પિતૃપક્ષ શ્રાદ્ધ

                                                    


શાસ્ત્રો અનુસાર માનવીના મૃત્યુ પછી  એનુ શરીર જે સ્થુળ શરીર કહેવાય છે જે અંતયેષ્ટી કરીને બાળી દેવાય છે.આ કાર્યથી જીવાત્માને સ્થુળ શરીરથી મુક્તિ મળી જાય છે.પણ લીંગ શરીર જે સૂક્ષ્મ શરીર હોય છે,જેને ગતિ કરવા માધ્યમ જરુરી છે.મુક્ત શરીર સ્મશાનમાં પ્રેતાત્મા રુપે અતૃત્પ રહે છે કારણકે આ પ્રેતાત્મને શરીર નથી હોતું . મત્યુ પછી સ્વજનો દ્રારા કરતા ક્રિયાકરમ જીવને શાંતિ અને મુક્તિ આપે છે.
સ્થુળ અને સુક્ષ્મ શરીરમાંથી મુક્ત થઇ પિતૃલોક તરફ ગતિ કરે છે.ત્યાર પછી દર વરસે શ્રાદ્ધ કરીને પૂર્વજોને યાદ કરાય છે.
હિંદુ ધર્મ પ્રમાણે ત્રણ પ્રકારના ૠણહોય છે.દેવ ૠણ,ૠષિૠણ અને પિતૃૠણ.પિતૃૠણમાંથી મુક્ત થવા શ્રાદ્ધ કરવામાં આવે છે.
એક માન્યતા પ્રમાણે આ સમય દરમ્યાન દેવો પોઢીજાય છે,અને પિતૃઓને દેવો તરફથી કાઇં જ પ્રાપ્ત થતુ નથી.અને ભૂખ તરસથી અસુખ પિતૃદેવો પૃથ્વી તરફ પોતાના કુંટુબીઓ પાસે આવે છે.અને અન્નભોજન કરાવીને તેમને તૃપ્ત કરાય છે.

હિંદુ પંચાગ પ્રમાણે ભાદરવાસુદ પૂનમથી કરીને અમાસ સુધીના પંદર દિવસ પિતૃપક્ષમાં કહેવાય છે.
આ દિવસો સારા શુભ કામકાજનો આરંભ કરવા માટે અશુભ ગણાય છે.જેમ કે સંપત્તિની ખરીદારી,લગ્ન વિવાહ .
પિતૃ એટલે આપણા પૂર્વજ.પક્ષ એટલે પંદર દિવસ. સંસ્કૃતમાં પક્ષ એટલે પંખીની પાંખો.એક મહીનાના પંદર દિવસમાં બે ભાગ એટલે બે પક્ષ. શુક્લ પક્ષ  અને કૃષ્ણ પક્ષ.
આ ભાદરવામાસના કૃષ્ણપક્ષ એટલે પૂર્વજોના દિવસો,મહાલય શ્રાદ્ધ.
મૃત્યુના દેવ યમરાજે પુરાણોમાં પિતૃપક્ષનુ વર્ણન કર્યુ છે.અગ્નિપુરાણ,ગરુડપુરાણ,મત્સય પુરાણમાં શ્રાદ્વવિધીનું વર્ણન મળે છે.
ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારના શ્રાદ્ધનું વર્ણન છે.નિત્ય,નૈમિત્તિક,કામ્ય,વૃદ્ધિ,સપિણ્ડન,પાર્વણ,ગોષ્ઠી,શુદ્ધયર્થ,કર્માગ,દૈવિક અને પુષ્ટયર્થ.
શ્રાદ્ધવિધી માટે શુભ સ્થળ ઉજ્જૈનની શિપ્રા નદીનુ  વર્ણન શાસ્ત્રોમાં મળે છે.
ભગવાન રામચંદ્રજીએ શિપ્રાનદી કીનારે પિતા દશરથરાજાની તર્પણ વિધી કરી હતી .આ સ્થળ રામધાટ કહેવાય છે.બિહાર પાસે ગયા શ્રાદ્ધનુ મહત્વ છે..મહાભારતના અનુશાસન પર્વમાં ભિષ્મપિતામહે યુધિષ્ઠિરને શ્રાદ્ધનું વર્ણન કર્યાનો ઉલ્લેખ મળે છે.મહાતપસ્વી અત્રિમુનિએ મહર્ષિ નિમીને શ્રાદ્ધનો ઉપદેશ આપ્યો હતો.બ્રાહ્મણોને ધરે ભોજન કરાવી દાન દક્ષિણા આપવામાં આવે છે. બ્રાહ્મણના આર્શીવાદથી પૂર્વજને મોક્ષ મળે છે. કાગડાઓને વાસ ખવડાવાય છે.તેનુ કારણ છે કે ભાદરવા મહીનામાં કાગડઓને બચ્ચા આવે છે.નાના બચ્ચાઓને કાગવાસ થકી પોષણ મળે છે.એક માન્યતા મુજબ કાગડા યમરાજના દૂત હોય છે.વાસ આરોગી પિતૃની શાંતી માટે યમરાજને વિનંતી કરે છે.
વૈજ્ઞાનિક કારણ પ્રમાણે વરસાદ પછી ભાદરવામાસમાં તડકા પડે છે.પિત્તનુ પ્રમાણ શરીરમાં વધે છે.તેના શમન માટે ખીર અને દૂધપાકનો આહાર બનાવી ખવાય છે.
આ પંદર દીવસ આપણા પૂર્વજોને યાદ કરવાનો સ્મરણોત્સવ કહી શકાય.


Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ