે.ભગવાન શિવને સંહારક અને નવનિર્માણ કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવજીની ઉપાસના રોજ થાય છે.સોમવાર, સોમવતી અમાસ,શ્રાવણ માસ,માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રીના દિવસે વિધીવત  ઉપાસના થાય છે. માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રી કૃષ્ણ પક્ષન