શિવરાત્રી અને મહાશિવરાત્રી
ધાર્મિક તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબં છે.ભારતીયો ધાર્મિક તહેવારો આનંદ ઉલ્લાસ સાથે તો ઉજવે છે પણ વ્રત,તપ, આરાધના પણ શ્રદ્ધાથી કરે છે.ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ, હોળી કે દિવાળી ભારતીય પ્રજા ઉમંગભેર તહેવારો ઉજવવામાં પાછી નથી પડતાં.ભારતીય પ્રજાની ભરપૂર શ્રદ્ધા તહેવારોના દિવસોમાં વાતાવરણમાં ઉત્સાહ ભરી દે છે.તહેવારો સંજીવની બુટ્ટી સમાન છે. ભારતમાં વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો ઉજવાતા હોય છે.મકર સંક્રાંતિ પછી મહાશિવરાત્રીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાય છે મહાશિવરાત્રીનો તહેવાર શિયાળાની ઋતુની સમાપ્તિ અને ઉનાળાની ઋતુનું આગમન દર્શાવે છે. શિવ એટલે પ્રકાશ આપનાર, જ્ઞાન આપનાર.શિવજી,ભોલેનાથ, ભોલે શંકર, મહાદેવ, પશુપતિનાથ, વિશ્વનાથ એમ અનેક નામોથી ભગવાન શિવજીની આરાધના થાય છે. વેદોમાં ભગવાનને નિરાકાર કહ્યા છે ને પુરાણોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ વર્ણન મળે છે.ભગવાન શિવને સંહારક અને નવનિર્માણ કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવજીની ઉપાસના રોજ થાય છે.સોમવાર, સોમવતી અમાસ,શ્રાવણ માસ,માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રીના દિવસે વિધીવત ઉપાસના થાય છે. માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રી કૃષ્ણ પ...