ચલે વાતે ચલે ચિત્તે
જ્યારે આપણે કોઇ ઉપાધી કે સમસ્યાઓથી પરેશાન થઈ છીએતો આપણને સતત એમ લાગે છે કે કાશ કોઇ ચમત્કાર થઇ જાય અને આપણે સમસ્યા મુક્ત થઈએ.પણ એવું કાઈ ઇચ્છવા છતાંય થતું નથી. આપણે પાછા પડીએ છીએ. હતાશા અને નિરાશા આપણને ઘેરી વળે છે.કહેવાય છે ને સંસાર છે આ બધું તો જોવાનું જ છે. દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા,જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા.
આપણે મહાદેવ નથી કે સંસારની સમસ્યાઓ ઘોળીને પી શકાય. હા,પણ જ્યારે જીવનમાં તમામ દરવાજા બંધ થઇ જાય છે ત્યારે ભગવાન કાંઈક એવું કરે છે કે એક નવો દરવાજો ખૂલી જાય છે. આવી પરિસ્થિતિમાં નાની એવી આશાનું કિરણ ઉજવાસ પાથરે છે.આજકાલ ચિંતા અને હતાશા,સૌથી વધુ વ્યાપક છે.જેને કારણે માણસની કાર્યક્ષમતા અને આવરદામાં ઘટાડો થાયછે માનસિક અશાંતિ,તાણ,ભાગદોડ અને બાળકો તેમજ યુવાનોમાં વધતી જતી સ્પર્ધાત્મક ભાવનાથી સતત અસુરક્ષાની લાગણીઓ ઘેરી વળે છે.
આપણા દૂરદ્રષ્ટા ઋષિમુનીઓ અને સંતો, માનવજાતને માનસિક અને શારીરિક સ્વસ્થતા મેળવવા માટેનું સચોટ માર્ગદર્શન આપી ગયા છે
.મહર્ષિ પતંજલિએ યોગના આઠ અંગો આઠ પગથિયાં તરીકે વર્ણવ્યા છે.દરેક પગથિયાંનું મહત્વ છે.જો કે આજે અનેક યોગ શિબિરોમાં પૂરતા જ્ઞાન વગર મન લુભવાન કાર્યક્રમ થાય છે. 'યોગ'ને ફેશન બનાવી યોગગુરૂઓ ધૂમ કમાણી કરે છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં આ બધું કરવું સરળ નથી. આજે આપણે આપણી તમામ ભૌતિક
ઈચ્છા ઓ પૂરી કરી લઈએ છે અને કદાચ વધુ મળી પણ જતું હશે. તેમ છતાંય કેમ સુખ નથી?શાંતી નથી?આપણે એકલા પડી ગયા છે એવું કેમ લાગ્યા કરે છે?કેટકટલું મેળવીને,આખરેઅસંતોષ.ડિપ્રેશન અથવા હતાશા વધતી જાય છે.વિશ્વ માં દર સોમાંથી દસ વ્યક્તિ ડિપ્રેશનથી ગ્રસ્ત છે.એટલાજ આપઘાતના કિસ્સા વધતા જાયછે.યુવાનોમાં વ્યસનનું પ્રમાણ જાવા મળે છે.
આપણે ધર્મને અપનાવી લઇએ છે પણ અંધશ્રદ્ધાથી મુક્ત નથી થતાં એટલે વિજ્ઞાનને સ્વીકારી નથી શકતા.
પશ્ચિમી દેશોમાં કામકાજ કરવા જવાનું,ડોલરીયો પૈસો મેળવવાની આંધળી દોટમાં આપણે આપણી પરંપરા ફગાવી દીધી છે.
પ્રગતિશીલ દેશોના વિચારો,અભિપ્રાય કે મત સંમતિને પહેલાં પ્રાથમિકતા આપીએ છીએ આપણા વેદપુરાણ કરતાં ત્યાંના સાહિત્યને
મહોર મારી ને આપણી જાતનું 'status symbol' બનાવીએ છે.'સ્વ'પણ ઉધાર કરી બેઠા છીએ.
જ્યારે હવે વિશ્વના દેશોમાં ભારતીય પરંપરાનો સ્વીકાર થઇ રહ્યો છે.આપણે આપણા જપ,મંત્ર,ભજન, કિર્તનને 'outdated' કે
વૃધ્ધાવસ્થામાં કરવું એવો થપ્પો મારી બેઠાં છીએએનેવિશ્વના દેશો 'stress management'માં અપનાવી રહ્યા છે.વ્યાયામ, ધ્યાન, સંગીત સાભળવું એટલે શ્રવણ સ્મરણ જેનું આપણા શાસ્ત્રોમાં પહેલાંથી શિક્ષણ આપવામાં આવ્યું છે.
મનુષ્યની અંદર એક આત્મા છે જે પ્રત્યેક વસ્તુનું કેન્દ્ર છે.મનોવિજ્ઞાન અને નીતિ શાસ્ત્ર આધારભૂત વિજ્ઞાન છે.
ભારતીય મનોવિજ્ઞાને એકાગ્રતાનું મહત્વ સમજીને,સત્યનું પ્રત્યક્ષ જ્ઞાન સાધનના સ્વરૂપે માન્ય રાખ્યું છે.
જીવન કે મનનું એવું કોઇ ક્ષેત્ર નથી જ્યાં ઈચ્છા શકિતઅને જ્ઞાનના વ્યવસ્થિત શિક્ષણ દ્રારા ન પહોંચીશકાય
માનવ મગજમાં વિદ્યુત તરંગો શાંતિનો નિર્દેશ આપે છે.જુદી જૂદી હરકત દરમિયાન જુદા જુદાપ્રકારના
તરંગો નોંધાયા કરે છે,જે આલ્ફા,બીટા,,ડેલ્ટા અને થીટા છે.એકાગ્રતાથી ધ્યાન,
જપમંત્ર કરતી વખતે આલ્ફા તરંગોનું પ્રભુત્ત્વ રહે છે અને માનસિક શાંતિ અનુભવાય છે.
જપ અથવા નામસ્મરણએ ઈશ્વર ભક્તિની પરંપરાગત પધ્ધતિ છે.
હિંદુ, જૈન,બૌદ્ધ,શિખ,દરેક ધર્મમાં તેનું સવિશેષ મહત્વ છે.
મુસ્લિમ ધર્મમાં પણ તપશી એટલે કે માળા કરાય છે.
ખ્રિસ્તી સમુદાયમાં પણ માળાથી સતત રટણ કરાય છે.
કોઈ એક નામસ્મરણ સતત કરવાથી અજપાજપએટલે કે જપ કર્યા વગર આપમેળે જપ નામસ્મરણ
થાય છે.
ભારતીય આધ્યાત્મિક ચિંતનમાં 'નાદ'મહત્વનું સ્થાન ધરાવે છે.'નાદ' મનુષ્યમાં ભાવ ઉત્પન્ન કરે છે,ઇશ્વર સાથે જોડે છે.
ગાંધર્વ વેદમાં 'સંગીત'નો ઉલ્લેખ છે.સંગીત સ્વર સાથે જોડાય છે. મંત્રરૂપે શબ્દ અર્થ આપે છે ત્યારે 'રસ'ઉત્પન્ન કરે છે,
આ સ્વરગાન છે જે મંત્રજાપ કહેવાય છે.ઇશ્વરને કેન્દ્ર બિદું ગણીને સંગીત રેલાવવામાંઆવે છે.
સામવેદમાં મંત્રો સંગીતમયરૂપે તૈયાર કરવામાં આવ્યા છે.સંગીતનું પ્રાચીન મૂળ સામવેદમાં છે.
આપણા આચાર્યોએ ભજન, કિર્તન,મંત્રજપની વિશિષ્ટ પ્રણાલી શરૂ કરી.અનેક સંત કવિઓનાં ભજન આજે પણ અતિ લોકપ્રિય છે.
મનુષ્યનું મન અસ્થિર કેમ બને છે? 'ચલે વાતે ચલે ચિત્તે' જો વાયુ સ્થિર થાય તો ચિત્ત સ્થિર થાય.
સંગીત એ ચિત્તવૃતિને એકાગ્ર કરવાનું સાધન છે.મંત્રયોગ એ વાસ્તવિક વિજ્ઞાન છે.
દરેક મંત્રના દાતા એક ઋષિ હોય છે,વિશેષ શક્તિ અને કીલક હોય છે.
શ્રદ્ધા, ભક્તિ અને એકાગ્રતા સાથે મંત્રનો જપ કરવાથીમંત્રનો જપ કરનારની માનસિક શકિત વધે છે અને ચૈતન્ય જાગ્રત થાય છે,
મુક્તિ અને શાંતિનો અનુભવ થાય છે.મંત્ર શબ્દોનો સમુહ છે.ધ્યાન કરતી વખતે જપવા અથવા ગાવા માં આવે છે.
માન્ડુક્ય ઉપનિષદ પ્રમાણે'ઓમ ઇતિ એતદ્ અક્ષરમ્'.
અહીં જે કઇ છે તે કેવળ'ૐ'છે,જ્યારે ધરતી પર કોઈ જીવન નહોતું ત્યારે બ્રહ્માંડ માં એક નાદ ઉત્પન્ન થયો,
આ નાદ હતો ૐ,જેમાં જીવોની ઉત્પત્તિ થઇ. આ સ્પષ્ટ કરે છે કે આપણે મૂળથી નાદ સાથે જોડાયા છીએ. ૐના નાદ મંત્ર આપણા ઋષિમુનીઓ ધ્યાન અને સ્વાસ્થ્ય માટે કરતાં. શ્વાસ લેતાં કે છોડતા ઉચ્ચારણ કરાય છે. આમ કરવાથી આખા શરીરમાં કંપન થાય છે અને શરીરની નાડીઓને જાગ્રત કરે છે,ગળામાં કંપન થાય છે,જે થાઇરોડને નિયમિત કરે છે.Stress દૂર કરે છે,પાચનશકિત નિયમિત થાય છે,યાદદાસ્ત મજબૂત થાય છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે.આ મંત્રમાં મનુષ્યનીદ્રષ્ટિ બદલી નાખવાની અદભુત શકિત છે.મનની ભ્રાતિઓને દૂર કરવાની શકિત છે.
તમામ બંધનમાંથી મુક્ત કરે છે.
શ્રી વલ્લભમહાપ્રભુજી એ સરળ મંત્ર 'શ્રી કૃષ્ણ શરણ મમ:'નું સતત રટણ કરવાનું કહ્યું છે.આ મંત્રમાં કોઈ આસન કે યમ નિયમ નથી કરવાના.
ફકત રટણ કરતાં રહો. એક જ મંત્રના ઉચ્ચારણથી તન મનમાં થતો ફેરફાર અનુભવી શકાય છે
મહાત્મા ગાંધીજી મુશ્કેલી, અનિદ્રા કે ચિંતાના સમયે 'રામ'નામનું રટણ કરતાં
ચૈતન્ય સંપ્રદાયમાં નામ-સંકીર્તન કરાયછે.
આમ મંત્ર,જપ,નામ સ્મરણ કેવળ શબ્દ માત્ર નથી પણગુણ છે.જ્યારે ભગવાનનું નામ લઇએ છીએ ત્યારે,તેની વિશેષતાને કારણે ભગવદ્ અનુભૂતિ થાય છે.ભજન એટલે કાઇક આપવું, ધાર્મિક અને આધ્યાત્મિક ગીત સંગીતથી હ્રદય મનના તારે ઝુમવું.
ભજન કિર્તન સમય સુધી કરવાથી હળવાશ અનુભવાય છે. અહંકાર નાશ થાય છે કારણકે આપણે આપણી પ્રંશસા નથી કરતા પણ ઇશ્વરની પ્રશંસા કરીએ છીએ. કિર્તન કરવામાં મશગૂલ થઇ ને લોકો નાચવા લાગે છે,આંખોમાં આંસુ આવી જાય છે,જે આ ભગવદ્ અનુભૂતિ નો સાક્ષાત્કાર કરાવે છે.
કિર્તન ભારતનો સંગીતમય ઈતિહાસ છે.ભજન કિર્તનમા ભારતના સંતોનું અમૂલ્ય યોગદાનછે.સંતોએ જાતિવાદને કોઇ સ્થાન નથી આપ્યું. કોઈ એક મંત્રનો જાપ કરવો અને ઈશ્વર સાથે એકાત્મ સાધવું.
શાસ્ત્રો જણાવે છે કે સતયુગમાં.ધ્યાનથી,ત્રેતાયુગમાયજ્ઞયાગથી,દ્વાપરમાં સેવા અને સાધનથી અને કલિયુગમાં કેવળ નામસ્મરણ આધાર છે અને હેતુની સિધ્ધી થાય છે.શાસ્વત શાંતિ સુધી પહોંવાના આ બધા માર્ગ છે.
માનવ શરીર ઈશ્વરની.અદભૂત. રચના છે,સર્જન છે.
મહ્રષિ અરવિંદ શરીરને આત્માનું મંદિર કહે છે.
માનવી પૂર્વનો હોય કે પશ્ચિમનો,સદાય શાંતી અને સમૃદ્ધિની જ ઝંખના કરે છે.પણ આ ઝંખનામાં ગેરમાર્ગે ધકેલાઇ રહ્યો છે.
મંત્રજપ કે ધ્યાન કોઇ મોટી સાધના છે અને ઋષિમુનીઓ જ કરી શકે એ તદ્દન ખોટી ધારણા છે.
આ એક સહજ સ્થિતિ છે,જેને પામવાનું દરેક માનવ માટે શક્ય છે,સરળ છે.જરૂર છે ફક્ત આરંભ કરવાની મજબુત ઈચ્છા.
સંત ફરીદ
ફિકર કરે સો બાવરા,જીકર કરે સો સાધ
ઉઠ ફરીદા જીકર કર,તેરી ફિકર કરેગા આપ.

Comments
Post a Comment