નવગુણજારા
ઓરિસ્સામાં પટચિત્રની પરંપરા કલાત્મક, સાંસ્કૃતિક અને સાંકેતિક અર્થ સાથે પરીપૂર્ણ છે.પૌરાણિક વાર્તાઓ અને લોકસાહિત્યને મૌખિક, શાબ્દિક અને પારંપારિક રીતે પટચિત્રમા ચિત્રિત કરવું એ ઓરિસ્સાની પરંપરાગત કળા છે.આ દ્રશ્ય કળા ઉચ્ચત્તમ પ્રતિકત્વ પ્રસ્તુત કરે છે.એવુ ધણું સાહિત્ય છે જે પટચિત્ર દ્વારા પૌરાણિક કથાઓમાં પ્રાણીઓના માધ્યમથી દર્શાવાયેલા છે. નવગુણજારા જે નવ અલગ અલગ પ્રાણીઓના રૂપમાંથી એકની રચના કરી છે તેનુ આ કપડાં પર બનાવેલ ચિત્ર છે.નવગુણજારા ઓરિસ્સાનું પ્રચલિત લોકકથા આધારિત પટચિત્ર છે. જે કલ્પનાના ક્ષેત્રથી દ્રશ્ય કળા દ્રારા રૂપાંકન કરી એક વિષયનુ વર્ણન કરે છે.ચિત્ર કે મૂર્તિ જેવી કળામાં અભિવ્યક્તિની એક મહત્તા હોય છે.કલા સર્જક અશાશ્વત હોય છે, પરંતુ કલા સૌંદર્ય અમૃત હોય છે. આપણા પૂર્વજો આવા દેવી દેવતાના ચિત્રોથી આપણને સમજાવા માંગે છે જે આપણી કુદરત પ્રત્યે જોવાની અને કુદરતને જાળવવાની સમજણશક્તિ આપે છે. પ્રકૃતિ તરફની સંવેદનાને હું પ્રાથમિકતા આપું છું એટલે મારા મતે આ ચિત્રનો વિષય પ્રકૃતિની જાળવણીનો સંદેશ આપે છે. આધ્યાત્...