નવ ગ્રહ અને ભગવાન વિષ્ણુના નવ અવતાર

 


ઋષિ પરાશર ભારતીય ઋષિ પરંપરાના મહાન ઋષિ હતા.પોતાના તપોબળથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી.મહાભારતના રચયિતા વેદવ્યાસના પિતા ઋષિ પરાશરે અનેક ગ્રંથોની રચના કરી છે.મહત્વપૂર્ણ ગ્રંથોમાં બૃહત પરાશર હોરા શાસ્ત્ર છે જે આજે પણ જ્યોતિષ જગતમાં ઉપયોગી છે.

ग्रहाधिनं जगत्सर्वं ग्रहाधिना: नरावरा: | कालज्ञानं ग्रहाधिनं ग्रहा: कर्मफ़लप्रदा: ||

ગ્રહોને આધીન જ આ આખો સંપૂર્ણ સંસાર છે. ગ્રહોને આધીન જ સર્વ શ્રેષ્ઠ મનુષ્યો હોય છે. કાળ નું જ્ઞાન તથા ફળ આપનાર ગ્રહો જ હોય છે._બ્રહસ્પતિ સંહિતા.

જ્યોતિષ શાસ્ત્રના માર્ગદર્શન દ્રારા શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.

 બૃહત હોરા શાસ્ત્રમાં નવ ગ્રહોનું વર્ણન ભગવાન વિષ્ણુના નવ અવતાર સાથે કર્યું છે.

સુર્ય. રામ અવતાર.

ત્રેતાયુગમાં શ્રી રામચંદ્રજીએ એક આદર્શ રાજા તરકે રામ રાજ્ય ની સ્થાપના કરી હતી.રામાયણ ગ્રંથમાં મર્યાદા પુરુષોત્તમ રામ થયા.રાવણનો વધ કરનાર શ્રીરામનો અર્થ પ્રકાશ આપનાર છે.શ્રીરામની ભક્તિ અંતર મનમાં પ્રાણ સીંચે છે.માનસિક આને શારીરિક ઉર્જા પ્રાપ્ત કરવા સુર્યની આરાધના કરી શકાય છે.

અગસ્ત્ય ઋષિએ આદિત્ય હ્રદય સ્તોત્ર શ્રીરામચંદ્રજીને રાવણ સાથેના યુધ્ધમાં વિજય મેળવવા કહ્યું હતું.શ્રીરામચંદ્રજીની આરાધનાથી સુર્યગ્રહની કૃપા પ્રાપ્ત થાય છે.

આપણે રોજ સુર્ય જોઇ શકીએ છીએ.સુર્ય નારાયણ તરીકે પૂજાય છે.આત્મનો કારક સુર્ય છે. ગાયત્રી મંત્ર અને આદિત્ય હ્રદય સ્તોત્રથી  સુર્ય પૂજા કરાય છે.સુર્યના કિરણોની અસર તમામ જીવો પર થાય છે.સુર્ય પ્રકાશ વિટામિન ડી આપે છે.પૃથ્વીની નજીકનો ગ્રહ સુર્ય છે.યોગશાસ્ત્ર સુર્ય નમસ્કાર શીખવે છે.

ચંદ્ર.કૃષ્ણ અવતાર.

રોહિણી નક્ષત્રમાં જન્મ અને  ચંદ્ર રાશી વૃષભ.શ્રીકૃષ્ણની ભક્તિ રોજીંદા જીવનમાં ચંદ્ર સમાન બળ આપી ઉત્સાહિત કરે છે.

કંસ અને શીશુપાલનો વધ કરનાર શ્રીકૃષ્ણ ધૃતરાષ્ટ્રની સભામાં શાંતિનો સંદેશ લઇ ગયા હતા.મહાભારતના યુદ્ધ સમયે અર્જુનના રથના સારથી થયા અને ગીતાનો સંદેશ જગતને આપ્યો.શ્રીકૃષ્ણ સમાન આજ સુધી કોઈ થયું નથી.શ્રીકૃષ્ણની સુંદરતા અને લાલિત્યની સરખામણી કરી શકાય નહીં.

મનુષ્યો ચંદ્ર દર્શન કરી શકે છે.પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે.

ચંદ્ર મનનો કારક છે.ચંદ્રની અસર મન પર થાય છે.ચંચળ મન હાલક ડોલક પરિસ્થિતિ ઉભી કરે છે.મન પરનો કાબુ એક નિશ્ચય કરાવે છે.સમુદ્રમા થતાં ભરતી અને ઓટ ચંદ્ર સાથે જોડાયેલા છે.શ્રીકૃષ્ણની ભક્તિ ચંદ્ર મજબૂત કરે છે અને મનોબળ વધે છે.

મંગળ નૃસિંહ અવતાર.

ભક્ત પ્રહલાદની રક્ષા કરવા કાજે દૈવીય નૃસિંહ અવતાર શ્રીવિષ્ણુએ ધારણ કર્યો.

નૃસિંહ અવતાર અર્ધ માનવ અને અર્ધ સિંહનો છે.અકુદરતી વર્તન સામે પડકાર કરે છે.એક દૈવીય ક્રોધ વ્યક્ત કરે છે જે ધૃણિત કર્યો પર વિજય મેળવે છે.

મનુષ્યનો ક્રોધ ધણી વાર સાચો હોય છે પણ સ્વીકાર્ય નથી હોતો.અતિ આક્રમકતા વ્યક્તિને બેકાબૂ કરી મૂકે છે.આવુ વર્તન સમાજના આગેવાનો અને ખેલાડીઓમાં જોવા મળે છે જે ક્યારેક ખોટા પરિણામ આપે છે.શ્રી નૃસિંહ અવતારની આરાધના સ્પષ્ટતા દર્શાવે છે.

મંગળ ગ્રહની શક્તિ મેળવવા શ્રીવિષ્ણુના નૃસિંહ અવતારની આરાધના કરી શકાય છે.

મંગળ ભૂમિ પુત્ર કહેવાય છે.મનુષ્યના ઉર્જા ગત કર્મ અને આત્મ વિશ્વાસનો કારક છે.મંગળનો સંબંધ મનુષ્યના રક્ત સાથે પણ છે.પૃથ્વીની નજીકનો ગ્રહ છે.

બુધ.બૌદ્ધ અવતાર.

શ્રીકૃષ્ણના સ્વધામ પધાર્યાના હજારો વર્ષ પછી ગૌતમ બુદ્ધનો અવતાર થયો હતો.દૈત્યોને વ્યામોહિત કરવા શ્રીવિષ્ણુ ગૌતમ બુદ્ધ તરીકે અવતર્યા હતા. યજ્ઞ દ્વારા સામ્રાજ્ય મેળવી,નબળી પ્રજાને કચડી જે શક્તિનો દુરૂપયોગ કરનારાને યજ્ઞથી વિમુખ કરવાનો ઉદ્દેશ્ય હતો.મધ્યમ માર્ગના પ્રવક્તા ગૌતમ બુદ્ધે શાંતિનો સંદેશ આપ્યો છે.ગૌતમ બુદ્ધના માર્ગદર્શનથી  કુશાગ્રતા,પૃથ્થકરણ, યુક્તિ સંગત જ્ઞાન જેવા ગુણો મેળવી શકાય છે.બુધ વાણીનો ગ્રહ છે.સંવાદ અને વાણિજ્યનુ પ્રતિનિધિત્વ કરે છે.બુદ્ધિ પ્રતિભા,તર્ક વિતર્ક આ બુધ ગ્રહના ગુણો છે.સૌથી નાનો ગ્રહ બુધ ગરમ પ્રકૃતિનો ગ્રહ છે.

ગુરુ.વામન અવતાર.

બલિરાજાની પરીક્ષા કરવા શ્રીવિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી ત્રણ પગલાં પૃથ્વી માંગી.શ્રીવિષ્ણુનુ વામન સ્વરૂપ ગુરુ ગ્રહનુ પ્રતિનિધિત્વ કરે છે.ગુરૂ ગ્રહ નવ ગ્રહોમાં આદરણીય છે.વામન અવતારનો આદર કરી બ્રહસ્પતિના ગુણ પામી શકાય છે.ગુરૂ ગ્રહ બ્રહસ્પતિ કહેવાય છે.ગ્રહમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરુ છે.શીલ,ધર્મ, જ્ઞાન અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે.

શુક.પરશુરામ અવતાર

સંપત્તિ,નસીબ,ભોગવિલાસ,આનંદ પ્રમોદની પ્રાપ્તિનુ પ્રતિનિધિત્વ શુક ગ્રહ કરે છે.શુક્ર ગ્રહ અસુરોનો ગ્રહ છે.પૃથ્વીથી નજીકનો ગ્રહ છે.શ્રીપરશુરામની આરાધના કરી શુક્ર ગ્રહની નિર્બળતા દૂર કરી શકાય છે.

પરશુરામ અવતાર શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે.પરશુરામજીએ પરશુ ધારણ કરી ક્ષત્રિયોનો નાશ કરવાનું પ્રણ લીધું હતું.પરશુરામજીએ કઠોર તપસ્યા કરી શિવજી પાસેથી પરશુ પ્રાપ્ત કર્યું હતું.ક્ષત્રિયોના અંહકારનુ દમન કરવા પરશુરામ પ્રગટ થયા હતા.માતા પિતાની શિખામણથી તીર્થ યાત્રા કરી હતી.


શનિ.કુર્મ અવતાર.

સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વત સમુદ્રમાં ઘસાવા લાગ્યો ત્યારે કુર્મ અવતાર રૂપે મંદરાચલ પર્વતને પીઠ પર ધારણ કરી શ્રીવિષ્ણુ કુર્મ અવતાર રૂપે પ્રગટ થયા હતા.શની ગ્રહ મનુષ્યને અપરાધો અને પાપ કર્મોનો દંડ આપે છે.જીવનમા શની દશા, સાડાસાતી અને નાની શની દશા દરમિયાન આનું ફળ ભોગવવું પડે છે.શ્રીવિષ્ણુના કુર્મ અવતારની આરાધના કરી મુક્તિ મળે છે.

બહુ કડક અને કષ્ટ આપનાર ગ્રહ માનીને શનિ ગ્રહથી સૌ ભય પામે છે.પણ એવું નથી.આપણા કર્મ પ્રમાણે શનિ ફળ આપે છે.ધીમી ગતિએ ચાલે છે અને તામસ પ્રકૃતિ દર્શાવે છે.જો નૈતિકતા રાખીને જીવન પસાર કરીએ તો શની વ્યક્તિને એક નાયક સમાન બનાવે છે.લોકોના સલાહકાર બની પાંચમાં પૂછાય એવું વ્યક્તિત્વ બક્ષે છે.શનિ ન્યાયનો દેવતા છે.

રાહુ.વરાહ અવતાર.

રાહુને તામસ અસુર મનાયછે. વ્યક્તિના જીવનમાં સમય પ્રમાણે નિયંત્રણ મેળવવામાં શ્રેષ્ઠ ગણાય છે.મોહ માયા અને લાલચ પર અસર કરતો ગ્રહ છે.રાહુ છાયા ગ્રહ છે.કઠોર વાણી આપે છે.દુષ્ટ કાર્યો કરાવનાર છે જે આધ્યાત્મથી દૂર કરે છે.શુભ સ્થિતિમાં રાહુ આધ્યાત્મિક માર્ગ બતાવનાર બનાવે છે.

હિરણ્યકશિપુએ પૃથ્વી પર આતંક આદર્યો ત્યારે પૃથ્વી જળ મગ્ન થઇ ગયું.શ્રીવિષ્ણુએ વરાહ અવતાર ધારણ કરી પોતાના દાંત પર પૃથ્વીને બચાવી બ્રહ્માંડમાં સ્થિર કરી.પંચમહાભૂતોમાથી પૃથ્વીનું નિર્માણ વરાહ અવતારથી થયું.રાહુ પાપ ગ્રહ હોવા છતાં માનવીની પ્રગતિ પણ કરાવે છે.રાહુ ભ્રામક સ્થિતિ ઉત્પન્ન કરે છે અને ખોટા નિર્ણયો થાય છે.આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવા વરાહ અવતારની આરાધના કરી શકાય છે.

કેતુ.મત્સય અવતાર.

મત્સ્ય અવતાર એટલે ઉત્ક્રાંતિ ઘટના ક્રમમાં જીવનનો વિકાસ જળમાં થયો.જ્યારે જ્યારે માનવ જાતિ અને દેવતાઓ પર સંકટ આવે છે ત્યારે ત્યારે શ્રીવિષ્ણુ ભગવાને અવતાર ધારણ કરેછે.

મહા પ્રલય પછી નવા યુગની શરૂઆત એટલે મત્સ્ય અવતાર.

મત્સ્ય અવતાર એક માછલી રૂપે થયો જેણે મનુને વિશ્વને બચાવવામાં મદદ કરી હતી.

કેતુ  સર્જનનો ગ્રહ છે. ટોચ પરની પ્રસિદ્ધ કેતુ આપે છે.અને જો દુષિત હોય તો અધોગતિ થાય છે.મનુષ્યના આધિભૌતિક જીવન અને સર્જનનું પ્રતિનિધિત્વ કરે છે.જીવનમા અચાનક બદલાવ આવ્યા કરે ત્યારે મત્સ્ય અવતારની ઉપાસના ફળદાયી છે.

જ્યોતિષ વિજ્ઞાનમાં આકાશમાં રહેલા ગ્રહો મનુષ્ય જીવન સાથે પ્રકૃતિ,પશુ પંખી, વનસ્પતિઓ,પર પ્રભાવ પાડે છે.મનુષ્યોની ઔરા શારિરીક ઉર્જા અને મનને અસર કરે છે.જ્યારે મનુષ્ય પૃથ્વી પર પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ગ્રહોની ઉર્જા સાથે જોડાઇ જાય છે.જ્યારે આપણે કોઇ મંત્ર જપ કરીએ છીએ ત્યારે  મંત્રના ઉચ્ચારણથી તરંગ પ્રગટ થાય છે અને આપણા શરીર અને આજુબાજુના વાતાવરણમાં ઉર્જા ફેલાય છે.સમુહમા કરાતી પ્રાર્થના, મંત્રજાપ,ધુન ભજનમાં આપણે અનુભવી શકીએ છે કે વાતાવરણ સાત્વિક અને નિર્મળ થાય છે.આ વિષય ઘણો ઊંડો અને ગહન છે.




Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ