નવગુણજારા
ઓરિસ્સામાં પટચિત્રની પરંપરા કલાત્મક, સાંસ્કૃતિક અને સાંકેતિક અર્થ સાથે પરીપૂર્ણ છે.પૌરાણિક
વાર્તાઓ અને લોકસાહિત્યને મૌખિક, શાબ્દિક અને પારંપારિક રીતે પટચિત્રમા ચિત્રિત કરવું એ
ઓરિસ્સાની પરંપરાગત કળા છે.આ દ્રશ્ય કળા ઉચ્ચત્તમ પ્રતિકત્વ પ્રસ્તુત કરે છે.એવુ ધણું સાહિત્ય છે
જે પટચિત્ર દ્વારા પૌરાણિક કથાઓમાં પ્રાણીઓના માધ્યમથી દર્શાવાયેલા છે.
નવગુણજારા જે નવ અલગ અલગ પ્રાણીઓના રૂપમાંથી એકની રચના કરી
છે તેનુ આ કપડાં પર બનાવેલ ચિત્ર છે.નવગુણજારા ઓરિસ્સાનું પ્રચલિત લોકકથા આધારિત પટચિત્ર છે.
જે કલ્પનાના ક્ષેત્રથી દ્રશ્ય કળા દ્રારા રૂપાંકન કરી એક વિષયનુ વર્ણન કરે છે.ચિત્ર કે મૂર્તિ
જેવી કળામાં અભિવ્યક્તિની એક મહત્તા હોય છે.કલા સર્જક અશાશ્વત હોય છે, પરંતુ કલા સૌંદર્ય અમૃત
હોય છે.
આપણા પૂર્વજો આવા દેવી દેવતાના ચિત્રોથી આપણને સમજાવા માંગે છે જે આપણી કુદરત પ્રત્યે જોવાની અને કુદરતને
જાળવવાની સમજણશક્તિ આપે છે.
પ્રકૃતિ તરફની સંવેદનાને હું પ્રાથમિકતા આપું છું એટલે મારા મતે આ ચિત્રનો વિષય પ્રકૃતિની જાળવણીનો સંદેશ આપે છે.
આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી વિચારીએ તો સત્યમ્ શિવમ્ સુંદરમ્ નો મારો મત છે.
બ્રહ્મનુ સૌંદર્ય તેના આધિભૌતિક સ્વરૂપ જગતના વિવિધ રૂપોમાં, ચાહે જીવસૃષ્ટિ હોય, વનસ્પતિ સૃષ્ટિ હોય,પશુપક્ષી, ફૂલો
ઈત્યાદિમાં પ્રગટ થાય છે.જે મનુષ્યને રસપ્લવિત કરી અલૌકિક આનંદની પ્રાપ્તિ કરાવે છે.મનુષ્યની બુદ્ધિ સીમીત છે પણ
સૃષ્ટિ સીમીત નથી.મનુષ્યની વિચારશક્તિ અને કલ્પના શક્તિ સિવાયના જીવ પણ આ સૃષ્ટિમાં હોય શકે.
હિન્દુ પૌરાણિક કથાઓ પ્રતિકવાદ અને રૂપકમાં સમૃદ્ધ છે.પૌરાણિક સાહિત્ય અને ગ્રંથ કાયમ માટે અજ્ઞાત વિજ્ઞાન અને
જ્ઞાનનું કેન્દ્ર રહ્યા છે.વેદો પર ધણું સંશોધન થયું છે.મૂર્તિઓ,કાવ્યાત્મક રચનાઓ અને પટચિત્રો દ્રારા અનેક લુપ્ત થતી જતી
લોકકથાઓને જ્ઞાન સાથે સમજાવી શકાય છે.
ઓરિસ્સાના આદિકવિ સરલાદાસા લિખિત ઉડિયા ભાષામાં લખાયેલી મહાભારતના મધ્ય પર્વમાં આ પૌરાણિક જીવનું વર્ણન મળે છે.પૂર્વભારતની munda tribesમા આ કથા પ્રચલિત છે.આ જીવ અન્ય કુદરતી પક્ષી સમાન કે એના પ્રતિક જેવું અથવા એ જ વંશ કે
કુટુંબ જેવું લાગે છે.
નવગુણજારાનું અદભૂત કાલ્પનિક ચિત્ર સર્વોચ્ચ જીવન શક્તિ પ્રકારના ગુણ બતાવે છે.
પ્રાણી અને પક્ષી, મનુષ્ય,દિવ્ય ભગવાનનુ સ્વરૂપ.નવ ગુણો નવ જીવ રૂપે માનવ શરીરમાં છે.
જેમાં માથુ મરઘાનું છે,ગળુ મોર જેવું,કમરનો ભાગ સિંહ જેવોછે, ખૂંધનો ભાગ બળદ જેવો છે.
સાપ જેવી પૂંછડી છે.ત્રણ પગ પર આ જીવ ઉભું છે. એમનો એક પગ હાથીનો,એક વાઘનો અને
એક પગ હરણ જેવો છે ચોથા પગને હાથની જેમ ઊંચો રાખી હાથમાં કમળનુંફૂ છે.એક સ્ત્રીનો હાથ
હોય એવું લાગે છે કારણકે હાથમાં બંગડીઓ અને અન્ય દાગીના પહેરેલા છે તો બે પગમાં ઝાંઝર કે
પગમાં પહેરવાના કડા જેવું ઘરેણું છે.એટલે સ્ત્રીનું પણ સ્વરૂપ હોય એવું લાગે છે.હાથમાં કમળનું ફૂલ
હોવાથી વિષ્ણુ સ્વરૂપ દર્શાવે છે.
જગન્નાથપુરી મંદિરની ઉત્તર દિશામાં નવગુણજારાનું ચિત્ર જોવા મળે છે.શિખર પર નીલચક્રમા આઠ નવગુણજારા
અને નવમી ધજા તરીકે નવગુણજારા જોવા મળે છે.ધ્વજા એ કમળ વાળા હાથનું રૂપ છે.
જગન્નાથપુરી મંદિરમાં નવગુણજારાનું મહત્વ છે જે સરલાદાસાના મહાભારતમાં વાંચવા મળે છે.
આ નવગુણજારા સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.જો કે અન્ય મહાભારતમાં આનું વર્ણન નથી મળતું.
એકવાર અર્જુન મણિભદ્ર પર્વત પર તપ કરી રહ્યો હતો ત્યારે નવગુણજારા સ્વરૂપ તેની સમક્ષ પ્રગટ થયું.આ સ્વરૂપ જોઈ અર્જુન પહેલા મોહિત થઇ ગયો પણ પછી એવું વિચિત્ર પ્રાણી જોઈ બાણવીરનો સ્વભાવ એટલે આ જીવ તરફ બાણ તૈયાર કર્યું. પણ આગળના પગ પર કમળના પુષ્પ પર ધ્યાન જતા શ્રીકૃષ્ણનુ જ્ઞાન થયું.અને બાણ નીચે મૂકી ભગવાનને બે હાથ જોડી પ્રણામ કરે છે.
કૃષ્ણ બ્રહ્મ તરીકે પ્રગટ થયા. અન્ય કથા પ્રમાણે મહાભારતના કાળમાં ભારતવર્ષના આસામ, મણિપૂર, ઓરિસ્સામાં નાગાજાતિ વસ્તી હતી. આ પ્રજા સાપ અને નાગની પૂજા કરતી એટલે નાગાજાતી કહેવાતી.ઇન્દ્રપ્રસ્થ નગરી વસાવવા અર્જુને ત્યાં ખાાંડવપ્રસ્થવનમા રહેતા વન્યજીવોને અગ્નિદેવને હોમવાનું શરૂ કર્યું ત્યારે પશુપક્ષીઓ શ્રીકૃષ્ણના શરણે ગયા.આ હિંસા રોકવા શ્રીકૃષ્ણે નવગુણજારા નું રૂપ ધરી અર્જુનને વિનાશનુ કાર્ય ન કરવા કહ્યું. આ કારણે પણ પૂર્વભારતમાંઆ કથા પ્રચલિત છે એવું માની શકાય. આ પૌરાણીક કથા આધ્યાત્મિક મહત્વની સાથે પર્યાવરણ ચેતનાને જોડે છે.
આ સ્વરૂપ અદ્રિતીય લાગે છે એટલે અવતાર ન કહી શકાય. ગીતાના ૧૦અને૧૧મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને પોતાનુ વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું એ જ સ્વરૂપ છે એ પણ માન્યતા પ્રચલિત છે.અર્જુન વિસ્મયથી વ્યાપ્ત થતાં રોમાંચિત થઈ મસ્તક વડે પ્રણામ કરી હાથ જોડીને શ્રીકૃષ્ણને પૂછે છે કે તમારૂ સાચું સ્વરૂપ સમજાવો.શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી સમગ્ર સૃષ્ટિ પોતાનામાં સમાયેલી છે એવું વિશ્વરૂપ દર્શન કરાવે છે.શ્રીકૃષ્ણ કહેછે કે ધોડાઓમા અમૃતથી ઉત્પન્ન થયેલો ઉચ્ચે:શ્ર્વા, હાથીઓમાં ઐરાવત, મનુષ્યોમાં રાજા, આયુધોમા વજ્ર, ગાયોમાં કામધેનુ, સંતાન ઉત્પન્ન કરનાર કામદેવ,સર્પોમા વાસુકી,નાગોમાં અનંત,જળ પ્રાણીઓમાં વરૂણ,પિતૃઓમા અર્યમા,વશ કરનારમાં યમ, દૈત્યોમા પ્રહલાદ, ગણતરીમાં કાળ, પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરૂડ.સૃષ્ટિનો, આદિ મધ્ય અને અંત હું છું.આમા ભગવાને નવ જીવમા નવ રૂપ ધારણ કર્યા છે જેમાં ઘોડો,હાથી,ગાય, વાઘ સિંહ,સાપ. મનુષ્યરૂપે હાથમાં કમળ છે એ કામદેવ અને કંદર્પ નું રૂપ છે.પણ હાથમાં પગમાં દાગીના પહેરેલા છે જેમાં હાથ સ્ત્રીનો છે.આ શક્તિનુ રૂપ છે તો સાથે સાપ કુંડલીની શક્તિ તરીકે બતાવ્યો છે.
નવગુણજારાના ત્રણ પગ સ્તવ,રજ,તમો એમ ત્રણ ગુણો દર્શાવે છે.આ ત્રણ પગ વામન અવતારમાં સમગ્ર બ્રહ્માંડમાં પોતાનામાં છે એના ત્રિવિક્રમ અવતારનુ વર્ણન કરે છે.જો કે નવગુણજારાનો ઉલ્લેખ ગીતામાં નથી.એટલે આ કાલ્પનિક ચિત્ર છે જે જીવ,જગત આને ઇશ્વરનુ જ્ઞાન આપે છે.
ઓરિસ્સામાં ગંજીફાના કાર્ડમાં નવગુણજારાની આકૃતિ જોવા મળેછે.જેમાં king કાર્ડ નવગુણજારાનુ અને મંત્રીના કાર્ડ અર્જુન કહેવાય છે.આ કાર્ડ આઠ-રંગી-સારા કહેવાય છે.
પરમાત્મા સ્વયંથી સમસ્ત પ્રાણીઓના રૂપે પ્રગટ થાય છે.જે મોક્ષાર્થી આ સત્યને આત્મસાત કરે છે તે દરેક પ્રાણીઓમાં પોતાની આત્મા જોય છે.
સત્ય એક છે,જેને બુદ્ધિમાન વિભિન્ન નામથી ઉચ્ચારે છે.




Comments
Post a Comment