મકરવિલક્કુ ઉત્સવ ભગવાન અયપ્પનસ્વામી શબરીમલ્લા
મકરવિલક્કુ ઉત્સવ કેરળ રાજ્યનો મહાઉત્સવ કહી શકાય કારણકે આ દિવસે કેરળના શબરીમલ્લા યાત્રાના સ્થળે બે કરોડ યાત્રાળુ ભગવાન અયપ્પનના દર્શન કરવા આવે છે.મકર સંક્રાતિને દિવસે વહેલી સવારે શબરીમલ્લા સ્થિત કાંતામાલા પહાડ પર ચમકતી જ્યોતિના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પહોંચે છે. પશ્ચિમ ઘાટ પર સહ્યાદ્રી પર્વત પર એક હજાર મીટરની ઉંચાઇએ શબરીમલ્લા સ્થળ છે.આ સ્થળ પર ભગવાન રામચંદ્રજીએ શબરીના અર્પણ કરેલા ફળ આરોગ્યા હતા અને શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું હતું.ત્યા એક પહાડી પર એક દિવ્ય પુરૂષ તપ કરતાં હતા.ભગવાન રામચંદ્રજીએ આ કોણ છે એવુ પૂછતાં શબરીએ શાસ્તાનુ વર્ણન કર્યું.ભગવાન રામચંદ્રજી પહાડ પર ગયા.અને શાસ્તા પ્રભુને ઓળખી ગયા. તપ કરતાં કરતાં ઉભા થઇ પ્રણામ કર્યા.એ દિવસ મકરસંક્રાંતિનો હતો અને એ શાસ્તા જ્યોતિ સ્વરૂપ છે. મલયાલમ ભાષામા મલય કે મલાનો અર્થ પર્વત થાય છે.પંપા સરોવરથી શબરીમલ્લા પાંચ કીલોમીટર પગપાળા યાત્રા કરીને જવાય છે.ગીચ જંગલમાંથી પસાર થવાનું હોય છે. પણ યાત્રાળુઓના સંગાથે સમુહમાં પસાર થઇ જવાય છે. શબરીમલ્લા પેરીયાર ટાઇગર રીર્ઝવમા છે.પહેલા માતંગમલ્લા તરીકે ઓળખાતું હતું માતંગમુનિના નામથી....