શ્રાવણ માસમાં શિવલિંગ બનાવીને સ્થાપના કરવાનું મહત્વ અને સાર્થકતા


 શિવનો અર્થ શુભ આને કલ્યાણકારી. લિંગનો અર્થ જ્યોતિ પિંડ.  શિવલિંગ બ્રહ્માંડના આકારનું પ્રતિનિધિત્વ કરે છે.બે પ્રકારના શિવલિંગ હોય છે.ઉલ્કા પિંડ જેવા આકારનું કાળા રંગનું જે જ્યોતિર્લિંગ કહેવાય છે.

બીજું માનવ દ્વારા નિર્મિત પારાનું શિવલિંગ જે પારદ શિવલિંગ કહેવાય છે.

શિવલિંગના ૬ પ્રકાર છે.

દેવલિગ દેવતાઓ દ્વારા સ્થાપિત

આસુર લિંગ અસુરો દ્વારા સ્થાપિત.દેવતાઓ સાથે વેર રાખવાવાળા આસુર પણ શિવ ભક્તો હોય છે.

અર્શ લિંગ અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત

પુરાણ લિંગ.પૌરાણિક કાળમાં સ્થાપિત

મનુષ્ય લિંગ પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં રાજા મહારાજાઓ,અમીરો, મહાપુરુષો દ્વારા સ્થાપિત

સ્વયંભૂ લિંગ.શિવજી શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા એવા શિવલિંગ ભારતમાં છે. વરદાન સ્વરૂપ લિંગ હોય છે.

શ્રાવણ માસમાં ભક્તજનો શિવના પ્રતિક રૂપે શ્રદ્ધાનુસાર

ભિન્ન ભિન્ન રીતે શિવલિંગ બનાવી આરાધના કરે છે.ભગવાન શ્રીરામચંદ્રજીએ વિશેષ પ્રકારની રેતીમાંથી શિવલિંગ બનાવીને સ્થાપના કરી હતી.જે રામેશ્વર જયોર્તિલિંગ કહેવાય છે.

પાર્થિવ શિવલિંગ પૂજનનું મહત્વ છે.કારણ કે પાર્થિવ એટલે પૃથ્વી તત્વ.ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગ સ્થાપિત કરી સહસ્ત્ર કમળ અર્પણ કર્યા હતા.સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું.બાણાસૂર નામના શિવ ભક્તએ માટીના શિવલિંગ સ્થાપિત કરી આરાધના કરી હતી.એટલે બાણ લિંગ કહેવાય છે.

પારદ શિવલિંગ.ઘર અને વ્યવસાયના સ્થળે પારદ શિવલિંગ રાખવામાં આવે છે.સુખ શાંતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.



શાસ્ત્રોમાં પારદ શિવલિંગની આરાધના કરવાનું ખાસ મહત્વ વર્ણન કરવામાં આવ્યું છે.

ધાતુના શિવલિંગને નિયમિત રૂપે જળ અભિષેક કરાય તો દુશ્મનોનો નાશ થાય છે.પીત્તળના શિવલિંગને અભિષેક કરવાથી સંસારના તમામ સુખ પ્રાપ્ત થાય છે.સોનાના શિવલિંગને અભિષેક કરવાથી લાંબા આયુષ્ય, ધન લાભ થાય છે.રત્નોના શિવલિંગના અભિષેકથી સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે.મોતીના શિવલિંગની આરાધના કરવાથી અસાધ્ય રોગમાંથી મુક્તિ મળે છે.



ગ્રહ નડતર નિવારણ માટે રૂબીના શિવલિંગથીની પૂજા કરવી. મોતીના શિવલિંગ સુખ શાંતિ તથા આનંદ આપે છે.



 મૂંગાના શિવલિંગથી મંગળ ગ્રહની શાંતિ, પન્નાથી બુધ ગ્રહ શાંતિ થાય છે.પુખરાજના શિવલિંગથી પરિણીત જીવન સુખમય બને છે.,

મિશ્રી શિવલિંગ. મિશ્રીના શિવલિંગ રોગ પીડાનો નાશ કરે છે.

મિશ્રી શિવલિંગ મધ અને મિશ્રી ભેળવીને બનાવી શકાય છે.

જવ અને ચોખાના શિવલિંગ.પારિવારીક સમૃદ્ધિ, સંતાન સુખ અને દાંપત્ય સુખ મળે છે.અનાજના શિવલિંગ બનાવવામાં સમય વધુ લાગે છે.જવનો લોટ સાથે ચોખાનો લોટ મિક્સ કરી અને મધ સાકર ઉમેરી શિવલિંગ બનાવીને સ્થાપના કરી શકાય છે.

ભસ્મ શિવલિંગ.અઘોરી સંપ્રદાયમાં સ્થાપિત કરવામાં આવે છે.

ગોળના શિવલિંગ.અન્નમા ગોળના મિશ્રણથી બનાવામાં આવે છે.કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે.ગોળ સાથે શેરડીનો રસ મિક્સ કરી શિવલિંગનો આકાર આપીને સ્થાપના કરી શકાય છે.

ફળ ફૂલના શિવલિંગ.ભૂમિ ભવનની સમસ્યા દૂર થાય છે.ઘરમા અન્ન વસ્ત્રોની બરકત રહે છે.

સોનાનું શિવલિંગ.સુખ સમૃદ્ધિ મળે છે.

દહીંના શિવલિંગ.ધન સંપત્તિ આપે છે.દહીને એક મલમલના કપડાંમાં રાખી પાણી નીતારી લેવું.જેમ મઠો બનાવે છે એ રીતે.મધ અથવા બુરું ખાંડ મેળવી શિવલિંગનો આકાર કરી શકાય છે.યક્ષ લિંગ પણ કહેવામાં આવે છે.

પાર્થિવ શિવલિંગ.

પાર્થિવ શિવલિંગ બનાવવા માટે પવિત્ર નદી તળાવ અથવા બિલી વૃક્ષની માટીનો જ ઉપયોગ કરવામાં આવે છે.આ માટીમાં દૂધ ઉમેરી શુદ્ધ કરવું.ગોળ,ગોબર,રાખ,માખણ સાથે ગંગાજળ ઉમેરી શિવલિંગનો આકાર આપીને મોટી થાળીમાં સ્થાપના કરવી.પાર્થિલ શિવલિંગ બાર આંગળથી વધુ બનાવવું નહીં.

પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવી.માતા પાર્વતી, શ્રી વિષ્ણુ ભગવાન અને નવગ્રહનુ આહ્વાન કરવું.અક્ષત,બિલી પત્ર,ધતુરા,ફૂલધૂપ,અત્તર અર્પણ કરવા.શિવ જાપ,શિવ ચાલીસા,કરવા.શિવ આરતી કરવી.

બીજા દિવસે પવિત્ર નદીમાં શિવલિંગ પ્રવાહિત કરવું.

આર્થિક તંગીમાથી મુક્તિ,અકાળ મૃત્યુ,સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

શિવલિંગ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ સ્થાપિત કરવું.

દક્ષિણ દિશામાં બેસી પૂજન કરવું નહીં.

ભગવાન શિવજી સર્વત્ર છે.આપણે ઘરમાં સ્થાપિત કરીએ ત્યારે શિવલિંગ ઇશ્વર સ્વરૂપ હોય છે.શિવજી આપણી ભક્તિથી ખૂશ થાય છે અને સ્થાપિત શિવલિંગમાં નિવાસ કરે છે.

શ્રદ્ધા પૂર્વક સાધારણ પૂજા કરીને શિવજીને પ્રસન્ન કરી શકાય છે.



ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् ।

जन्मजदुःखविनाशकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥१॥देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहं करुणाकरलिङ्गम् ।

रावणदर्पविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥२॥


सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् ।

सिद्धसुरासुरवन्दितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥३॥


कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् ।

दक्षसुयज्ञविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥४॥


कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गम् ।

सञ्चितपापविनाशनलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥५॥


देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् ।

दिनकरकोटिप्रभाकरलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥६॥


अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् ।

अष्टदरिद्रविनाशितलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥७॥


सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् ।

परात्परं परमात्मकलिङ्गं तत् प्रणमामि सदाशिवलिङ्गम् ॥८॥


लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ।

शिवलोकमवाप्नोति शिवेन सह मोदते॥







Comments