Posts

Showing posts from 2018

ગીતાદર્શન

Image
                                        એક ચિંતકે કહ્યું છે: જેટલાં યુધ્ધો પૃથ્વી,સમુદ્ર કે આકાશમાં નથી લડાતાં,એનાથી વધુ વિશ્વના દરેક માનવીના મનમાં પ્રત્યેક ક્ષણે લડાતાં હોય છે.અને જીવનની ખુવારી કરતા હોય છે.આ પૃથ્વી પર સર્વત્ર અશાંતિ છે. દેશની સીમા પર કે દેશની અંદર,શ્રીમંત કે ગરીબ,ભણેલા કે અભણ,નેતા કે પ્રજા, કેવળ અશાંત અને અસ્વસ્થ છે.રધવાટ,ભય,ઉદાસીના ઓથાર નીચે અમૂલ્ય માનવ જીવન મૂલ્યહીન થવા લાગ્યું છે.મનુષ્ય મનની માંદગીથી મુક્ત થવા આનંદપ્રમોદના સાધન સતત શોધતો રહે છે.પણ નાકામયાબ રહે છે. અંતે નિરાશા,હતાશ અને વિહ્વળતા મળે છે. મનોવિજ્ઞાનનું મહત્વ વધી ગયું છે.,યુવાવર્ગ, વૃધ્ધો કે બાળકો બધાને માટે મનોચિકિત્સકોની બોલબાલા છે.સંશોધનો ઉભરાય છે છતાંય સવાલોના જવાબ નથી મળતા. અધુરામાંપુરું બાબાઓ,તાંત્રિકો,જ્યોતિષો,ઉપદેશકોની ભરમાર.શાંતિની ખોજમાં લુંટફાટ ચાલે છે. શાંતિયજ્ઞો થાય છે.શાંતિ માટે પ્રાણાયમ,ય...

ચલે વાતે ચલે ચિત્તે

Image
જ્યારે આપણે કોઇ ઉપાધી કે સમસ્યાઓથી પરેશાન થઈ છીએતો આપણને સતત એમ લાગે છે કે કાશ કોઇ ચમત્કાર થઇ જાય અને આપણે સમસ્યા મુક્ત થઈએ.પણ એવું કાઈ ઇચ્છવા છતાંય થતું નથી. આપણે પાછા પડીએ છીએ. હતાશા અને નિરાશા આપણને ઘેરી વળે છે.કહેવાય છે ને સંસાર છે આ બધું તો જોવાનું જ છે. દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા,જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા. આપણે મહાદેવ નથી કે સંસારની સમસ્યાઓ ઘોળીને પી શકાય. હા,પણ જ્યારે જીવનમાં તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે ભગવાન કાંઈક એવું કરે છે કે એક નવો દરવાજો ખૂલી જાય છે. આવી પરિસ્થિતિમાં નાની એવી આશાનું કિરણ ઉજવાસ પાથરે છે.આજકાલ ચિંતા અને હતાશા,સૌથી વધુ વ્યાપક છે.જેને કારણે માણસની કાર્યક્ષમતા અને આવરદામાં ઘટાડો થાયછે માનસિક અશાંતિ,તાણ,ભાગદોડ અને બાળકો તેમજ યુવાનોમાં વધતી જતી સ્પર્ધાત્મક ભાવનાથી સતત અસુરક્ષાની લાગણીઓ ઘેરી વળે છે. આપણા દૂરદ્રષ્ટા ઋષિમુનીઓ અને સંતો, માનવજાતને માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપી ગયા છે .મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગો આઠ પગથિયાં તરીકે વર્ણવ્યા છે.દરેક પગથિયાંનું મહત્વ છે.જો કે આજે અનેક યોગ શિબિરોમાં પૂરતા જ્ઞાન વગર...

જીજ્ઞાસા

Image
અનંત કોટી બ્રહ્માંડ ની સંખ્યામાં વિસ્તરેલું આ વિશાળ વિશ્વ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ છે અને આ ગતિ એકધારી ચાલી રહી છે.આ સમગ્ર જગતનું સંચાલન કોણ કરે છે? મનુષ્યના વિકાસ સાથે આ રહસ્ય પર ચિંતન કરાયું અને ફલસ્વરૂપે તત્વજ્ઞાનનો ઉદય થયો.કહેવાય છે કે તત્વજ્ઞાનનો ઉદય ઉત્સુકતા અથવા જિ઼જ્ઞાસામાંથી થાય છે.જે અનાદિ અને પૂર્ણસ્વરૂપ છે એવા પરમતત્વના જ્ઞાન પ્રત્યે પ્રેમ અને પ્રબુદ્વ જ્ઞાનનો અનુરાગી એટલે'તત્વજ્ઞાની'. તત્' શબ્દ 'ઈદમ્' નો વિરોધી છે.'ઈદમ' એટલે'આ'દશ્યમાન વિશ્વ અને 'તત્'એટલે તે વિશ્વની પેલે પારપહેલું તત્વ.એ તત્વના સ્વરૂપનું જ્ઞાન એટલે 'તત્વજ્ઞાન'.જડ,ચેતન અને સમગ્ર વિશ્વનો અર્થ દર્શાવતીતર્કશુદ્વ અને સુસંગત માંડણી એટલે તત્વ જ્ઞાન. તત્વજ્ઞાનને અધ્યાત્મવિદ પણ કહેવાય છે. ગીતામાં આધ્યાત્મવિદ્યાનો અપાર મહિમા કહ્યો છે.ભારતીયશાસ્ત્રો ભારતીય તત્વજ્ઞાનની આધારશીલાછે. શાસ્ત્ર "શાસ' ધાતુ પરથી આવ્યો છે. 'શાસ' એટલે 'શાસન' કરવું. શાસન કરે તે શાસ્ત્ર,માનવજીવન ઉધ્વગતિ પામે, કલ્યાણકારી બનાવે,જીવનની દિશા આપે.           .  ભારતીય ...