ગરવી ગુજરાતના રાસ ગરબા
મનુષ્ય સમુહમાં જીવે છે અને સમુહમાં પોતાની લાગણીઓ અને આનંદ આસપાસમાં વ્યક્ત કરી શકે છે અને માણી શકે છે.આ આનંદને કળાઓ દ્વારા પણ વ્યક્ત કરી શકે છે. કળાઓના ઘણા પ્રકાર છે.જેમા નૃત્ય કળા સાથે ચહેરાના હાવભાવ અને મુદ્રાઓ દ્વારા અભિવ્યક્તી કરી શકાય છે.સામુહિક નૃત્ય પણ આમાંથી એક પ્રકાર છે.નૃત્ય કળા દ્વારા સામુહિક આનંદ અભિવ્યક્ત કરવો એટલે સામુહિક નૃત્ય.આ નૃત્ય ધાર્મિક અને સામાજિક પણ હોય શકે છે. હ્રદયના આનંદને નૃત્ય વાચા આપે છે. લોક કથા,લોક ગીતો અને પૌરાણિક વાર્તાઓ હાવભાવ સાથે નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે. સ્ત્રીઓ ગોળાકારે ફરી,તાળી અને હાથના હિલ્લોળ સાથે,લય બદ્ધ અને તાલ બદ્ધ થાય તે ગુજરાતનું સાાાંસ્કૃતિક રાસ_ગરબાનુ નૃત્ય.આ સિવાયના પણ અન્ય લોક નૃત્ય હોય છે પણ અમુક પ્રદેશોમાં જાવા મળે. સૌરાષ્ટ્રના લોક નૃત્ય રાસ ગરબાનું આદિ સ્થાન મહાદેવના નટરાજ સ્વરૂપ સાથે જોડાયેલ છે. નાટ્ય શાસ્ત્રના પ્રણેતા ભરતમુનીના નાટ્ય શાસ્ત્રમાં ૨૪ મુદ્રાઓનુ વર્ણન છે જે નૃત્ય અને રંગમંચ સાથે જોડાયેલ છે.તેમા મુખ્ય લાસ્ય અને તાંડવ છે.શિવજીએ તાંડવ નૃત્ય કર્યું અને સમાંતરમા પાર્વતીજીએ લાસ્ય નૃત્ય કર્યું.'લાસ્ય'નો અર...