મકરવિલક્કુ ઉત્સવ ભગવાન અયપ્પનસ્વામી શબરીમલ્લા

મકરવિલક્કુ ઉત્સવ કેરળ રાજ્યનો મહાઉત્સવ કહી શકાય કારણકે આ દિવસે કેરળના શબરીમલ્લા યાત્રાના સ્થળે બે કરોડ યાત્રાળુ ભગવાન અયપ્પનના દર્શન કરવા આવે છે.મકર સંક્રાતિને દિવસે વહેલી સવારે શબરીમલ્લા સ્થિત કાંતામાલા પહાડ પર ચમકતી જ્યોતિના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પહોંચે છે. પશ્ચિમ ઘાટ પર સહ્યાદ્રી પર્વત પર એક હજાર મીટરની ઉંચાઇએ શબરીમલ્લા સ્થળ છે.આ સ્થળ પર ભગવાન રામચંદ્રજીએ શબરીના અર્પણ કરેલા ફળ આરોગ્યા હતા અને શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું હતું.ત્યા એક પહાડી પર એક દિવ્ય પુરૂષ તપ કરતાં હતા.ભગવાન રામચંદ્રજીએ આ કોણ છે એવુ પૂછતાં શબરીએ શાસ્તાનુ વર્ણન કર્યું.ભગવાન રામચંદ્રજી  પહાડ પર ગયા.અને શાસ્તા પ્રભુને ઓળખી ગયા.  તપ કરતાં કરતાં ઉભા થઇ પ્રણામ કર્યા.એ દિવસ મકરસંક્રાંતિનો હતો અને એ શાસ્તા જ્યોતિ સ્વરૂપ છે.
 મલયાલમ ભાષામા મલય કે મલાનો અર્થ પર્વત થાય છે.પંપા સરોવરથી શબરીમલ્લા પાંચ કીલોમીટર પગપાળા યાત્રા કરીને જવાય છે.ગીચ જંગલમાંથી પસાર થવાનું હોય છે. પણ યાત્રાળુઓના સંગાથે સમુહમાં પસાર થઇ જવાય છે.
શબરીમલ્લા પેરીયાર ટાઇગર રીર્ઝવમા છે.પહેલા માતંગમલ્લા તરીકે ઓળખાતું હતું માતંગમુનિના નામથી.શબરીની રામભક્તિ પછી શબરીમલ્લા તરીકે જાણીતું છે.

15 નવેમ્બર અને 14 જાન્યુઆરી આમ બે પ્રમુખ ઉત્સવ હોય છે. કેરળ પંચાંગ પ્રમાણે એપ્રિલમાં વિશુના દિવસે મંદિર ખોલવામા આવે છે. ઘીથી અયપ્પાની  મૂર્તિને અભિષેક કરાય છે.નવેમ્બરમાં વ્રત અને યાત્રા શરુ થાય છે.મલયાલમ પંચાંગ પ્રમાણે ૪૧ દિવસના વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે.વ્રશ્ચિકના સુર્ય અને ધનુ રાશીના સુર્ય દરમ્યાન આ વ્રત આરંભ થાય છે.

વ્રત પુરુષો જ કરે છે. ગુરુ પાસેથી માર્ગદર્શન લઇ વ્રતની શરુઆત કરે છે. વ્રત દરમ્યાન ફક્ત કાળા વસ્ત્ર જ પહેરાય છે.ચટાઇ પર સુવાનુ અને માસ મદીરાનો ત્યાગ. વ્રતધારીઓ મોટે ભાગે સમુહમા જ રહે છે.અને સમુહમા યાત્રા કરવા જાય છે. જરુરિયાત પૂરતા સામાનની પોટલી માથે મૂકી પર્વત ચઢવાનો પ્રારંભ કરે છે.રસ્તામા ઘના જંગલ અને જનાવરોનો સામનો થાય છે.

મહાભારત અને કદંબ રામાયણમાં શિશુશાસ્તાનો  ઉલ્લેખ છે.અયપ્પા શાસ્તાનો અવતાર છે.શાસ્તા એટલે ગુરુ, પથદર્શક.સંસકૃતમા આઠ શાસ્તાનું વર્ણન મળે છે.જેમા ધર્મશાસ્તા અયપ્પાનો અવતાર છે.જે શાંતિ અને જ્ઞાનનુ પ્રતિક છે.મોક્ષ દાયક છે. રંગ જાતિ ભેદમાં માનતા નથી.એટલે જ અયપ્પાની યાત્રામાં દરેક જોડાય છે.દક્ષિણ ભારતમાં શાસ્તાના મંદિરો જોવા મળે છે.
મંદિરના ઈતિહાસ પ્રમાણે આ શાસ્તા મંદિર આઠ શાસ્તામાથી એક છે.જેની સ્થાપના ભગવાન પરશુરામે કરી હતી.ત્યાર પછી આ મંદિર અજાણ્યું રહ્યું.૧૦થી૧૧મી સદીમાં બૌદ્ધ મંદિર તરીકે જાણીતું હતું.
૧૨મી સદીમાં મણીકંદન એટલે કે અયપ્પાસ્વામીએ આ
મંદિરની ફરી ખોજ કરી.
અમુક ગ્રંથોમાં અયપ્પા હરિહરનો અવતાર છે.હરિ એટલે વિષ્ણુ અને હરા એટલે મહાદેવ. વિષ્ણુનું મોહિની સ્વરૂપ અને મહાદેવનુ હર સ્વરૂપથી અયપ્પાનો અવતાર કહેવાય છે.તો ઘણા તેમને બુદ્ધનો અવતાર પણ માને છે.
પંડાલમના રાજા ભાર્ગવ અને વિશ્વામિત્ર ગોત્રના હતા.એક વાર રાજા રાજશેખર શિકાર કરવા ગયા.પંપાસરોવરને કિનારે એક
 બાળકને જોયું. રાજા નિસંતાન હતા અને ઋષિ અગસ્ત્યના  કહેવા પ્રમાણે આ બાળક દેવતાઓનો આર્શીવાદ છે, બાળકને  મહેલમાં લઇ આવ્યા.બાળકના ગાળામાં સોનાના મણિ વાળી ઘંટડી  બાંધેલી હતી એટલે મણીકંદન નામ રાખ્યું.કંદન એટલે મલયાલમ ભાષામાં ઘંટડી.
રાજાએ બાળકનું બાર વર્ષ સુધી પાલન પોષણ કર્યું. તે દરમ્યાન રાજાને એક પુત્ર પણ થયો.આ પુત્રનું નામ રાજરાજન રાખ્યું.બંને બાળકો સાથે મોટા થયા.ગુરૂકુળમા ગયા અને રાજવિદ્યા શીખ્યા.
રાજા રાજશેખર મણીકંદનને રાજા બનાવા માંગતા હતા. મણીકંદન  વૈરાગી હતા.આ તરફ રાણી પોતાના દીકરાને રાજા બનાવા માંગતી હતી.રાજ્યના પ્રધાન સાથે મળીને મણીકંદનને રાજ્યથી દૂર  કરવાનુ  ષડયંત્ર  ઘડ્યુ. રાણીએ બીમારીનું  બહાનુ કરી મણીકંદનને જંગલમા  દવા રૂપે વાઘણનું દૂધ લાવાનું કહ્યું. મણીકંદન જગંલમાં ગયા.જ્યા મહિષી નામની એક સ્ત્રી મળી. મહિષી મહિષાસુરની બહેન હતી.એને શ્રાપ હતો કે હરિહરના પુત્રના હાથે એનુ મૃત્યુ થશે.મહિષીએ વનમાં મણીકંદન સાથે યુદ્ધ કર્યું પણ હારી ગયી.શ્રાપમાથી મુક્ત થયા પછી એક સુંદર સ્ત્રી થઈ ગયી.મહિષીએ મણીકંદન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.મણીકંદન બાળ બ્રહ્મચારી હતા.એટલે  થોડો સમય રાહ જોવા કહ્યું.કારણકે માતા માટે વાઘણનું દૂધ લેવા અંદર વનમાં જવું હતું. મહિષી રાહ જોવા તૈયાર હતી.જ્યા મહિષી રાહ જોઇ રહી હતી તે સ્થાન મલ્લિકા પુરૂથમ તરીકે આજે જાણીતું છે.આ તરફ મણીકંદન વનમાં જઇ વાઘણને કાબુમાં લઇ મહેલમાં વાઘણ પર બેસીને ગયા. રાજા રાજેશ્વરને રાણીના ષડયંત્રની જાણ થતાં સમજી ગયા કે આ સામાન્ય બાળક નથી.ત્યાર પછી મહેલમાં સૌ મણીકંદનને અય્યાને અન્નાને કહેવા લાગ્યા.જેના પરથી અયપ્પા નામ પડ્યું.અય્યા એટલે વિષ્ણુ અને અપ્પા એટલે શિવ.
 પોતાનું કાર્ય સંપૂર્ણ થયું છે જાણી અયપ્પા વનમાં ચાલ્યા ગયા.
રાજા રાજેશ્વરએ અયપ્પાનુ મંદિર બંધાવ્યું.આજનુ મંદિર ૮૦૦ વર્ષ જુનું છે.યાત્રાળુઓ મકરસંક્રાંતિ પર મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા ૧૮ પગથિયાં ચડીને જાય છે.આ પગથિયાં ૧૮ અધ્યાત્મ સૂચન કરે છે.પહેલા પાંચ પગથિયાં મનુષ્યની પાંચ ઇન્દ્રિયોનું પ્રતિક છે.પછીના આઠ પગથિયાં મનુષ્યની
ભાવનાઓનું પ્રતિક છે. પછીના ત્રણ પગથિયાં મનુષ્યના ગુણધર્મો અને છેલ્લા ૨ પગથિયાં જ્ઞાન અજ્ઞાનનુ પ્રતિક છે.

અયપ્પા મંદિરની બાજુમાં વાવર સ્વામીની જગ્યા છે. કહેવાય છે કે વાવર એક મુસ્લિમ સંત હતા જે અરબથી ભારત ધર્મના પ્રચાર માટે આવ્યા હતા. પોતે યોધ્ધા પણ હતા. અયપ્પા સાથે યુદ્ધમાં હારી ગયા પછી અયપ્પાના ભક્ત થયા.તેમની જૂની તલવાર તેમના સ્થાનકમાં મૂકવામાં આવી છે.આ સ્થાન હિન્દુ મુસ્લિમ એક્તાનુ પ્રતિક છે.
અન્ય મંદિરોની જેમ અયપ્પા મંદિર આખુ વર્ષ ખુલ્લું નથી રહેતું.મલયાલમ પંચાંગ પ્રમાણે દર મહિને પાંચ દિવસ ખોલવામાં આવે છે.દરેક જાતિ ધર્મના લોકો ત્યાં જઈ શકે છે.
શનીગ્રહની પીડામાંથી મુક્તિ મેળવવા યાત્રા કરાય છે.
શૈવ સંપ્રદાય,શક્તિસંપ્રદાય અને વિષ્ણુ સંપ્રદાયનો અપૂર્વ સંગમ જોવા મળે છે.કારણ કે ભક્તો રૂદ્રાક્ષની માળા પહેરે છે.
જપ,તપ અને નિયમો રાખે છે.બ્રહ્મચર્ય પાળે છે. આ ઉપાસના
ત્રણે સંપ્રદાયમાં જોવા મળે છે.સ્વામિયે અય્યપ્પાના નામનું સ્મરણ કરી યાત્રાળુઓ પર્વત ચઢે છે.
પ્રત્યેક ભક્ત એકબીજાને અય્યપ્પન કહીને સંબોધે છે.દરેક સમુહમાં એક ગુરુ હોય છે.ગુરૂ યાત્રા દરમ્યાન સતત શિષ્યોને
માર્ગદર્શન કરાવતા રહે છે."તત ત્વમ અસી."નો સંદેશ આપે છે.
તમારા હૈયાંનું કહ્યું માનો, તમારી જાતને ઓળખો,તમારૂં મહત્વ સમજો."
'મૂકંકરોતિ વાચાલં,પંગુ લંઘયતે ગિરી'
ઇશ્વર તરફની શ્રદ્ધા દુર્ગમ યાત્રા પાર કરાવે છે.




Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ