Posts

Showing posts from 2023

ગણપતિના ૩૨ સ્વરૂપ એક જ મંદિરમા સ્થાપત્ય

Image
  ભારતભરમા ગણપતિજીના અનેક પ્રસિદ્ધ મંદિરો અને અનેક સ્વરૂપ જોવા મળે છે. મુંબઈના સિદ્ધી વિનાયક અને મહારાષ્ટ્રમા આવેલી અષ્ટ વિનાયક યાત્રા ભારતમા પ્રચલિત છે.અષ્ટ વિનાયક યાત્રામા શ્રી ગણપતિના અલગ અલગ આઠ સ્વરૂપોના દર્શન થાય છે.આ મંદિરો અલગ અલગ સ્થળે છે.પુરાણોમા ગણપતિના અનેક નામોનો ઉલ્લેખ છે. શ્રીગણપતિના ૩૨ સ્વરૂપ અને નામોનો ઉલ્લેખ મુદગલ પુરાણ અને ગણેશ પુરાણ મળે છે.  કર્ણાટકના પ્રસિદ્ધ મંદિરમા શ્રીગણપતિના ૩૨ અલગ અલગ નામો અને સ્વરૂપોના દર્શન થાય  છે.ભારતભરમા આ એકમાત્ર સ્થાન છે.આ મંદિરની વાસ્તુ કળા અને સ્થાપત્ય કળા અદભુત છે.મૈસુર નજીક નંજનગુડ મહાદેવ મંદિરમા દેવી દેવતાની ૧૦૦થી પણ વધુ પ્રતિમાઓ છે. આ મંદિર શ્રીકાન્તેંશ્વર મહાદેવ નામથી જાણીતુ છે. આ મંદિર કપિલ નદી કિનારે છે.કપિલ નદી કાવેરી નદીની સહાયક નદી છે.સહાયક નદી ક્યારેય સાગરમા ભળતી નથી.મુખ્ય નદીમા ભળી જાય છે અને મુખ્ય નદીના નીર સાગરમા જાય છે. આ સ્થળ દક્ષિણ પ્રયાગ કહેવાય  છે. કન્નડ ભાષામા નંજુ એટલે વિષ.નંજુનદેશ્વર મહાદેવ એટલે વિષ ધારણ કરનાર મહાદેવ.  શ્રીગણપતિ પ્રકૃતિની શક્તિના સ્વરૂપ કહેવાય છે.ત્રિદેવ બ્રહ્મા,વિષ્ણુ અને ...

શ્રાવણ માસમાં શિવલિંગ બનાવીને સ્થાપના કરવાનું મહત્વ અને સાર્થકતા

Image
  શિવનો અર્થ શુભ આને કલ્યાણકારી.  લિંગનો અર્થ જ્યોતિ પિંડ.  શિવલિંગ બ્રહ્માંડના આકારનું પ્રતિનિધિત્વ કરે છે.બે પ્રકારના શિવલિંગ હોય છે.ઉલ્કા પિંડ જેવા આકારનું કાળા રંગનું જે જ્યોતિર્લિંગ કહેવાય છે. બીજું માનવ દ્વારા નિર્મિત પારાનું શિવલિંગ જે પારદ શિવલિંગ કહેવાય છે. શિવલિંગના ૬ પ્રકાર છે. દેવલિગ દેવતાઓ દ્વારા સ્થાપિત આસુર લિંગ અસુરો દ્વારા સ્થાપિત.દેવતાઓ સાથે વેર રાખવાવાળા આસુર પણ શિવ ભક્તો હોય છે. અર્શ લિંગ અગસ્ત્ય મુનિ દ્વારા સ્થાપિત પુરાણ લિંગ.પૌરાણિક કાળમાં સ્થાપિત મનુષ્ય લિંગ પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં રાજા મહારાજાઓ,અમીરો, મહાપુરુષો દ્વારા સ્થાપિત સ્વયંભૂ લિંગ.શિવજી શિવલિંગ રૂપે પ્રકટ થયા હતા એવા શિવલિંગ ભારતમાં છે. વરદાન સ્વરૂપ લિંગ હોય છે. શ્રાવણ માસમાં ભક્તજનો શિવના પ્રતિક રૂપે શ્રદ્ધાનુસાર ભિન્ન ભિન્ન રીતે શિવલિંગ બનાવી આરાધના કરે છે.ભગવાન શ્રીરામચંદ્રજીએ વિશેષ પ્રકારની રેતીમાંથી શિવલિંગ બનાવીને સ્થાપના કરી હતી.જે રામેશ્વર જયોર્તિલિંગ કહેવાય છે. પાર્થિવ શિવલિંગ પૂજનનું મહત્વ છે.કારણ કે પાર્થિવ એટલે પૃથ્વી તત્વ.ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગ સ્થાપિત કરી સહસ્ત્ર ક...

ગુરુ સ્તોત્ર.

Image
ભારતીય સંસ્કૃતિમાં અનેક વિશેષતાઓ છે.જેમા એક છે અનન્ય ગુરુ શિષ્ય પરંપરા.જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક જરૂરી છે. ગુરુ ચાણક્યે ચંદ્રગુપ્તન જેવો શિષ્ય આપ્યો.મહાભારતના યુદ્ધ વખતે નિરાશ થયેલા અર્જુનને ગીતા સંભળાવી અધર્મ અને અન્યાય સામે લડવા તૈયાર કર્યો.આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીગીતા પથદર્શક છે. કૃષ્ણમ્ વંદે જગત ગુરુ. રામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનથી સ્વામી વિવેકાનંદ ભારત દેશનું નામ વિશ્વમાં ઉજવલ્લ કરી શક્યા. બાળકના જીવનની શરૂઆત માતા સમાન ગુરુથી થાય છે. ઇશ્વરે માનું સર્જન કર્યું છે એમ પથદર્શક તરીકે ગુરુનું સર્જન કર્યું છે.આજે સમય ઘણો બદલાઈ ગયો છે.પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા જોવા નથી મળતી. સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ગુરુ શિષ્ય પરંપરા આજે પણ જોવા મળે છે.રમત ગમત ક્ષેત્રમાં સારા કોચ ગુરુ સમાન હોય છે.ગુરૂ કાલે પથદર્શક હતા અને આજે પણ પથ દર્શક છે. આપણી સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જે આપણે શ્રદ્ધા પૂર્વક ઊજવીએ છીએ.આવો જ એક તહેવાર ગુરુના ઋણને અદા કરવાનો છે  ગુરુ પૂર્ણિમા પર્વ અષાઢ સુદ પૂનમ પર આવે છે. વેદ વ્યાસજીના જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે. ...