Posts

Showing posts from August, 2023

શ્રાવણ માસમાં શિવલિંગ બનાવીને સ્થાપના કરવાનું મહત્વ અને સાર્થકતા

Image
  શિવનો અર્થ શુભ આને કલ્યાણકારી.  લિંગનો અર્થ જ્યોતિ પિંડ.  શિવલિંગ બ્રહ્માંડના આકારનું પ્રતિનિધિત્વ કરે છે.બે પ્રકારના શિવલિંગ હોય છે.ઉલ્કા પિંડ જેવા આકારનું કાળા રંગનું જે જ્યોતિર્લિંગ કહેવાય છે. બીજું માનવ દ્વારા નિર્મિત પારાનું શિવલિંગ જે પારદ શિવલિંગ કહેવાય છે. શિવલિંગના ૬ પ્રકાર છે. દેવલિગ દેવતાઓ દ્વારા સ્થાપિત આસુર લિંગ અસુરો દ્વારા સ્થાપિત.દેવતાઓ સાથે વેર રાખવાવાળા આસુર પણ શિવ ભક્તો હોય છે. અર્શ લિંગ અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત પુરાણ લિંગ.પૌરાણિક કાળમાં સ્થાપિત મનુષ્ય લિંગ પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં રાજા મહારાજાઓ,અમીરો, મહાપુરુષો દ્વારા સ્થાપિત સ્વયંભૂ લિંગ.શિવજી શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા એવા શિવલિંગ ભારતમાં છે. વરદાન સ્વરૂપ લિંગ હોય છે. શ્રાવણ માસમાં ભક્તજનો શિવના પ્રતિક રૂપે શ્રદ્ધાનુસાર ભિન્ન ભિન્ન રીતે શિવલિંગ બનાવી આરાધના કરે છે.ભગવાન શ્રીરામચંદ્રજીએ વિશેષ પ્રકારની રેતીમાંથી શિવલિંગ બનાવીને સ્થાપના કરી હતી.જે રામેશ્વર જયોર્તિલિંગ કહેવાય છે. પાર્થિવ શિવલિંગ પૂજનનું મહત્વ છે.કારણ કે પાર્થિવ એટલે પૃથ્વી તત્વ.ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગ સ્થાપિત કરી સહસ્ત્ર ક...