નવરાત્રિ અને માતાજીના વાહનનું મહત્વ
વર્ષ દરમિયાન ચાર નવરાત્રી હોય છે.ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે.ચૈત્ર માસમાં નવ દિવસ ના પર્વમાં નવમા દિવસે રામનવમી હોય છે અને આસો માસની નવરાત્રિમાં દસમે દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ બંને તહેવારો ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.નવરાત્રિમાં નવ દિવસમાં આધશક્તિ દેવી દુર્ગાની પૂજા આરાધના થાય છે. સમગ્ર દેશમાં આસ્થા અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળે છે.માતાજીના વિવિધ શૃંગારના અને નવ રૂપોના દર્શનનો અવસર મળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના તેજથી માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું.દુર્ગમ નામના દાનવનો સંહાર કરી સંસારની રક્ષા કરી જેથી માતા દુર્ગા તરીકે પૂજાય છે.શુક્લ પક્ષની અષ્ટમીએ દેવી દુર્ગાની ઉત્પત્તિ થઈ હતી એટલે નવરાત્રિમાં મહા અષ્ટમીનુ ખાસ મહત્વ છે. માહ માસમાં માહી નોરતા અને આષાઢ માસમાં આષાઢી નોરતા ગુપ્ત નવરાત્રિ કહેવાય છે.ગુપ્ત નવરાત્રિમાં તંત્ર મંત્રની સાધના થાય છે.આ નવ દિવસમાં દસ મહાવિદ્યાની સાધના કરવામા આવે છે.ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજીની આરાધના અને અનુષ્ઠાન સાંસારિક...