કૃષ્ણોપનિષદ
જયારે ધર્મનો હ્ર્રાસ થાય છે અનેઅધર્મ નું અભ્યુથાન થાય છે, ત્યારે ત્યારે ભગવાન સજ્જનો ની રક્ષા કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે, દુષ્ટોનો નાશ કરવા માટે યુગે યુગે જન્મ લે છે.ભગવાનના અવતારોનું મુખ્ય પ્રયોજન ગીતામાં બતાવ્યું છે. ઉપનિષદકાળ ના પૂર્વે વૈદિક યુગ હતો જેને સાંસારિક આનંદ અને ઉપભોગનો યુગ કહેવાતો. આ કાળમાં પ્રજા કોઈ કાર્ય કે કોઈ માન્યતાના દબાવમાં નહતી .જેથી પ્રજા પવિત્ર અને સરળ હતી.અને સહજપણે જીવન વ્યતીત કરવામાં આવતું.સમય સાથે પ્રજામાં જાગૃતિ આવી અને મસ્તિષ્કમાં જીજ્ઞાસા સાથે પ્રશ્નો આવવા લાગ્યા. ધીરે ધીરે વૈદિક યુગ નો અંત થયો.અને ઉપનિષદકાળ નો આરંભ થયો. પ્રજા મનન ચિંતન કરવા લાગી.જીવનને સુખી કરવા,સફળ અને સંપન્ન થવા દેવતાઓને પ્રસન્ન કરવા અતિઆવશ્યક છે.યજ્ઞ કરવા આવશ્યક છે.એવી વિચારધારા અસતિત્વમાં આવી.પરિણામરુપે ધીરે ધીરે ધર્મગ્રંથો ના નિર્માણ થયા. જો કે ઉપનિષદની રચના ક્યારે થઇ એ વિષયમાં વિદ્વવાનોનો એકમત નથી મળતો. સર્વાધીક પ્રાચીન છે. ઉપનિષદ હિન્દૂ ધર્મ ના મહત્વપૂર્ણ શ્રુ...