જીજ્ઞાસા
અનંત કોટી બ્રહ્માંડ ની સંખ્યામાં વિસ્તરેલું આ વિશાળ વિશ્વ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ છે અને આ ગતિ એકધારી ચાલી રહી છે.આ સમગ્ર જગતનું સંચાલન કોણ કરે છે? મનુષ્યના વિકાસ સાથે આ રહસ્ય પર ચિંતન કરાયું અને ફલસ્વરૂપે તત્વજ્ઞાનનો ઉદય થયો.કહેવાય છે કે તત્વજ્ઞાનનો ઉદય ઉત્સુકતા અથવા જિ઼જ્ઞાસામાંથી થાય છે.જે અનાદિ અને પૂર્ણસ્વરૂપ છે એવા પરમતત્વના જ્ઞાન પ્રત્યે પ્રેમ અને પ્રબુદ્વ જ્ઞાનનો અનુરાગી એટલે'તત્વજ્ઞાની'. તત્' શબ્દ 'ઈદમ્' નો વિરોધી છે.'ઈદમ' એટલે'આ'દશ્યમાન વિશ્વ અને 'તત્'એટલે તે વિશ્વની પેલે પારપહેલું તત્વ.એ તત્વના સ્વરૂપનું જ્ઞાન એટલે 'તત્વજ્ઞાન'.જડ,ચેતન અને સમગ્ર વિશ્વનો અર્થ દર્શાવતીતર્કશુદ્વ અને સુસંગત માંડણી એટલે તત્વ જ્ઞાન. તત્વજ્ઞાનને અધ્યાત્મવિદ પણ કહેવાય છે. ગીતામાં આધ્યાત્મવિદ્યાનો અપાર મહિમા કહ્યો છે.ભારતીયશાસ્ત્રો ભારતીય તત્વજ્ઞાનની આધારશીલાછે. શાસ્ત્ર "શાસ' ધાતુ પરથી આવ્યો છે. 'શાસ' એટલે 'શાસન' કરવું. શાસન કરે તે શાસ્ત્ર,માનવજીવન ઉધ્વગતિ પામે, કલ્યાણકારી બનાવે,જીવનની દિશા આપે. . ભારતીય ...