ગીતાદર્શન

                                       


એક ચિંતકે કહ્યું છે: જેટલાં યુધ્ધો પૃથ્વી,સમુદ્ર કે આકાશમાં નથી લડાતાં,એનાથી વધુ વિશ્વના દરેક માનવીના મનમાં પ્રત્યેક ક્ષણે લડાતાં હોય છે.અને જીવનની ખુવારી કરતા હોય છે.આ પૃથ્વી પર સર્વત્ર અશાંતિ છે. દેશની સીમા પર કે દેશની અંદર,શ્રીમંત કે ગરીબ,ભણેલા કે અભણ,નેતા કે પ્રજા, કેવળ અશાંત અને અસ્વસ્થ છે.રધવાટ,ભય,ઉદાસીના ઓથાર નીચે અમૂલ્ય માનવ જીવન મૂલ્યહીન થવા લાગ્યું છે.મનુષ્ય મનની માંદગીથી મુક્ત થવા આનંદપ્રમોદના સાધન સતત શોધતો રહે છે.પણ નાકામયાબ રહે છે.
અંતે નિરાશા,હતાશ અને વિહ્વળતા મળે છે.

મનોવિજ્ઞાનનું મહત્વ વધી ગયું છે.,યુવાવર્ગ, વૃધ્ધો કે બાળકો બધાને માટે મનોચિકિત્સકોની બોલબાલા છે.સંશોધનો ઉભરાય છે છતાંય સવાલોના જવાબ નથી મળતા. અધુરામાંપુરું બાબાઓ,તાંત્રિકો,જ્યોતિષો,ઉપદેશકોની ભરમાર.શાંતિની ખોજમાં લુંટફાટ ચાલે છે.
શાંતિયજ્ઞો થાય છે.શાંતિ માટે પ્રાણાયમ,યોગ,ધ્યાન,મંત્રજાપ,વિવિધ સાધનોનો ભરપેટ ઉપયોગ થાય છે.તાવીજ વીંટીઓના
ઉપાય ચોવીસ કલાક ટીવી પર જેવા મળે છે.
મંદિરો વધ્યા છે સાથે સાથે યાત્રાળુઓની પણ કતાર વધી છે.ભીડ આકર્ષણમાં વધારો કરે છે.
દાનદક્ષિણાની જાહેરાતો અને દેખાડો કરવાની હરિફાઇ જોવા મળે છે.છતાંય અશાંતિ ધટી નથી.
આ સર્વના મૂળમાં મન છે.
                           મન અને માનવી
માનવી માનવ છે.તન મનની અખૂટ સંપત્તિ અને શક્તિ ધરાવતો વિશ્વનો શ્રીમંત વ્યકિત છે.પણ એની અમર્યાદિત ઇચ્છાઓએ
એને એનાં જ તન મનનો ગુલામ બનાવી દીધો છે
મન મુખ્ય છે.મનુષ્ય મનને કારણે પશુથી અલગ પડે છે.મન એટલે માનસિક ક્રિયાઓનું કોમ્પયુટર જે ડેટા મેળવીને ફાઇલ બનાવ્યા કરે
સતત ચાલ્યા કરે છે.આપણે જે કર્મ કરીયે તેની સાથે મન જોડાયેલું છે.આસક્ત મન દરેક કર્મો માં જોડે છે.
જાણે અજાણ્યે કર્મ તો કરતા રહીયે છે સારા કે ખોટા,આ જન્મના પૂર્વજન્મના કર્મો આપણી સાથે જોડાય જ છે.
સર્વનું મૂળ મન છે.આપણા ૠષિમુનીઓ કહી ગયા છે, "મન: એવ મનુષ્ણાંયાણા બંધમાક્ષયો:કારણમ્"
મન જ માનવીનાં બંધન અને મુક્તિનું કારણ છે. "સા વિદ્યા  યા વિ મુકતે ," જે મુક્તિ નો આનંદ  બક્ષે તે વિદ્યા.
જીવન ધડતર પર બે પરિબળો અસર કરે છે.વારસો  અને વાતાવરણ.વારસો ઈશ્વરદત્ત છે.
આપણે ઈશ્વરના સત્ત -ચિત્ત અંશના બનેલાં,ઈશ્વરના સંતાન છીએ.બીજા પરિબળ છે ઈશ્વરની વાણી રૂપી
ગ્રંથો અને ઈશ્વર સમાન ગુરુજી.આવોજ ગ્રંથ છે ગીતા અને ગુરુજી છે શ્રીકૃષ્ણ.

શ્રીમદ આદિ શંકરાચાર્યેએ એક સ્તોત્રમાં શ્રીકૃષ્ણને  "મેઘસુન્દરમ " કહ્યા છે.સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતા મેઘનું પાણી એનું પોતાનું ના હોય પણ મિઠાશ એની પોતાની છે.આવી રીતે ગીતાનું માધુર્ય શ્રીકૃષ્ણનું પોતાનું છે

શ્રી ગીતા ઈશ્વરની વાણી છે અને શ્રી કૃષ્ણ ગુરુ છે.ગીતા હિંદુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગણાય છે છતાંય ફક્ત હિંદુ પૂરતો સીમિત ન રહેતા પુરા માનવસમાજ માટે ઘડતર કરનારો ગ્રંથ છે. ગીતા સ્મૃતિ છે.ગીતાનો સમય કાળ
ઈસ પુર્વે 3006 માનવામાં આવે છે. કુલ અઢાર અધ્યાય અને  સાતસો શ્લોક ,અનુષ્ટુપ છંદ માં છે
ગીતામાં અર્જુન સમગ્ર માનવ જાતીનું પ્રતિનિધિત્વનું રૂપ છે જયારે શ્રીકૃષ્ણ જીવનને લગતા પ્રશ્નોનો ના જવાબ માં માર્ગદર્શન આપે છે.અહીંયા માર્ગદર્શન કહી શકાય કારણ કે કૃષ્ણ કોઈ વિચાર કે ઉપાય કરવો જ જોઈએ એવું નથી કેહતા.જો એવું હોતતો શિખામણો કહેવાત અને આજે આપણને શિખમણો પસંદ નથી.જે શ્રીકૃષ્ણ અગાઉથી જાણતા હશે.
ગીતાના અઢારમાં અધ્યાયના અંતે કૃષ્ણ કહે છે મેં તને સાચો માર્ગ જણાવ્યો,હવે તારે જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે કર.
ભગવદગીતા, મહર્ષિ વેદ વ્યાસ  રચિત મહાભારતના ભીષ્મપર્વનો એક ભાગ છે.સંસકૃત સાહિત્ય નું એક અત્યંત લોકપ્રિય ધાર્મિક કાવ્ય છે.ગીતા દાર્શનિક ગીત છે.આ એક જ એવો ગ્રંથ છે જેમાં દર્શન,ધર્મ,અને નીતિ શાસ્ત્ર નો સમન્વય છે.ગીતા ની ગણના સ્મૃતિ તરીકે કરાય છે.સરળતાથી મોક્ષ નો સંદેશ આપે છે.ગીતા ના અઢાર અધ્યાયના નામ મહાભારતમાં નથી પણ શ્રી શંકરાચાર્યએ આ અધ્યાયોના નામ આપ્યા છે.પ્રારંભના અધ્યાયમાં કૃષ્ણના માનવીય હ્રદયના અંત:નિરીક્ષણની મહત્તા અનુભવાય છે.કૃષ્ણ સમજાવે છે કે કેવી રીતે હ્રદયમાં પ્રેરક ભાવનાઓથી અંતદ્રંન્દ્ર ચાલે છે,સ્વાર્થતા પ્રબળ થાય છે અને પાપની ભાવના મનુષ્યને પથભ્રષ્ટ કરે છે.યુધ્ધક્ષેત્રની પ્રતિધ્વનિ સમાપ્ત થાય છે.માત્ર ભગવાન અને મનુષ્ય વચ્ચે વાર્તાલાપ રહે છે.યુધ્ધનો રથ એકાંતમાં ધ્યાન કરવાનું સ્થાન બની જાય છે,કરુક્ષેત્રનો એક ખુણો,જ્યાં સંસારની ધ્વનીઓ બંધ થઇ જાય છે અને સર્વોપરિ સત્તાના વિષયમાં સંવાદ કરવાનું સ્થળ બની જાય છે.
ગીતાનો સંદેશ સાર્વભૌમ છે,સમાલોચક નહીં  પણ સર્વગ્રાહી છે.કૃષ્ણ ધાર્મિક આદોંલનનું નેતૃત્વ નથી કરતા.ઞીતાના ઉપદેશ કોઇ સંપ્રદાય માટે નથી.
કૃષ્ણે કોઇ સંપ્રદાય કે માર્ગની સ્થાપના નથી કરી પરંતુ મનુષ્ય માત્ર માટે માર્ગ ખોલ્યો છે.ગીતાના શ્રીકૃષ્ણ પોતાના જ્ઞાન અને મનોભાવને,પૂર્ણતા અને ઉત્સાહથી વર્ણવે છે.ગીતા એક દાર્શનિક પધ્ધતિ અને કાવ્યમય ઉચ્ચ પ્રેરણા છે.જીવનની સમસ્યાઓનું પ્રયત્નપૂર્વક બૌધિક સમાધાન આપે છે.

ગીતા અને ઉપનિષદમાં સરખામણી કરી શકાય પણ ગીતામાં ધાર્મિક પક્ષ પર અધિક ભાર મૂકાયો છે.જનમાનસને તર્ક પ્રત્યે વાળી ન શકાય એટલે ઉપનિષદોનો આધાર ગીતામાં સ્પષ્ટ જણાય છે.
ગીતાનાશ્લોક ઉપનિષદનેમળતા આવે છે.

" આ અક્ષય યોગ ની શિક્ષા મેં વિવસ્ત ને આપી ,અને એણે મનુ ને આપી ,મનુએ ઇક્ષ્ક્વાકુને ને આપી."
અને હવે આ રહસ્ય અર્જુન સમક્ષ છે.આ વાક્યનો સંકેત છે કે ગીતા નો સંદેશ એક પ્રાચીન જ્ઞાન છે,જેની શિક્ષા ગાયત્રી ના રચિયતા ઋષિ વિશ્વામિત્રએ આપી અને ઋગ્વેદના ત્રીજા મંડળ ના ઋષિએ અને રામ,કૃષ્ણ,ગૌતમ બૂદ્ધેય તથા સૂર્યવંશ ના અન્ય શિક્ષકોએ પણ આપી. ગીતા અને ઉપનિષદનો પારસ્પરિક સંબંધ દર્શાવતું વાક્ય છે કે સર્વ ઉપનિષદ ગૌ છે,કૃષ્ણ દૂધ દોહે છે અમે અર્જુન વાછરડું છે. ગીતા અમૃત સમાન દૂધ છે.ગીતાના ઉપદેશ ભાગવતના સિદ્ધાંતોસાથે સમાનતા રાખે છે. હરિગીતા પણ કહી શકાય.

મહાભારતના યુદ્ધના પ્રસંગે ગીતાનો ઉપદેશ અપાયો જે નિર્દેશ કરે છે કે મુખ્ય આશય જીવનની સમસ્યા સુલજાવી અને ન્યાય પૂર્વક આચરણ કરવું.ગીતા નૈતિક અને યોગશાસ્ત્રનો ગ્રંથ છે.કોઈ પણ નૈતિક સંદેશ સ્થિર નથી હોતો પણ આધ્યાત્મિક સમર્થન મળતા નૈતિકતા પ્રાપ્ત કરે છે.
સંજય ને યુદ્ધ પહેલાં ધૃતરાષ્ટ્રે પાંડવો સમક્ષ મોકલ્યો અને સમજાવ્યું કે તમારા જેવા મહાન લોકો માટે  યુદ્ધ શોભતું નથી. યુધિષ્ઠિર આ વાતથી ઢીલા પડી ગયા,અર્જુન શસ્ત્રો છોડી બેઠો એનું કારણ આ સંદેશ હોઇ શકે..ધૃતરાષ્ટ્ર તેજ જાણવા માંગતો હતો એટલે પહેલો પ્રશ્ન એજ પૂછે છે કે શું અર્જુન લડવા ઉભો છે?.આ ધૃતરાષ્ટ્ર ની ચિંતા થી ગીતા ની શરૂઆત થાય છે.ધૃતરાષ્ટ્ર સંજય ને પોતાના પુત્રો અને કૌરવ સૈન્ય વિષે પૂછે છે પણ પાંડવના પુત્રો વિષે નથી પૂછતો જ્યાં હું અને મારુ આવી જાય છે,જયારે અર્જુન દરેક સ્વજનો ને જોઈને મોહવશ વિષાદ કરે છે .ધૃતરાષ્ટ્રનો મોહ અને અર્જુનનો વિષાદ મન નું કારણ છે.અને ગીતાનું સર્જન શરુ થાય છે.

ઉપનિષદનું આધ્યાત્મિક આર્દશવાદમાં, ઈશ્વરવાદિ ધર્મના રૂપ માં પરિણામ પામીને, પ્રેમ, પ્રાર્થના અને ભક્તિનું નિરૂપણ કરે છે. ગીતા એક ધાર્મિક પુસ્તક છે,એક શરીરધારી ઈશ્વરની પરમાર્થતા પર જોર આપે છે અને સાથેજ પ્રતિપાદન કરે છે કે મનુષ્યમાં જે દેવી શક્તિ છે તેપોતાની પૂર્ણ શક્તિ સાથે જ્ઞાનપ્રેમ અને સાર્વભૌમતા ના રૂપ માં સંપૂર્ણ વિકસિત થવી જોઈએ.
ભગવદ ગીતા જાણીતી છે  સાથે અન્ય ગીતા પણ છે.
અનુગીતા જે કૃષ્ણે અર્જુનને યુદ્ધ પછી કહી હતી.અર્જુન કૃષ્ણને યુધ્ધપછીફરી
દિવ્યજ્ઞાન વિષે પૂછે છે જે મહાભારતના યુધ્ધ સમયે કહેવાયું કારણકે અર્જુન
સઘળુ જ્ઞાન વિસરી જાય છે.
ઉદ્ધવ ગીતા જે હંસગીતા પણ કહેવાય છે ,ભાગવત પૂરાણમાં પણ વર્ણિત છે. શ્રીકૃષ્ણએ વૈકુંઠ જતા પહેલા મિત્ર ઉદ્ધવ ને કહી હતી.
વ્યાધ ગીતા મહાભારત માં મળે છે.માર્કેડ્ય ૠષિએ યુધિષ્ઠિરને સંભળાવી હતી.જેમાં એક કસાઇ એક વિદ્ધવાન બ્રાહ્મણને ઉપદેશ આપે છે.એક સ્વાભિમાની ગૃહસ્થની ફરજ,ઉદારતા,સત્યનિષ્ઠા,સેવા,જે જગત માં કોઈ વાહવાહી મેળવ્યા નથી માંગતોનું વર્ણન છે.સ્વામી વિવેકાનંદે ફરજ એટલે શું? એવા પોતાના આખ્યાનમાં વ્યાધગીતાનો આધાર લીધો હતો.
ગુરુગીતા જે સ્કંદ પૂરાં માં છે. શિવજીએ શક્તિ ને સાંભળવી છે.
ગણેશ ગીતા જે ગણેશપુરાણ માં છે જેમાં ગણપતિએ રાજા વરેણ્યને જગત ની સચ્ચાઈ કહે છે.
અવધુત ગીતા જે અષ્ટાવક્રની છે જે રાજા જનક ના સવાલ જવાબની છે.
રામ ગીતા જે રામચંદ્રજીએ લક્ષ્મણ ને કહી છે જયારે સીતાને વનમાં મૂકીને લક્ષ્મણ પાછા આવે છે.
કપિલગીતા શ્રીમદભાગવતમાં સ્કંધ ત્રણમાં કપિલગીતાનો ઉલ્લેખ છે.દીકરો કપિલ,માતા દેવહુતિને ઉપદેશ આપે છે જેને કપિલગીતા કહે છે.સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન મળે છે.
ભિક્ષુગીતા ભાગવત પુરાણના પરીક્ષિત અને શુકજીના સંવાદ છે.
બોધ્યગીતા  જે મહાભારતમાં મોક્ષપર્વમાં ૠષિબોધ્ય અને રાજા યયાતિના સંવાદ રુપે છે.
બ્રહ્મગીતા સ્કંધપુરાણમાં છે દેવીગીતા દેવી ભાગવતમાં છે.ગોપીકાગીતા ભાગવતપુરાણના દસમાં અધ્યાયમાં છે.ઇશ્વરગીતાક્રુમપુરાણમાં છે.
પરાશરગીતા મહાભારતના મોક્ષ પર્વમાં છે.પીંગળાગીતા મહાભારતમાં છે જેમાં ભગવાન કૃષ્ણ ઉદ્વવને પીંગળાના મોક્ષનું વર્ણન કરે છે.રીભુગીતા
શીવરહસ્યમાં છે.સંપ્કગીતા મહાભારતમાં છે.શ્રુતીગીતા શ્રીમદભાગવતના દસમ સ્કંધમાં છે. સુતગીતાનો ઉલ્લેખ સ્કંધપુરાણમાં છે.ઉત્તરાગીતા છે.
વલ્લભગીતા આચાર્ય વલ્લભમહાપ્રભુજીના સોળ શોડષગ્રંથ રુપે છે.
વશિષ્ઠગીતા જે મુની વશિષ્ઠે રામજીને કહી હતી.વિખાનુગીતા અને વ્રિતગીતા મહાભારતમાં છે.વ્યાસગીતા બ્રહ્મપુરાણના ત્રીજાભાગમા છે.
વિશ્વની 60 થી 70 ભાષામાં ગીતાના ભાષાંતર થયા છે. ભાગવત ગીતાનો મહિમા અગાધ છે.ભગવદ ગીતા પ્રસ્થાનત્રય મનાય છે.મનુષ્યના સર્વાંગી વિકાસ માટે ત્રણ માર્ગ બતાવ્યા છે.એક વૈદિક માર્ગ છે જેને ઉપનિષદ
કહેવાય છે,એક દાર્શનિક માર્ગ છે જેને બ્રહ્મસૂત્ર કહે છે,અને એક સ્માર્ત પ્રસ્થાન છે જે ભગવદ ગીતા છે. શ્રીશંકરાચાર્યનો વાદ પ્રસ્થાનત્રયી પર આધારિત છે. જે માર્ગે વટેમાર્ગુ  જાય તો લૂંટાય નહીં કે ભયમાં આવી પડે નહીં તેવા રાજમાર્ગ ને પ્રસ્થાન કહેવાય.પરંપરા વડે જે માર્ગે માનવી વિહાર કરે તે પ્રસ્થાન.  ઉપનિષદ માં મંત્રો છે,બ્રહ્મસૂત્રો માં સૂત્ર છે અને ગીતા માં શ્લોક છે. ગીતા પર કેટલીયે ટીકા લખાઈ ગયી છે અને હજી લખાતી રહે છે.ગીતા અગાધ સમુદ્ર છે જેનું ઉંડાણ માપવું જાણી શકાતું નથી.જેમ જેમ ઊંડા ઉતારતા જઇએ એમ ગહન વાતો મળતી જાય.
ગીતાનો આશ્રય લઈએ ત્યારે અલૌકિક અને શાંતિદાયક ભાવો માણી શકાય છે.મન ને શાંતિ મળે છે.
આ ગ્રંથના મહિમાનું વર્ણન  કરવા માટે કોઈ સમર્થ નથી.
આજે આપણા ઘરોમાં વડીલોએ વસાવેલી ગીતાની પુસ્તિકા હશે પણ શું આપણે એકાદ બે પાના ઉથલાવાની કોશિશ કરીએ છીએ ? આ તો બહુ અઘરું છે કે આપણું કામ નહીં બ્રાહ્મણ નું કામ આ બધું સમજવાનું એવું કહી ને અભરાયી પર મૂકી દેવાય છે.આજકાલની પેઢી તો જરાય દરકાર નથી કરતી. મોબાઈલમાં ગૂંચવાયેલી રહશે પણ ગીતા વાંચવી કંટાળાજનક લાગશે.આજના સ્પર્ધાત્મ્ક યુગ માં ગીતા નું વાંચન ભોમિયા સમાન છે.
અલગ અલગ વિશેજ્ઞઓ અને સલાહકારોના દરવાજા પર ટકોર મારવા કરતા એક વાર ગીતાના સ્લોકોનું સ્મરણ અને ચિંતન કરવું માનસિક સારવાર મેળવવા જેવું છે.અમુક સ્થળે સ્વાધ્યાય કરવામાં આવે છે પણ હાજરી પાંખી હોય છે અને નિયમિતતા નથી હોતી.આંતરરાષ્ટીય સંસ્થાઓ મોટા પાયે આયોજન કરે છે. ફીની રકમ વસૂલાય છે.પણ સામાન્યજનને પોષાય નહીં આપણે આપણા બાળકોને ઘરેથી જ ગીતાની સમજણ આપવી યોગ્ય છે.


 ભગવાન શ્રીકૃષ્ણ
ગીતા મારુ હૃદય છે ; ગીતા ઉત્તમ સાર છે; ગીતા મારુ અતિ ઉગ્ર જ્ઞાન છે ;ગીતા મારુ અવિનાશી જ્ઞાન છે
ગીતા મારુ શ્રેષ્ઠ નિવાસસ્થાન છે; ગીતા મારુ પરમ પદ છે; ગીતા મારુ પરમરહસ્ય છે અને ગીતા મારો પરમ ગુરુ છે.

શ્રી વ્યાસમુનિ

સ્વયં વિષ્ણુના મુખારવિંદમાં થી નીકળેલા ગીતશાસ્ત્રને ગાવા
જેવું મહાફળદાયક  કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પાડવાની જરૂર શું છે



મહાત્માગાંધી
મને તો કોઈ ધર્મસંકટ આવે તો હું ગીતામાતા નું શરણ લઉ છું . મને પથદર્શન મળ્યું છે.ગીતામૃત નું પાન કરવું હોય તો ગીતાપાઠ શ્રધાપૂર્વક કરવા જોઈએ. ગીતામા ના ખોળામાં જે માથું રાખે છે એ કદી નિરાશના થાય અને પરમ આનંદ નો ભોક્તા બને.ગીતા એના ભક્તને પળે પળે નવું જ્ઞાન,આશા,અને શક્તિ આપે છે.નિત્ય પ્રભાતના સમયે ગીતા તમે વાંચી જુઓ અને તેનો ચમત્કાર અનુભવો.શાસ્ત્રલાપમાં ગીતા એક શાસ્ત્ર નથી, પણ શાસ્ત્રનું દોહન છે.ગીતાના ગ્રાહીને બીજા શાસ્ત્ર વાંચવાની જરૂર નથી.

સ્વામી વિવેકાનંદ
શ્રીમદભાગવતગીતા એ ઉપનિષદરૂપી બગીચામાંથી વીણેલા પુષ્પો છે જે આધ્યાત્મિક સત્યોની છડીની કલગી છે.
 શ્રી શંકરાચાર્ય
દુ:ખમાત્ર ની નિવૃત્તિ માટે અને પરમસુખ ની પ્રાપ્તિ માટે ગીતતો ગીતાનું અને વિષ્ણુસહસ્ત્રનું ગાવા યોગ્ય છે.

શ્રીવલ્લભાચાર્યજી
ગીતાને બ્રહ્મવિચાર માં શ્રીવલ્લભાચાર્યજીએ આવશ્યક ગણી છે.
एकं शास्त्र देवकीपुत्रगीतम 
एको देवो देवकीपुत्र एव
मंन्त्रोङप्येकस्तस्य नामानि यानि
कर्मोप्येकं तस्य देवस्य सेवा
દેવકી પુત્ર શ્રીકૃષ્ણે જેનું ગાન કરેલું છે તે એકજ શાસ્ત્ર છે,અને વેદોના અર્થનો નિર્ણય પણ ભગવદગીતા માંહેના ભગવાન કૃષ્ણના વચનો પ્રમાણે જ કરવો જોઈએ.

લોકમાન્ય તિલક
હિન્દુધર્મ અને નીતિશાસ્ત્રોના મૂળ તત્વ જેને જાણવા હોય તેને આ અપૂર્વ ગ્રંથનું અવશ્ય અને પ્રથમ અધ્યયન  કરવું કારણ કે યોગ,સંખ્યા,ન્યાય,મીમાંસા,ઉપનિષદો ,વેદાંત વગેરેના રૂપમાં ક્ષરાક્ષર સૃષ્ટિનો તથા ક્ષેત્રક્ષેત્રના જ્ઞાનનો વિચાર કરનારા પ્રાચીન શાસ્ત્રો યાથશક્ય પૂર્ણ અવસ્થાને પામ્યા છે.

  સંસકૃતમાં લખાયેલી ભગવદગીતા હિંદુધર્મમાં પવિત્ર ગ્રંથ છે જે જીવનનું સત્ય સમજાવે છે. પણ જનસમુદાય સુધી ગીતા સંદેશને લોકભાષામાં પહોંચાડવાનું કામ ભાટ,ચારણ અને કવિઓએ કર્યું છે.આપણે એમનો આભાર માનવો જોઈએ.

સાધુ વસાવાની 
આ ગ્રંથ એટલો  અમૂલ્ય અને આધ્યાત્મિક ભાવોથી ભરેલો છે, કે હું વખતોવખત પરમાત્માને એજ પાર્થના કાર્ય કરું છે કે તે મારા પાર દયા કરે અને શક્તિ આપે કે, હું મૃત્યુ પર્યન્ત ગીતાનો સંદેશ એક સ્થાનથી બીજા સ્થાન સુઘી પહોંચાડી શકું

ડૉ.મેકનીલ
ગીતાગ્રંથ બુદ્ધિની પ્રખરતા,આચારની ઉત્ક્રુષ્ટતા અને ધાર્મિક ઉત્સાહનું અપૂર્વ મિશ્રણ રજુ કરે છે

એફ.ટી. બ્રૂક્સ
"રાષ્ટ્રીય" ધર્મગ્રંથ ગણવામાં જે જે નિયમો જરૂરી છે.તે તે બધા ભગવદગીતામાં મળે છે ; એટલુંજ નહીં,પણ ભાવિ વિશ્વધર્મનો એક સર્વોત્કૃષ્ટ ધર્મગ્રંથ છે

લંડનનિવાસી યહૂદી એફ.એમ.મોલેમ
ગીતા દુનિયાની અઢળક સંપત્તિ વડે ખરીદી શકાય નહીં,એવો એ ભારતવર્ષનો અમૂલ્ય અલોકિક ખજાનો છે

મહાત્મા થોરો
ગીતામાં એટલું ઉત્તમ અને સર્વવ્યાપી જ્ઞાન છે કે તેના લખનાર દેવતાનો અગણિત વર્ષો થઇ જવા છતાંય એવો બીજો એકે ગ્રંથ લખાયો નથી. ગીતાની સાથે સરખાવતાં આખા જગતનું હાલનું બીજું બધું જ્ઞાન મને તુચ્છ લાગે છે. હું રોજ પ્રાતઃકાળે મારા હૃદય અને બુધ્ધિને ગીતારૂપી પવિત્ર જળમાં સ્નાન કરવું છે.

શ્રી ટી સી કેશુવાલ પિલ્લે

અપણે આપણા બાળકો ને પ્રથમથીજ ગીતાનો પાઠ કરવાની ટેવ પાડવી જોઈએ.આપણી નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ગીતા સિવાય બીજો કોઈ શિક્ષક કે માર્ગદર્શકની જરુરુ નથી.


                                                  ૐ તત્ત સત્ત











.








Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ