હનુમાનજીના ૧૨ નામનું મહત્વ
ભગવાન શિવજીના રુદ્ર અવતાર હનુમાનજી કળીયુગમાં પ્રભાવશાળી અને ચિરંજીવી દેવ કહેવાય છે.ભગવાન શ્રીરામચંદ્ર ના આશીર્વાદથી ભક્તોના દુઃખ હર્તા શ્રીહનુમાનજી ઉચ્ચ ભક્તિ નું પ્રતિક છે.શ્રી હનુમાનજી સર્વોત્કૃષ્ટ તત્વમય છે કારણ કે દરેક ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે.આ ગુણોને કારણે શક્તિ અને બળ પ્રદાન કરનાર દેવ છે.શ્રીહનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવ નિધિના આશિષ માતા સીતાએ આપ્યા છે. સિદ્ધ નવ નિધિ શક્તિ માતા જ આપી શકે.અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા.
ભારતભરમાં દરેક સ્થળે શ્રીહનુમાનજીના મંદિર છે અને હનુમાન ચાલીસા શ્રદ્ધાથી કરવામાં આવે છે.મંગળવાર અને શનીવારે અનેક સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ સમુહમાં કરવામાં આવે છે.સાથે હનુમાન અષ્ટક સ્તોત્રનો અને બજરંગ બાણની સ્તુતિ થાય છે.શ્રીહનુમાનજીનુ મહાત્મ્ય ઘણું મોટું છે.
શાસ્ત્રો અનુસાર કળીયુગમાં જીવંત દેવ હનુમાનજી મહાકાવ્ય રામાયણમાં રામ ભક્ત અને મહાભારતના યુધ્ધમાં અર્જુનનાં રથ પર બિરાજમાન દેખાય છે.
શ્રીહનુમાનજીના ૧૨ નામ તેમના ગુણગાન અને કાર્યને વ્યક્ત કરે છે.સવારે ઉઠતાં જ આ નામોનું સ્મરણ દીર્ઘાયુ આપેછે.બપોરના સમયે ધન સંપદા આપેછે.સંધ્યા સમયે પારિવારિક સુખ સંપત્તિ આપે છે.રાત્રે સુતી વખતે સ્મરણ કરતાં શત્રુ પીડા દૂર થાય છે.
આ દરેક સમય સિવાય પણ ૧૨ નામોનું સ્મરણ વ્યક્તિની દસે દીશામાંથી અને આકાશ પાતાળમાં રક્ષા થાય છે.કહેવાય છે દુર્ગમ યાત્રામાં અને ન્યાયલમા વિવાદ જેવા સંજોગોમાં આ નામોનું સ્મરણ ચમત્કારીક છે.
૧) હનુમાન.
બાળપણમાં સુર્યને ફળ સમજી હનુમાનજી સુર્ય સુધી પહોંચી ગયા હતા ત્યારે ઇન્દ્ર દેવે હનુમાનજીની દાઢી એટલે કે હનુ પર વજ્ ઘાત કર્યો હતો.માન એટલે કે ઘાત લાગવું.આ નામનો જપ કરવાથી તીક્ષણ બુદ્ધિ પ્રાપ્ત થાય છે.
૨)અંજની સૂત
હનુમાનજીની માતા અંજની.આ નામ જપ આશીર્વાદ આપે છે.
૩)વાયુ પુત્ર.
વાયુ એટલે પવનદેવના પુત્ર.આ નામ જપ માનસિક અને શારિરીક ઉત્સાહ બક્ષે છે.
૪)મહાબલ
બળવાન હોવાના ગુણથી સૌ કોઇ હનુમાનજીને જાણે છે.હનુમાનજીનુ બળ અમર્યાદિત છે.લંકામા પ્રવેશ કરવા માટે અગાધ દરિયો પાર કરી ગયા હતા.આ નામ જપ સકારાત્મક ઉર્જા આપે છે..
૫) રામેષ્ઠ.
શ્રીરામચંદ્રજીના ભક્ત. રાવણની લંકામાં પ્રવેશ કરી માતા સીતાની ભાળ મેળવવાનું કપરૂં કાર્ય હનુમાનજીએ કર્યું હતું.
શ્રીહનુમાનજી શ્રીરામના ભક્ત અને સેવક છે.રામ કાજ કરીબેકો આતુર.આ નામ જપ શ્રીરામની શક્તિ પૂરી પાડે છે.
૬) ફાલ્ગુન સખા.
અર્જુનને ફાલ્ગુન પણ કહે છે.અર્જુનનો જન્મ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.શ્રીહનુમાનજીએ યુદ્ધમાં અર્જુનને સહાય કરી હતી.આ નામ સ્મરણ સકારાત્મક એક્ય પ્રદાન કરે છે.
૭) પિંગાક્ષ.
શ્રી હનુમાનજીના નેત્ર પીળા અને લાલાશ પડતા હતા જે શૂરવીર હોવાનું મનાય છે.આ નામ સ્મરણ શત્રુ વિજય અપાવે છે.
૮) અમીત વિક્રમ.
શ્રીહનુમાનજીના પરાક્રમોની ગાથાની સીમા નથી.તેમના બળની અને શૂરવીરતાનો માપ કાઢશો અશક્ય છે. આ નામ સ્મરણથી અસીમિત શક્તિ પ્રાપ્ત થાય છે.
૯) ઉદક્રિમણ.
અશક્યને શક્ય કરનાર.શ્રીહનુમાનજીએ લંકાનો દરિયો પાર કરી લંકામાં પ્રવેશ કર્યો હતો.દરિયો પાર કરતાં અનેક વિઘ્નોનો સામનો કરી વિજય મેળવી લંકા પહોંચ્યા હતાં.લંકામા પણ રાવણ સેનાનો સામનો કર્યો અને માતા સીતાને શ્રીરામચંદ્રજીનો સંદેશ આપ્યો.એકલે હાથે લંકાને બાળી રાવણને પોતાના બળનો પરિચય કરાવ્યો.આ નામ સ્મરણ કાર્ય ફત્તેહ કરાવે છે.
૧૦)સીતાશોકવિનાશન.
રાવણની અશોક વાટિકામાં પહોંચી માતા સીતાને શ્રીરામચંદ્રજીનો સંદેશ આપ્યો.માતા સીતા શ્રીરામના વિયોગથી શોક કરી રહ્યા હતા ત્યારે શ્રીરામના ગુણગાનથી માતાજીને પ્રસન્ન કર્યા હતા.સીતાનું દુઃખ દૂર કરનારા.આ નામ જાપથી જીવનમાં આવેલી નકારાત્મક પરિસ્થિતિ દૂર થાય છે.
૧૧) લક્ષ્મણ પ્રાણ દાતા.
રાવણ સાથેના યુધ્ધમાં લક્ષ્મણજી બાણોથી ઘાયલ થયા હતા અને મૂર્છિત અવસ્થામાં હતા.ત્યારે ભગવાન રામ વિલાપ કરવા લાગ્યા.હનુમાનજી લંકામાં પ્રવેશ કરી સુષેણ વૈદ્યને લઇ આવ્યા.હિમાલયના પાવન પ્રદેશથી ઔષધી ઓછા સમયમાં વૈદ્ય સુષેણને લાવી આપી.આવી રીતે લક્ષમણજીના પ્રાણોના દાતા કહેવાય છે.આ નામ સ્મરણથી જીવનમાં કપરા સંજોગોમાંથી મુક્ત થઇ શકાય છે.
૧૨) દશ ગ્રીવ દર્પહા.
દશ માથા વાળા રાવણનું અભિમાનનો નાશ કરનાર.
મહાબલી, શક્તિ વાળી અને બળવાન સેના હોવાથી રાવણને ખૂબ અભિમાન હતું.અરણ્યમાથી માતા સીતાને ઉપાડી લંકામાં કેદ કરી લીધા હતાં.રામ અને લક્ષ્મણ સીતાની શોધમાં નીકળ્યા હતા ત્યારે હનુમાનની ભેટ થઇ હતી.રાવણ સાથે યુદ્ધમાં વાનરસેના સાથે રાખી રામચંદ્રજીને વિજય અપાવ્યો.રાવણનો નાશ થયો.આ નામ સ્મરણથી અભિમાનનો નાશ થાય છે.બીજાના અભિમાનને દૂર કરતા પહેલાં આપણામાં રહેલો અભિમાનનો દુર્ગુણ દૂર કરવો જરૂરી છે.
બુરાઈના વિધ્વંસ કરનારા, શક્તિ, જ્ઞાન અને ભક્તિના પ્રતિક હનુમાનજીની ઉપાસના થાય છે.
શ્રી હનુમાનજીની દાસ્ય ભક્તિ અજોડ છે.માન્યતા છે કે આજે પણ હિમાલયના ગંધમાદન પર્વત પર શ્રીહનુમાનજી શ્રીરામચંદ્ર નું ધ્યાન કરે છે.
Comments
Post a Comment