હનુમાનજીના ૧૨ નામનું મહત્વ
ભગવાન શિવજીના રુદ્ર અવતાર હનુમાનજી કળીયુગમાં પ્રભાવશાળી અને ચિરંજીવી દેવ કહેવાય છે.ભગવાન શ્રીરામચંદ્ર ના આશીર્વાદથી ભક્તોના દુઃખ હર્તા શ્રીહનુમાનજી ઉચ્ચ ભક્તિ નું પ્રતિક છે.શ્રી હનુમાનજી સર્વોત્કૃષ્ટ તત્વમય છે કારણ કે દરેક ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે.આ ગુણોને કારણે શક્તિ અને બળ પ્રદાન કરનાર દેવ છે.શ્રીહનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિના આશિષ માતા સીતાએ આપ્યા છે. સિદ્ધ નવ નિધિ શક્તિ માતા જ આપી શકે.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા. ભારતભરમાં દરેક સ્થળે શ્રીહનુમાનજીના મંદિર છે અને હનુમાન ચાલીસા શ્રદ્ધાથી કરવામાં આવે છે.મંગળવાર અને શનીવારે અનેક સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ સમુહમાં કરવામાં આવે છે.સાથે હનુમાન અષ્ટક સ્તોત્રનો અને બજરંગ બાણની સ્તુતિ થાય છે.શ્રીહનુમાનજીનુ મહાત્મ્ય ઘણું મોટું છે. શાસ્ત્રો અનુસાર કળીયુગમાં જીવંત દેવ હનુમાનજી મહાકાવ્ય રામાયણમાં રામ ભક્ત અને મહાભારતના યુધ્ધમાં અર્જુનનાં રથ પર બિરાજમાન દેખાય છે. શ્રીહનુમાનજીના ૧૨ નામ તેમના ગુણગાન અને કાર્યને વ્યક્ત કરે છે.સવારે ઉઠતાં જ આ નામો...