કૃષ્ણોપનિષદ


                 

જયારે  ધર્મનો હ્ર્રાસ થાય છે અનેઅધર્મ નું અભ્યુથાન થાય છે, ત્યારે ત્યારે ભગવાન સજ્જનો ની રક્ષા કરવા માટે ધર્મની સ્થાપના કરવા માટે,
દુષ્ટોનો નાશ કરવા માટે યુગે યુગે જન્મ લે છે.ભગવાનના અવતારોનું મુખ્ય પ્રયોજન ગીતામાં બતાવ્યું છે.
ઉપનિષદકાળ ના પૂર્વે વૈદિક યુગ હતો જેને સાંસારિક આનંદ અને ઉપભોગનો યુગ કહેવાતો. આ કાળમાં પ્રજા કોઈ કાર્ય કે કોઈ માન્યતાના  દબાવમાં નહતી .જેથી પ્રજા પવિત્ર અને સરળ હતી.અને સહજપણે જીવન વ્યતીત કરવામાં આવતું.સમય સાથે પ્રજામાં જાગૃતિ આવી અને મસ્તિષ્કમાં જીજ્ઞાસા સાથે પ્રશ્નો આવવા લાગ્યા. ધીરે ધીરે વૈદિક યુગ નો અંત થયો.અને ઉપનિષદકાળ નો આરંભ થયો.
પ્રજા મનન ચિંતન કરવા લાગી.જીવનને સુખી કરવા,સફળ અને સંપન્ન થવા દેવતાઓને પ્રસન્ન કરવા અતિઆવશ્યક છે.યજ્ઞ કરવા આવશ્યક છે.એવી વિચારધારા અસતિત્વમાં આવી.પરિણામરુપે ધીરે ધીરે ધર્મગ્રંથો ના નિર્માણ થયા.
જો કે ઉપનિષદની રચના ક્યારે થઇ એ વિષયમાં વિદ્વવાનોનો એકમત નથી મળતો. સર્વાધીક પ્રાચીન છે. ઉપનિષદ હિન્દૂ ધર્મ ના
મહત્વપૂર્ણ શ્રુતિ ગ્રન્થ છે.સમસ્ત ભારતીય દર્શન નું મૂળ સ્તોત્ર છે,
વેદાંત હોય કે સાંખ્ય હોય,જૈનધર્મ હોય કે બુદ્ધધર્મ હોય.દુનિયા માં બેહતરીન જ્ઞાનકોશ છે ઉપનિષદ.
ઉપનિષદ ભારતીય સભ્યતા ના અમૂલ્ય ધરોહર છે.આધ્યાત્મિક ચિંતનનું મૂલાધાર છે, જિજ્ઞાસાઓનાઉત્તર છે.

કૃષ્ણ ઉપનિષદ અથર્વવેદીય શાખામાં મળે છે.સંસ્કૃત ભાષામા લેખિત છે.આના રચયિતા વૈદિક કાળના ઋષિઓ છે. વેદવ્યાસજીને ઉપનિષદના રચનાકાર મનાય છે .આ ઉપનિષદ માં શ્રીકૃષ્ણના દાર્શનિક રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે,વૈષ્ણવ સંપ્રદાયમાં વિશેષ આદરપૂર્વક માન્ય છે. શ્રીકૃષ્ણના જન્મ અને વિવિધ સ્વરૂપનું વર્ણન મળે છે.આ ઉપનિષદ ભક્તિનું સૂચન કરે છે. બીજા ઉપનિષદની જેમ દર્શનનું વર્ણન નથી.

આ ઉપનિષદમાં રામચંદ્રને મહાવિષ્ણુરૂપે માનવામાં આવ્યા છે. વનવાસી મુનિઓએ રામનું સર્વાંગ સુંદર રૂપ જોઈ રામચંદ્રજી ને આલિંગન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.ત્યારે ભગવાનરામે કહ્યું કૃષ્ણાવતારમાં ગોપીઓ રૂપે મને આલિંગન આપજો.કૃષ્ણ જયારે અવતર્યા ત્યારે સંપૂર્ણ
વૈકુંઠને પણ પૃથ્વી પાર ઉતારી દીધું
"હું તમારા કહેવા મુજબ જ કરીશ ,અને મારો  અંગ સંગ નિત્ય તમનેઆપીશ" ભગવાનનું આવુ વચન સાંભળી સર્વ દેવૠષિમુનિઓઆનંદ પામી કૃતાર્થ થયા.
કૃષ્ણઉપનિષદ શ્રીકૃષ્ણના અવતારનું વર્ણન કરે છે.શ્રીકૃષ્ણની ભક્તિમાં તન્મય એવી ગોપીઓની ભક્તિનું વર્ણન છે.આ ઉપનિષદ બે ખંડમાં વર્ણવેલુ છે.એક ખંડ છંદ રુપે છે .બીજો ખંડ ગદ્યરુપે છે.
ગોકુળને સ્વર્ગ સમાન ગણ્યુ છે.વિષ્ણુનો કૃષ્ણ અવતાર ગોપાગોવાળ તરીકે છે અને સર્વ દેવો સાથેના ગોવાળીયા રુપે છે.કૃષ્ણ ઉપનિષદમાં મહાવિષ્ણુઅવતાર શ્રીકૃષ્ણના લીલાધામ નું વર્ણન કરી ને સંપૂર્ણ વૈકુંઠ અવતરિત કર્યું છે.આવા વૈકુંઠ ની કલ્પના વૃંદા એટલે લક્ષ્મીની ભક્તિ કહેવાય છે એવું કહી ને આચાર્ય રામાનુજચાર્ય કહે છે જેવી રીતે દેવી મહાલક્ષ્મી ના આરાધ્ય ભગવાન છે તેમ ભક્તોના પણ ભગવાન છે અને  જે ભક્તિ દ્વાર પ્રાપ્ત થાય છે.
કૃષ્ણ ઉપનિષદ માં પ્રતિકાત્મક અને રૂપાત્મક વર્ણન છે. સ્વર્ગના દેવો કૃષ્ણ પરિવાર રૂપે પૃથ્વી અવતરીત થયા છે એનું સુંદર નિરૂપણ કર્યું છે. સાયુજ્ય મુક્તિનો ઉત્તમ ઉલ્લેખ મળે છે. સાયુજ્ય એટલે દેવની ભક્તિ કરતા કરતા દેવમાં એકત્વ થઇ જવું. આ મુક્તિનું વર્ણન આનંદપ્રદ હોય છે.
પરમાનંદના રુપે "નંદરાય" અને મુક્તિદેવી તેમનાં પત્ની"યશોદાજી",તપ કરનારા તપસ્વીઓ ગોકુળના વૃક્ષો રુપે અવતરીત થયા.
માયા ત્રણ પ્રકારની છે,સાત્વિકી,રાજસી અને તામસી.સાત્વિકીમાયા ભકતરુદ્રદેવમાં,રાજસી માયા ભક્ત બ્રહ્મામાં અને તામસી માયાદૈત્યમાં રહી.

.પ્રણવ "ઓમ" "દેવકીજી" અને વેદના નિગમ"વસુદેવ"જેનો અર્થ કૃષ્ણ અને બલરામ છે,અને વેદો જેનુ નિત્ય સ્તવન કરે છે, તે પરમાત્મા શ્રીકૃષ્ણરુપે પૃથ્વી પર અવતરીત થયા.
પરમાત્મા શ્રીકૃષ્ણ પોતે આપેલા વચન પ્રમાણે વૃંદાવનમાં જે ગોપગોપીઓ સાથે રમણ કરે છે તે "દેવો'  "વેદની ૠચાઓ"ગોપીઓ અને ગાયો રુપે અવતરિત થયા.
શ્રીકૃષ્ણની "છડી" રુપે બ્રહ્માજી એ અવતાર ધારણ કર્યો.શ્રીકૃષ્ણની " વાંસળી" ના રુપે રુદ્રદેવ અને "ઇન્દ્ર"શીંગડી રુપે છે,મિત્રોના રુપે "દેવો"અને ગોકુળ "વૈકુંઠ" અને વૈકુંઠવાસી"તપસ્વીઓ"એટલે કે ૠષિઓ તે વનના વૃક્ષરુપે માન પામ્યા. લોભ,મોહ,ક્રોધ,વેરઝેર,જેવા શત્રુઓ કળીયુગમાં વ્યાપક હોય છે.એ "દૈત્યરુપે" દર્શાવ્યા  છે.
પરમાત્માની માયારુપ ક્રીડા જાણવી મુશ્કેલ છે,તેમની માયાથી જગત મોહીત છે,સર્વદેવોને તે માયા દુજેઁય થઇ છે અને માયાના પ્રભાવે બ્રહ્માજી છડીરુપ પ્રગટ થયા રુદ્રદેવને વાંસળી રુપે કરનાર ભગવાનની માયા કોણ જીતી શકે? દેવોનુ બળ"જ્ઞાન "છે,પરમાત્માએ તે જ્ઞાન બળને ક્ષણ વારમાં હરી લીધું.
"બલરામ"શેષનાગનો અવતાર છે,સનાતન પરબ્રહ્મશ્રીકૃષ્ણ છે,તેમની સોળ હજાર એકસોઆઠ સ્ત્રીઓ"વૈદિક ૠચાઓ અને ઉપનિષદો" છે,ચારુણમલ્લ "દ્રેષ" છે,મુષ્ટિક "મત્સર" એટલે કે ઇર્ષા છે. કુવાલયપીડ હાથી"દર્પ"છે,પક્ષી રુપે બકાસુર"ગર્વ"છે. માતા રોહિણી "દયા" અને સત્યભામા "અહિંસા" રુપ છે. મહાવ્યાધિ "અઘાસુર"છે,"કલિકાલ"કંસ ,તો મિત્ર સુદામા "શમ"રુપે છે.અક્રૂર "સત્ય"સ્વરુપે છે તો ઉદ્ધવ"દમ"છે.શ્રીકૃષ્ણનો શંખ "વિષ્ણુ અને લક્ષ્મી" સ્વરુપછે.નંદરાયને ત્યાં દહીંની માટલી ફોડી ક્ષીર સમુદ્ર કર્યો અને બાળકરુપે તે
મહાસાગરમાં ક્રીડા કરી.
મહાદેવ શ્રીકૃષ્ણના અગ્નિ સમાન તેજસ્વી ખડગ રુપ થયા,કશ્યપ"ઉલુખલ"થયા, નટખટ કનૈયાને બાંધનાર દોરડારુપ "અદિતિ"થયા,શત્રુઓનો સંહાર કરી જગતની રક્ષા કરી
સર્વ પ્રાણીઓ પર કૃપા કરવા શ્રીકૃષ્ણ મનુષ્યલોકમાં રહ્યા છે અને ધર્મનું રક્ષણ કરે છે.સુદર્શનચક્ર વેદ જ છે,જેનુ ઇશ્વરે સર્જન કર્યુ છે, વાયુ વૈજ્યંતીમાલા રુપ બન્યો છે."આકાશ"શ્રીકૃષ્ણનુ છત્ર છે, શ્રીકૃષ્ણ પાસે રહેનારા દેવોનાં જ સ્વરુપ છે.શ્રીકૃષ્ણની ગદા "કાલિકા દેવી" છે જે શત્રુઓનો સંહાર કરનારી છે.
સારંગ નામનું ધનુષ્ય તેમની "માયા" છે, કાળ શ્રીકૃષ્ણનું "બાણ" છે,હાથમા ધારણ કરેલ કમળ જગતનું "બીજ" છે.ગરુડજી "ભાંડીર વડ"છે,નારદજી સુદામા અને ભક્તિદેવી "વૃંદા"થયા.પ્રકાશ કરનારી બુદ્ધિ ભગવાનની "પ્રિયા"છે.શરદૠતુ "અન્ન"રુપે છે. આમ આ પહેલા ખંડમાં દેવસૃષ્ટિનું શ્રીકૃષ્ણના પરિવાર તરીકે મોહક વર્ણન કર્યું છે.
બીજા ખંડમાં જીવો કેવી રીતે જગતમાં ભળે છે એનું વર્ણન છે.
શ્રીકૃષ્ણની પાસે રહેનારી આ સર્વ વિભૂતિઓ તેમનાથી જુદી નથી.
વિષ્ણુ પરમ સત્ય છે,જે સંર્કષણ થયા,પ્રધુમન અને જે નિરંકુશ છે તે અનિરુધ્ધને ઉત્પન્ન કર્યા. અહંકાર અને હિરણ્યગર્ભ થયા છેલ્લે પ્રજાપતી,મરીચી,વાયુ,સ્થાનુ,દક્ષ,કર્દમ,પ્રિયવર્ત,ઉત્થાનપદ,તરીકે અવતાર ધારણ કર્યા .આમ વિદ્ધાનો તે બધાં દેવ સ્વરુપોને નમસ્કાર કરે છે.આ ઉપનિષદ શ્રીકૃષ્ણના અવતારોને જાણવાનો દ્રષ્ટિકોણ બતાવે છે.ચોથા યુગ માં બ્રહ્મકુલ માં અવતરિત થઇ ને દરેક ઉપનિષદોનો ઉદ્ધાર કરવા માટે,દરેક ધર્મશાસ્ત્રોનો વિસ્તાર કરવા માટે,પ્રજાને તારવાની ઈચ્છાથી વૈષ્ણવ ધર્મ નો વિકાસ કરતા કરતા પાખંડીઓનો  નાશ કરે છે.
વિષ્ણુ ધર્મ અને જ્ઞાન છે. સત્વસ્વરુપ ભગવાન વિષ્ણુનુ નામસ્મરણ અને મહાત્મય સાથે ગુણગાન મોક્ષના બારણા ઉઘાડે છે. ભક્તિ હંમેશા લક્ષ્મીરૂપે શ્રીકૃષ્ણની સાથે રહે છે  અને બધા જીવોને પ્રકાશ આપનારી બુદ્ધિ, ભગવાન ની ક્રિયાશક્તિ છે.બધા ગોપ ગોપીઓ કૃષ્ણથી ભિન્ન નથી અને કૃષ્ણ પણ તેમનાથી ભિન્ન નથી.
ક્રિષ્ણઉપનિષદ માં ભગવાન વાસુદેવ ને મોક્ષપ્રદ કહી તેમના નામનું સ્મરણ કરી વિષ્ણુ સાયુજ્ય પ્રાપ્ત કરવાનું વર્ણન છે.ભક્તોના ચારેય પુરષાર્થ ભગવાનના રુપો જ સિધ્ધ કરે છે.ભગવાનની હાસ્ય સાથેની દ્રિષ્ટ ધર્મ,હાસ્ય અર્થ,સુંદર અવયવો કામ અને મનોહર વાણી મોક્ષ આપે છે.


Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા