Posts

Showing posts from 2022

ગણપતિ સંપ્રદાય

Image
 હિંદુ ધર્મમાં સંપ્રદાયો વેદોમાંથી સ્થાપિત થયા છે.વેદોમા ઇશ્વર, પરમેશ્વર, બ્રહ્મને સર્વોચ્ચ શક્તિ તરીકે વર્ણવવામાં આવ્યા છે.દરેક સંપ્રદાય મૂળ સર્વોચ્ચ શક્તિનું જ વર્ણન કરે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ. ઉપાસ્ય દેવતા સર્વ શ્રેષ્ઠ છે એમ માનવું.વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં ઉપાસ્ય દેવતા છે એમ શ્રદ્ધા પૂર્વક આસ્થા રાખી ઉપાસના કરવી. હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે.શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક.સૌર સંપ્રદાય સમય જતાં વિષ્ણુ પૂજા સાથે ભળી ગયો છે. દરેક સંપ્રદાયમાં ગણેશ પૂજન થાય છે.શૈવ સંપ્રદાયમાં ગણ તરીકે, વૈષ્ણવ સંપ્રદાયમાં વસુદેવ તરીકે,શાક્ત સંપ્રદાયમાં શક્તિ ગણપતિ અને લક્ષ્મી ગણપતિ એમ સ્ત્રી સ્વરૂપે ગણપતિની આરાધના કરવામાં આવે છે. સંપ્રદાય એટલે આધ્યાત્મિક માર્ગ.કોઇ એક વિચારધારાને અનુસરવાનો માર્ગ.હિંદુ ધર્મમાં પાંચ મુખ્ય સંપ્રદાય છે. શૈવ શિવ ઉપાસક,વૈષ્ણવ વિષ્ણુ ઉપાસક,શાક્ત દેવી કે શક્તિ ઉપાસક,સૌર એટલે સૂર્ય ઉપાસક અને ગાણપત્ય એટલે ગણપતિ ઉપાસક. પાર્વતીના પુત્ર શ્ર...

નવરાત્રિ અને માતાજીના વાહનનું મહત્વ

Image
                    વર્ષ દરમિયાન ચાર નવરાત્રી હોય છે.ચૈત્રી નવરાત્રિ અને આસો માસની નવરાત્રિ ધામધૂમથી ઉજવાય છે.ચૈત્ર માસમાં નવ દિવસ ના પર્વમાં નવમા દિવસે રામનવમી હોય છે અને આસો માસની નવરાત્રિમાં દસમે દિવસે દશેરા તરીકે ઉજવવામાં આવે છે. આ બંને તહેવારો ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.નવરાત્રિમાં નવ દિવસમાં આધશક્તિ દેવી દુર્ગાની પૂજા આરાધના થાય છે.  સમગ્ર દેશમાં આસ્થા અને શ્રદ્ધાનું વાતાવરણ જોવા મળે છે.માતાજીના વિવિધ શૃંગારના અને નવ રૂપોના દર્શનનો અવસર મળે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવના તેજથી માતા દુર્ગાનું પ્રાગટ્ય થયું.દુર્ગમ નામના દાનવનો સંહાર કરી સંસારની રક્ષા કરી જેથી માતા દુર્ગા તરીકે પૂજાય છે.શુક્લ પક્ષની અષ્ટમીએ દેવી દુર્ગાની ઉત્પત્તિ થઈ હતી એટલે નવરાત્રિમાં મહા અષ્ટમીનુ ખાસ મહત્વ છે. માહ માસમાં માહી નોરતા અને આષાઢ માસમાં આષાઢી નોરતા ગુપ્ત નવરાત્રિ કહેવાય છે.ગુપ્ત નવરાત્રિમાં તંત્ર મંત્રની સાધના થાય છે.આ નવ દિવસમાં દસ મહાવિદ્યાની સાધના કરવામા આવે છે.ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં માતાજીની આરાધના અને અનુષ્ઠાન સાંસારિક...

શિવરાત્રી અને મહાશિવરાત્રી

Image
ધાર્મિક તહેવારો સાથે ભારતની પ્રજાનો જીવંત સંબં છે.ભારતીયો ધાર્મિક તહેવારો આનંદ ઉલ્લાસ સાથે તો ઉજવે છે પણ વ્રત,તપ, આરાધના પણ શ્રદ્ધાથી કરે છે.ગણેશ ચતુર્થી હોય કે નવરાત્રિ, હોળી કે દિવાળી ભારતીય પ્રજા ઉમંગભેર તહેવારો ઉજવવામાં પાછી નથી પડતાં.ભારતીય પ્રજાની ભરપૂર શ્રદ્ધા તહેવારોના દિવસોમાં વાતાવરણમાં ઉત્સાહ ભરી દે છે.તહેવારો સંજીવની બુટ્ટી સમાન છે. ભારતમાં વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો ઉજવાતા હોય છે.મકર સંક્રાંતિ પછી મહાશિવરાત્રીનો તહેવાર ઉલ્લાસભેર ઉજવાય છે મહાશિવરાત્રીનો તહેવાર શિયાળાની ઋતુની સમાપ્તિ અને ઉનાળાની ઋતુનું આગમન દર્શાવે છે. શિવ એટલે પ્રકાશ આપનાર, જ્ઞાન આપનાર.શિવજી,ભોલેનાથ, ભોલે શંકર, મહાદેવ, પશુપતિનાથ, વિશ્વનાથ એમ અનેક નામોથી ભગવાન શિવજીની આરાધના થાય છે. વેદોમાં ભગવાનને નિરાકાર કહ્યા છે ને પુરાણોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનુ વર્ણન મળે છે.ભગવાન શિવને સંહારક અને નવનિર્માણ કરનાર માનવામાં આવે છે. ભગવાન શિવજીની ઉપાસના રોજ થાય છે.સોમવાર, સોમવતી અમાસ,શ્રાવણ માસ,માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રીના દિવસે વિધીવત  ઉપાસના થાય છે. માસિક શિવરાત્રિ અને મહાશિવરાત્રી કૃષ્ણ પ...