ગુરુ સ્તોત્ર.

ભારતીય સંસ્કૃતિમાં અનેક વિશેષતાઓ છે.જેમા એક છે અનન્ય ગુરુ શિષ્ય પરંપરા.જીવનના દરેક ક્ષેત્રમાં પથદર્શક જરૂરી છે.

ગુરુ ચાણક્યે ચંદ્રગુપ્તન જેવો શિષ્ય આપ્યો.મહાભારતના યુદ્ધ વખતે નિરાશ થયેલા અર્જુનને ગીતા સંભળાવી અધર્મ અને અન્યાય સામે લડવા તૈયાર કર્યો.આજે પણ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રીગીતા પથદર્શક છે.કૃષ્ણમ્ વંદે જગત ગુરુ.

રામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શનથી સ્વામી વિવેકાનંદ ભારત દેશનું નામ વિશ્વમાં ઉજવલ્લ કરી શક્યા.

બાળકના જીવનની શરૂઆત માતા સમાન ગુરુથી થાય છે.

ઇશ્વરે માનું સર્જન કર્યું છે એમ પથદર્શક તરીકે ગુરુનું સર્જન કર્યું છે.આજે સમય ઘણો બદલાઈ ગયો છે.પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરા જોવા નથી મળતી. સંગીત અને નૃત્યના ક્ષેત્રમાં ગુરુ શિષ્ય પરંપરા આજે પણ જોવા મળે છે.રમત ગમત ક્ષેત્રમાં સારા કોચ ગુરુ સમાન હોય છે.ગુરૂ કાલે પથદર્શક હતા અને આજે પણ પથ દર્શક છે.

આપણી સંસ્કૃતિમાં અનેક તહેવારો આવે છે જે આપણે શ્રદ્ધા પૂર્વક ઊજવીએ છીએ.આવો જ એક તહેવાર ગુરુના ઋણને અદા કરવાનો છે 

ગુરુ પૂર્ણિમા પર્વ અષાઢ સુદ પૂનમ પર આવે છે.

વેદ વ્યાસજીના જન્મ થયો હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આ દિવસે ગુરુ પૂજા કરવામાં આવે છે.

       


વેદો અનુસાર ભગવાન વિષ્ણુ ઋષિઓને જ્ઞાન આપતા હતા.બ્રહમાજીને જ્ઞાન આપ્યું છે.બ્રહ્માજીએ ઋષિ વ્યાસને જ્ઞાન આપ્યું.ઋષિ વ્યાસે શુકદેવજીને .આમ ગુરુ શિષ્યનો ક્રમ શ્રી શંકરાચાર્યથી યુગે યુગે ચાલતો રહ્યો છે.આધ્યાત્મિક પંથ પર પ્રત્યેક સાધકને ગુરુની આવશ્યકતા હોય છે.

ઇશ્વર લક્ષ્ય છે જ્યારે ગુરુ માર્ગ છે.

ભગવાનના અવતાર શ્રીકૃષ્ણના ગુરુ સંદીપની છે.ભગવાન રામના ગુરુ વશિષ્ઠ ઋષિ છે.ભગવાન હનુમાનના સુર્ય ગુરુ છે.દેવોના ગુરુ બ્રહસ્પતિ છે.


सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम्।

अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्॥.

હું ગુરૂ પરંપરાને નમન કરું છું જે ભગવાન સદાશિવથી પ્રારંભ થાય છે અને આદિ શંકરાચાર્યથી મધ્યમ રહી મારા ગુરુદેવ સુધી રહી છે.ભગવાન શિવજીએ ધર્મ અને સભ્યતાનો પ્રથમ પ્રસાર કર્યો છે.શની અને પરશુરામજી સદાશિવના શિષ્યો હતા.સપ્ત ઋષિઓને ભગવાન શિવજીએ જ્ઞાન આપ્યું હતું.

અજ્ઞાનનો નષ્ટ કરવાવાળા બ્રહ્મ સ્વરૂપ પ્રકાશ છે એ જ ગુરુ છે.

ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન અત્યધિક સન્માનિત છે.પ્રાચીન કાળમાં ગુરુ શિષ્યનો સંબંધ ગુરુના જ્ઞાન, મૌલિક વિચારો અને નૈતિકતા,શિષ્યો પ્રત્યે સ્નેહભાવ,જ્ઞાન આપવાનો નિસ્વાર્થ ભાવ પર રહેતો.

ગુરુને શિષ્યના એક આદર અને અતૂટ વિશ્વાસના પાત્ર કહે છે જે શિષ્યને એવી રીતે તૈયાર કરવાની જવાબદારી લે છે જે શિષ્યમાં ક્ષમતા હોવી જોઈએ.શિષ્ય વિશ્વાસ સાથે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે 

દરેક યુગના પોતાના ગુરુ અને આચાર્ય છે.

સતયુગમાં ભગવાન નારાયણ અને દેવ બ્રહ્માજી

ત્રેતાયુગમાં ઋષિ વશિષ્ઠ અને ઋષિ પરાશર

દ્રાવ્ય યુગમાં વેદ વ્યાસજી અને શુકદેવજી

કળીયુગમાં પાંચ આચાર્ય.આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય,

માધ્વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય.

ગુરુ સ્તોત્રમાં ગુરુની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ ગુરુ સ્તોત્ર સ્કંધ પુરાણોમાં ગુરુ ગીતામાં મળે છે.

ગુરુ સ્તોત્ર.

अखंडमंडलाकारं व्याप्तं येन चराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ 1 ॥

ગુરુને નમન છે.સંપૂર્ણ બ્રહ્માંડ જેમાં સ્થાવર વ્યાપ્ત છે એનો પરિચય કરાવ્યો છે.

 

अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया ।

चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ 2 ॥

ગુરુ ને નમન છે.જેમણે જ્ઞાનરૂપી અંજનની સળી વડે અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલા નેત્ર ખોલ્યા છે,તેવા શ્રીગુરૂદેવને નમન.

 

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।

गुरुरेव परंब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥ 3 ॥

ગુરુને નમન છે.સૃષ્ટિ કર્તા,પાલન કર્તા અને સંહારક છે.જે અસીમિત છે.ગુરૂ બ્રહ્મા છે, વિષ્ણુ છે અને મહેશ્વર છે.

 

स्थावरं जंगमं व्याप्तं यत्किंचित्सचराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ 4 ॥

ગુરુને નમન છે.મને જ્ઞેયનુ દર્શન કરાવ્યું,છે જંગમ,અચળ,અને ચેતન અચેતન એમ સર્વેમાં વ્યાપ્ત છે.


 

चिन्मयं व्यापियत्सर्वं त्रैलोक्यं सचराचरम् ।

तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ 5 ॥

ગુરુને નમન છે.મને જ્ઞાન આપી જાગરૂકતા કરાવી જે ચેતન અને અચેતન રૂપે ત્રણે લોકમાં વ્યાપ્ત છે.

 

त्सर्वश्रुतिशिरोरत्नविराजित पदांबुजः ।

वेदांतांबुजसूर्योयः तस्मै श्रीगुरवे नमः ॥ 6 ॥

ગુરુને નમન છે.જે વેદાંતના કમળના સુર્ય છે અને જેના ચરણ કમળ દરેક શ્રુતિઓના રત્નથી ઉજ્જવળ બન્યા છે.

 

चैतन्यः शाश्वतःशांतो व्योमातीतो निरंजनः ।

बिंदुनाद कलातीतः तस्मै श्रीगुरवे नमः ॥ 7 ॥

ગુરુને નમન છે.જે જાગ્રત છે, પરિવર્તન છે, શાંત છે,અંતરિક્ષથી પરે રહી શુદ્ધ છે,પસંદ નાપસંદથી મુક્ત છે,વ્યક્ત અને અવ્યક્તથી પરે છે.


 ज्ञानशक्तिसमारूढः तत्त्वमालाविभूषितः ।

भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः ॥ 8 ॥

ગુરુને નમન છે.જે જ્ઞાન રૂપી શક્તિમાં નિહિત છે,સત્યની માળાથી સુશોભિત છે,અને જે મુક્તિ અને આનંદ આપે છે.

 

अनेकजन्मसंप्राप्त कर्मबंधविदाहिने ।

आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः ॥ 9 ॥

ગુરુને નમન છે જે આત્મ જ્ઞાન આપે છે.


 शोषणं भवसिंधोश्च ज्ञापणं सारसंपदः ।

गुरोः पादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः ॥ 10 ॥

ગુરુને નમન છે.જે સંસારના મહાસાગરને સુકાવી આપણને આવશ્યક આધ્યાત્મિક સંપદા તરફ પથ દર્શાવે છે.જ્યારે શિષ્ય પોતાનું સર્વસ્વ ગુરુના ચરણોમાં સમર્પિત કરે છે ત્યારે શિષ્યના સંસારિક સંસ્કારોને દૂર કરી હ્ર્દયમાં આધ્યાત્મિક ધન પ્રકટ કરે છે.

 

न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः ।

तत्त्वज्ञानात्परं नास्ति तस्मै श्रीगुरवे नमः ॥ 11 ॥

સત્યના જ્ઞાન સિવાય શ્રેષ્ઠ કશું નથી,સત્યથી વધુ કશું નથી

અને સત્ય સમાન પવિત્ર કોઈ  તપસ્યા નથી.ગુરૂને નમન.

 

मन्नाथः श्रीजगन्नाथः मद्गुरुः श्रीजगद्गुरुः ।

मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः ॥ 12 ॥

ગુરુને નમન છે જે બ્રહ્માંડના સ્વામી છે,મારા શિક્ષક છે,

જે બ્રહ્માંડના શિક્ષક છે, જે મારા આત્મા છે અને દરેક પ્રાણીઓમાં સ્વયં છે.

 

गुरुरादिरनादिश्च गुरुः परमदैवतम् ।

गुरोः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः ॥ 13 ॥

નમન ગુરુને જે આદિ અને આનાદિ છે, જે સર્વોચ્ચ દેવતા છે અને જેનાથી કોઈ શ્રેષ્ઠ નથી.

 

त्वमेव माता च पिता त्वमेव

त्वमेव बंधुश्च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणं त्वमेव

त्वमेव सर्वं मम देव देव ॥ 1

હે દેવોના દેવ તમે જ મારી માતા છો,પિતા,બંધુ,મિત્ર,જ્ઞાન અને ધન છો.તમે મારા સર્વે છો.

ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ, પૂજા મુલમ ગુરુ પદમ

મંત્ર મુલમ ગુરુ વાક્ય,મોક્ષ મુલમ ગુરુ કૃપા.

Comments

Popular posts from this blog

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગરવી ગુજરાતના રાસ ગરબા

કૃષ્ણોપનિષદ