Posts

Showing posts from September, 2019

દુર્ગાપૂજા ઉત્સવનો ઈતિહાસ અને શરુઆત

Image
ખલિલ જીબ્રાને કહ્યું છે,'દરેક ઘરમાં ઇશ્વરે પોતાની જગ્યા પૂરવા માનું સર્જન કર્યું છે.' માનાં અનેક સ્વરૂપો છે.મા દુર્ગા,મા લક્ષ્મી,મા સરસ્વતી.શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ કરે છે.શક્તિનો ક્યારેય નાશ નથી થતો.આ જગતની નારીમાં શક્તિ સ્વરુપ અલગ અલગ રીતે જોવા મળે છે.આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓ કરતા દેવીમાતાને અધિક મહત્વ અપાય છે.આ દેવીપૂજામાં દુર્ગાશક્તિનુ મહાત્મય વધુ છે.કારણકે દુર્ગાશક્તિની ઉપાસના કરીને સંસારની સમગ્ર શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.દુર્ગાપૂજાના રુપે આપણે સમસ્ત સ્ત્રી શક્તિની ઉપાસના કરતા હોઇએ છે. દુર્ગાપૂજાનુ ફક્ત ધાર્મિક જ મહત્વ નથી..આધ્યાત્મિક,સાંસ્કૃતિક અને સાંસારિક મહત્વ પણ છે.દરેક પર્વનું મહત્વ છે.જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવનાર પર્વો નવી ઉર્જાનો સંચાર કરે છે.દુર્ગાપૂજા આવો જ શક્તિ પ્રદાન કરતો તહેવાર છે. દુર્ગા એટલે દુર્ગતિને પાર કરનારી શક્તિ.આપણુ શરીર દુર્ગ છે અને એમાં અમોધ શક્તિ છુપાયેલી છે જેની ક્યારેક આપણને જ ખબર નથી હોતી અને બીનજરુરીય પ્રવૃતિમાં ખર્ચી નાંખીએ છે.સ્વસ્થ શરીર સ્વસ્થ મગજ શક્તિ આપે છે. સારા કાર્યો કરવાની બુદ્ધિ આપે છે.જેવી રીતે દેવી દુર્ગાએ બ્ર...

પિતૃપક્ષ શ્રાદ્ધ

Image
                                                     શાસ્ત્રો અનુસાર માનવીના મૃત્યુ પછી  એનુ શરીર જે સ્થુળ શરીર કહેવાય છે જે અંતયેષ્ટી કરીને બાળી દેવાય છે.આ કાર્યથી જીવાત્માને સ્થુળ શરીરથી મુક્તિ મળી જાય છે.પણ લીંગ શરીર જે સૂક્ષ્મ શરીર હોય છે,જેને ગતિ કરવા માધ્યમ જરુરી છે.મુક્ત શરીર સ્મશાનમાં પ્રેતાત્મા રુપે અતૃત્પ રહે છે કારણકે આ પ્રેતાત્મને શરીર નથી હોતું . મત્યુ પછી સ્વજનો દ્રારા કરતા ક્રિયાકરમ જીવને શાંતિ અને મુક્તિ આપે છે. સ્થુળ અને સુક્ષ્મ શરીરમાંથી મુક્ત થઇ પિતૃલોક તરફ ગતિ કરે છે.ત્યાર પછી દર વરસે શ્રાદ્ધ કરીને પૂર્વજોને યાદ કરાય છે. હિંદુ ધર્મ પ્રમાણે ત્રણ પ્રકારના ૠણહોય છે.દેવ ૠણ,ૠષિૠણ અને પિતૃૠણ.પિતૃૠણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે આ સમય દરમ્યાન દેવો પોઢીજાય છે,અને પિતૃઓને દેવ...