હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ભારતના દરેક રાજ્યમાં પરંપરા અને પ્રણાલીઓમાં વિવિધતા જોવા મળે છે.આ પરંપરા અને પ્રણાલીઓ ઋષિમુનિઓના ઉત્કૃષ્ટ વિચારો છે.આ ઉત્કૃષ્ટ વિચારોનો આધાર વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જોડાયેેલો છે. પણ આપણા આધુનિક થવાના આંધળા અનુુુુકરણને કારણે આ પરંપરાઓને અંધશ્રદ્ધા અને વહેમનું લેબલ લાગી ગયું.આપણે જ આપણી પરંપરાની હાંસી ઉડાવતા થઇ ગયા.જ્યારે વિજ્ઞાને જગત સમક્ષ આ જ પરંપરાને સત્ય સાબીત કરી ત્યારે ફરી અપનાવવાની દોડા દોડ કરીએ છીએ.

હવે આ બધી પરંપરાઓનું વ્યાપારીકરણ કરી આપણી સમક્ષ મૂકાય છે.દા.ત. સુર્ય નમસ્કાર અને વ્યાયમ.આ શીખવાના વર્ગો ચાલુ થઇ ગયા છે.જે ઋષિમુનિઓએ મફતમાં આપ્યું હતું એના નાણાં ચૂકવવા પડે છે

આ જૂની આત્મસુઝ પાછળ વૈજ્ઞાનિક કારણો છે.આપણે અવળચંડાઇ કરશું એટલે આ બધા ઉપાયો ધર્મ સાથે જોડ્યા છે.ધર્મ માન્યતાને આધારે છે અને વિજ્ઞાન પુરાવાના આધારે.બંને એક જ રથના પૈંડા છે પણ ધર્મના પૈંડાની ઉપેક્ષા થવા લાગી અને પરિણામે સ્વાસ્થ્ય પર અસર થઇ.નીતીનિયમોને નેવે મૂકી સમાજ મુક્ત જીવન જીવવા લાગ્યો. ફરી સાબિત થયું છે કે ધર્મ અને વિજ્ઞાનના કાર્ય ક્ષેત્ર અલગ છે પણ અંતિમ ધ્યેય એક જ છે.આપણે માનીએ કે ન માનીએ આપણી દરેક રીત અને પરંપરા વિજ્ઞાન સાથે જોડાયેલી છે.

આજે ફરી લોકો સુર્યોદય પહેલાં ઉઠવું અને સુર્ય નમસ્કારના ફાયદા સમજતા થયા છે.સુર્યને જળ અર્પણ કરવું એ ફક્ત ધાર્મિક ક્રિયા નથી.સુર્યોદય સમયે સુર્યમાંથી ultra violet કિરણો નીકળતા નથી.અને કરવામાં આવતી જળની ધાર આંખને ઠંડક આપે છે.સુર્યને જળ ચડાવતા સમયે જળની ધારામાંથી સુર્યના કિરણો પસાર થઇને આંખોમા આવે. છે.



આંખોને તેજ મળે છે.સાથે એકાગ્રતાથી બોલાતા મંત્ર સ્ફુર્તિ આપે છે.દિમાગ તરોતાજા થાય છે.કોઇ kickની જરૂર આખા દીવસ દરમિયાન પડતી નથી.જળ અર્પણ કર્યા પછી બે હાથ જોડવાની ક્રિયાથી બંને હાથની આંગળીઓ આપસમાં જોડાય છે.આ એક acupressure જેવું કામ કરે છે જેની સીધી અસર આંખ, કાન અને મગજ પર થાય છે.



આજે પણ આપણા વડીલો સવાર સાંજ મંદિર જવાનો નિત્ય નિયમ રાખે છે.મંદીર જવું ધાર્મિક કાર્ય કે પુન્ય પ્રાપ્ત કરવું એટલું જ નથી.મંદિર જવાથી સકારાત્મક ઊર્જા મળે છે.મંદિરનુ વાતાવરણ શાંત અને દિવ્ય હોય છે.મંદિર ઉપરના ગુંબજોની સ્થાપનામાં વૈજ્ઞાનિક કારણ છે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોય છે.આપણે આજે વાસ્તુ શાસ્ત્રને અંધશ્રદ્ધા કહીને વખોડી નાખ્યું છે.પણ વાસ્તુ શાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે.લોકો એનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી કરે એ જુદો વિષય છે.દેવી દેવતાઓની સ્થાપના મંદિરમાં અંદર બરાબર ગુબંજ નીચે કરાય છે.મંદિરોમા થતાં ધંટનાદ,શંખનાદ અને મંત્રોચ્ચારથી સ્વર ગુંજે છે એ આ ગુબંજોને કારણે.જે મંદિરમા આવેલા દરેક ભક્તોને સ્પર્શ કરે છે અને સકારાત્મક ઉર્જા મળે છે.પ્રભુ સમક્ષ શીશ નમાવી બે હાથ જોડી ઉર્જાની શક્તિના આશીર્વાદ મળે છે.બે હાથની હથેળી અને આંગળીઓ સંપૂર્ણ રીતે એકબીજાને સ્પર્શ કરે અને બરાબર વચ્ચોવચ હાથ હોય એવી મુદ્રા સાથે મસ્તક ઝુકાવીને નમન કરીએ છે.આ મુદ્રાથી આપમેળે નમ્રતા આવે છે અને અહંકાર ઓગળી જાય છે



સવારસાંજ ઘરમાં પૂજા પાઠ,દીવા બત્તીની પરંપરા આપણા વડીલોએ હજી જાળવી રાખી છે.ઘીના દીવાથી ઓઝોન વાયુ ઉત્પન્ન થાય છે.કપૂરના ધૂપથી જીવજંતુઓનો નાશ થાય છે.ઘરના દરેક સભ્યો જો સાથે મળીને પૂજાપાઠ કરે તો ઘરનું વાતાવરણ સહકાર ભર્યું રહે છે.મંદિરોમા અને ઘરમાં શંખ વગાડવાનું પણ મહત્વ છે.શંખના નાદના કંપનથી આસપાસના સૂક્ષ્મ બેક્ટેરિયા નાશ પામે છે.વાતાવરણમા સત્વ,રજ અને તમોગુણ હોય છે.શંખનાદથી સત્વ ગુણની સકારાત્મકતા પ્રસરે છે.શંખ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.



તુલસીનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.ભારતીય ઘરોમાં તુલસીનો છોડ મળી આવે છે. શ્રીવિષ્ણુને તુલસી ચઢાવવાનું ધાર્મિક મહત્વ છે.તુલસીવિવાહ ઉત્સવ દર વર્ષે દીવાળી પછી ધામધૂમથી ઉજવાય છે.તુલસીના છોડ જેવી અન્ય કોઇ છોડની ધાર્મિક માન્યતા નથી.સાથે જતુલસીમા ઔષધીય ગુણો છે.ભારતીય ઘરોમાં શરદી,તાવ અને અન્ય શ્વાસની બિમારીઓમાં તુલસીનો ઉકાળો અપાય છે.કેન્સરની દવામાં તુલસીનો ઉપયોગ થાય છે.કહેવાય છે કે ઝેરી નાગ અને સાપ તુલસીની સુગંધથી દૂર રહે છે.વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે તુલસીમાં આર્સેનિક હોય છે એટલે તુલસીના પાન ચાવીને ખાવાથી દાંતને નુકસાન થાય છે.તુલસીનો ઉકાળો ઉત્તમ ઔષધિ છે.તુલસી વાયુ પ્રદુષણ ઓછું કરે છે.સાથે તુલસીની માળાનું પણ એટલું જ મહત્વ છે.ધ્યાન કરતી વખતે તુલસીની માળા પહેરવાથી આત્મા,મગજ અને શરીરની એકાગ્રતા જોડાય રહે છે.માનસિક રીતે પણ તુલસી ફાયદાકારક છે.



તુલસીના છોડની જેમ પીપળાના વૃક્ષનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે.ભારતમા પીપળાની પૂજા અને પ્રદક્ષિણા આજે પણ લોકો કરે છે.પીપળાના વૃક્ષમાંથી નીકળતો ઓક્સિજન શુદ્ધ હવા આપે છે અને વૃક્ષની આસપાસ રહે છે.આ ઓક્સિજન શ્વાસમાં મળી મગજ સુધી પહોંચે છે.માનસિક મનોબળ વધે છે.ધાર્મિક માન્યતા પ્રમાણે શનીની પનોતી કે દશામાં વ્યક્તિનું મનોબળ ઘટી જાય છે ત્યારે પીપળાની પ્રદક્ષિણા કરવાનું સૂચન કરાય છે.



આજના યુગમા તિલક કરવું હાસ્યાસ્પદ લાગે છે.પૂજા પાઠ કરવામાં બ્રાહ્મણો જ તિલક કરે છે.તિલકના પ્રકાર પણ છે.

તિલક કરવું એટલે મસ્તકમાં બિરાજમાન બુદ્ધિનું પૂજન કરવું.દરેક ધાર્મિક કાર્ય કરતી વખતે  તિલક કરવામાં આવે છે.બુદ્ધિની માતા સરસ્વતી છે.પૂજા અનુષ્ઠાન એકાગ્ર થઇને કરવાના હોય છે.આપણી બે ભમ્મરની વચ્ચે આજ્ઞાચક્ર હોય છે.તિલક કરવાથી આ કેન્દ્ર કાર્યરત રહે છે.આપણા રોજીંદા કાર્યોમાં શારીરિક ઉર્જા બનવાનું અને ઉપયોગ થવાનું સતત કાર્યરત રહે છે.જેથી મસ્તક પર ગરમી પ્રસરે છે.ચંદન,હળદર અને કેસરનું તિલક શીતળતા બક્ષે છે.ઉનાળામા ચંદનનો લેપ કપાળ પર કરવાથી લુ લાગવાથી રક્ષણ મળે છે

આપણી જીવનશૈલી અને ખાનપાનની પદ્ધતિ સાવ બદલાઇ ગયી છે.જંક ફૂડ, ઇન્સ્ટન્ટ ફૂડના વપરાશનો અતિરેક થવા લાગ્યો છે. બસ two minute જેવા ખાનપાનની વ્યાપકતા વધી ગયી છે.અઢળક બ્રાન્ડના આવા ફૂડ પેકેટ મળવા લાગ્યા છે.ઉપવાસ કરવાની વાતો અંધશ્રદ્ધા લાગે છે.વરસમા ચાર વખત નવરાત્રી હોય છે પણ ગૃહસ્થ જીવન માટે ચૈત્રી અને આસો મહીનાની નવરાત્રી છે.નવરાત્રી દરમ્યાન ઉપવાસ રાખવાનું ધાર્મિક મહત્વની સાથે  વૈજ્ઞાનિક કારણ પણ છે.ચૈત્રમાસ અને આસો માસમાં ઋતુચક્રમાં બદલાવ આવે છે.ગરમી ઠંડી બંને હવામાન લાગે છે.આવા સમયે પાચનતંત્રની ક્રિયામાં પણ ફેરફાર થાય છે.એટલે આહારમાં વિશેષ ધ્યાન આપવું પડે.નવરાત્રી દરમ્યાન ઉપવાસ કરવાથી એક આંતરિક સાફ સફાઈ થાય છે.માનવીય શરીરના પ્રણાલી તંત્રમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે.રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે કારણકે શરીરમાં રહેલા ઝેરી પદાર્થો નાશ પામે છે.આપણા હિન્દુ ધર્મમાં મહીનામાં બે વાર એકાદશી કરવામાં આવે છે.આ અંધશ્રદ્ધા નથી પણ શરીરની આંતરિક સાફસફાઈ જ છે.માનવસમાજના હિત માટે ધાર્મિક કારણો જોડી દીધા છે.

આજકાલ ઘરમાં ડાઇનિંગ ટેબલ ન હોય તો ગમાર ગામડીયા કહેવાય છે.પ્રચીન સમયમાં આસન પર પલાંઠી વાળી બાજોઠ પર થાળી મૂકી ભોજન કરતાં.ભોજન પહેલાં પ્રાર્થના કરતાં.પલાઠી વાળીને બેસી અને બાજોઠ તરફ ઝુકીને કોળીયો લેવાની સતત હીલચાલથી પેટના સ્નાયુઓ સક્રીય થાય છે જે ઉર્જાનું સર્જન કરે છે.ભોજન કરતાં પહેલાં પ્રાર્થના કરવાથી માનસિક શાંતિ મળે છે જે ભોજનનો આનંદ અને પાચન શક્તિ વધારે છે.થાળી બાજોઠ પર રાખવાથી અન્નદેવતાને ઉંચુ આસન આપી સન્માન કરવામાં આવે આ એક ભોજન meditation કહેવાય છે.

આપણા વડીલો હંમેશા હાથેથી જમતા  અને આપણને પણ શીખવતા.પણ આજકાલ આવી રીતે ખાવું ગોબરા લાગે છે.

છરી કાંટાથી કેમ ખાવું એની ખાસ training પણ લેવાય છે.



આપણી દરેક આંગળીઓમાં પંચ તત્વ હોય છે.અંગુઠામા અંતરીક્ષ, તર્જનીમા હવા,મધ્ય આંગળીમાં અગ્નિ, અનામિકામા પાણી અને કનીષ્ઠિકામા પૃથ્વી તત્વ.વેદ મુજબ દરેક આંગળીઓના ટેરવાં શરીરના સાત ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે.પાચ આંગળીઓ એક સાથે કરી જમવાથી ચક્રો ગતીમાન થાય છે.પાચ તત્વ ઉતેજીત થાય છે.એક મુદ્રા બને છે જે ઉર્જા પેદા કરે છે.ભોજનના સ્વાદનો અનુભવ થાય છે.પાચકરસ ભોજનને પચાવે છે.

 

ભારતીય આહારમાં જમવામાં પહેલાં મસાલેદાર વાનગીઓ ખવાય છે અને ભોજનમાં છેલ્લે ગળપણ કે મીઠાઈ ખવાય છે.જમતી વખતે મસાલેદાર ખોરાક પાચકરસને સક્રીય કરે છે.જે પાચનક્રિયા પર કેન્દ્રિત થાય છે.જ્યારે ગળપણ વાળો આહાર આ પાચક રસની ક્રિયાને ધીમી કરે છે.



ૐ નું ઉચ્ચારણ ફક્ત ધાર્મિક જપ કે મંત્ર નથી.ૐના ઉચ્ચારણ કરવાનું  વૈજ્ઞાનિક કારણ પણ છે.ૐ વગર દરેક મંત્ર અધુરા છે.હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું પવિત્ર પ્રતીક છે.

આ નાના એવા ૐ શબ્દમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું છે.વૈજ્ઞાનિકો પણ માને છે કે ૐ ના ઉચ્ચારણથી માનસિક તાણમાં ઘટાડો થાય છે.વ્યક્તિના શરીર,મન, મસ્તિષ્ક અને બુદ્ધિ માં આશ્ચર્યજનક ફેરફાર થાય છે જે પ્રયોગ દ્વારા સાબિત કર્યું છે.ૐ ના ઉચ્ચારણ કરતી વખતે  કંપન થાય છે જે હાડકાં, ફેફસાં અને પેટ પર અસર કરે છે.વહેલી સવારે ૐનુ ઉચ્ચારણ લાભદાયક છે સાથે રાત્રે સૂતી વખતે કરવાથી અનિદ્રા જેવી બિમારી દૂર રહે છે.

ઇશ્વરની આ સૃષ્ટિમાં દરેક દીશાઓ શુભ જ છે .જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ વચ્ચેની પરસ્પર ક્રિયા પ્રકૃતિમાં સંતુલન રાખે છે.જેની અસર પૃથ્વી પર વસતા મનુષ્યો અને અન્ય જીવો પર પણ થાય છે.આપણા ઋષિમુનિઓએ પૃથ્વી પર વસતા મનુષ્યોની રક્ષા માટે વિજ્ઞાનનો વિકાસ કર્યો તે વાસ્તુ શાસ્ત્ર.

માનવીના શરીરના બે છેડા છે એક મસ્તક જેને ઉત્તર દીશા અને બીજો છેડો પગ જેને દક્ષિણ દીશા માનવામાં આવે છે.આપણી ભારતીય પરંપરા મુજબ ઉંઘતી વખતે માથું ઉત્તર દીશા તરફ ન રાખવું.ગુરૂત્વાકર્ષણના નિયમ મુજબ ઉત્તર દીશામાં ચુંબકીય ક્ષેત્ર તીવ્ર હોય છે.આ ચુંબકીય તત્વ મગજ પર દબાણ કરે છે.ધાર્મિક મત પ્રમાણે પૂર્વ દીશા શુભ મનાય છે.સુર્યોદયની પવિત્ર દીશા છે.પૃથ્વીનુ ગુરુત્વાકર્ષણ બળ પૂર્વ દીશામાં સૌથી ઓછું હોય છે.પૂર્વ દીશા તરફ માથું રાખીને ઊંઘવાની સલાહ આપવામાં આવી છે.જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે ઉત્તર દીશા તરફ મસ્તક રાખી અગ્નિદાહ અપાય છે.આ ધાર્મિક માન્યતા છે.

આજે દરેક વ્યક્તિ સારૂ આને સ્વસ્થ જીવનશૈલી અપનાવાની ઇચ્છા રાખે છે.ઘરે બેસીને internet ના માધ્યમથી દુનિયાના દેશોમાં ડોકીયું કરી શકાય છે.વિવિધ દેશોની જીવનશૈલીનું જ્ઞાન મેળવી શકાય છે ત્યારે આપણે આપણી સંસ્કૃતિની ઉપેક્ષા ન કરવી જોઈએ.



Comments

Popular posts from this blog

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ