મન કે નૈન હજાર
प्राणी अपने प्रभु से पूछे किस विधी पाऊँ तोहे
प्रभु कहे तु मन को पा ले, पा जयेगा मोहे
तोरा मन दर्पण कहलाये
भले बुरे सारे कर्मों को, देखे और दिखाये
तोरा मन दर्पण कहलाये
मन ही देवता, मन ही ईश्वर, मन से बड़ा न कोय
मन उजियारा जब जब फैले, जग उजियारा होय
इस उजले दर्पण पे प्राणी, धूल न जमने पाये
तोरा मन दर्पण कहलाये
सुख की कलियाँ, दुख के कांटे, मन सबका आधार
मन से कोई बात छुपे ना, मन के नैन हज़ार
जग से चाहे भाग लो कोई, मन से भाग न पाये
तोरा मन दर्पण कहलाये
तन की दौलत ढलती छाया मन का धन अनमोल
तन के कारण मन के धन को मत माटि मेइन रौंद
मन की क़दर भुलानेवाला वीराँ जनम गवाये
तोरा मन दर्पण कहलाये
આ રચના મન વિશે કેટલું સુંદર આધ્યાત્મિક વર્ણન કરે છે.આપણે મનને માંકડુ કહીએ છે. પણ એવું નથી આપણી ઇચ્છાઓની વણઝાર સતત ગતિ કરે છે.એટલે વારંવાર બદલાવ આવ્યા કરે છે.આપણા કર્મોની ચાલે ચાલ્યા કરે છે.મન આપણને ઘણું બધું આપે છે.મનનું સનમાન કરશો તો સારા કર્મો કરાવશે.આપણી સમક્ષ આપણા જ મનના અરીસામાં મનગમતું ચિત્ર પ્રસતુત કરશે.ના દેખાતું મન આપણા જીવનને બહુ પ્રભાવિત કરે છે. બુદ્ધિ ની ચતુરાઈ કરતા મનની તાકાત અમાપ છે.
મન વશ તેને વર્તે જગ.મન તો મોટા મોટા ઋષિમુનિઓના તપમાં ભંગ કરાવતું. મન નો સ્વભાવ એટલે બસ વિચારવું. વિચારો ચાલતા હોય ત્યારે મનની પ્રવૃત્તિ ચાલુ છે એમ સમજવું. આ શરીરની બહાર નીકળતું જ નથી. વિચારો બધા અંદર જ હોય છે બહાર જતા નથી બલ્કે બહાર થી અંદર આવે છે.મુક્તિની શોધમાં પડેલા એવું કહે છે કે મન મારવા થી મોક્ષ મળે.પણ એવું કરવાથી બેધ્યાન થવાય છે.મન એક સ્પ્રિંગ જેવું છે દાબવા થી વધુ જોરે ઉછાળે છે.આ સંસાર નો સાગર મનની નૌકા માં બેસી પાર કરી શકાય છે. આ આત્માને માટે ચિત્ત જ બંધન અને મોક્ષનુંસાધનછે.કામ,લોભ,ક્રોધ,અભિમાન ચિત્તમાં ઉભરતા હોય છે. ચિત્ત આપણા જન્મથી આપણી જોડે જ હોય છે.મનુષ્ય જન્મ સમયે શુધ્ધ અવસ્થા માં હોય છે.આપણે બાળકને ઈશ્વરનું રૂપ માનીએ છીઍ.ધીરે ધીરે મનુષ્ય સંસારની માયાજાળમાં અંહ મમત કરે છે. ચિત્ત એટલે કર્મના સંસ્કારપૂંજની શક્તિ.ચિત્ત જ બંધન અને મોક્ષનું સાધન છે. ચિત્તને જ શુદ્ધ કરવાનું હોય છે.મનનું ઉદ્વવસ્થાન ચિત્ત છે જે અવળું સવળું બધું બતાડે છે.ચિત્ત જ મલીન થાય છે.પ્રકૃતિમાં રત હોય ત્યારે બંધનનું અને ભગવાનમાં રત હોય ત્યારે મોક્ષનું કારણ બને છે.મન જ દેવાતા અને ભગવાન છે. મન પરથી અહંકાર,મોહ,ક્રોધ,ઇર્ષ્યાની ધૂળ સાફ કરીએ.આ ધૂળરહિત સ્વચ્છ મન સુખ દુ:ખમાં સમભાવવાળુ બને છે.કારણ કે સુખ દુ:ખનો આધાર મન જ છે.સરળ મન ભક્તિ કરવા પ્રેરાય છે.ભક્તિ જેવો અન્ય કલ્યાણકારીમાર્ગ મોક્ષ પ્રાપ્તિ માટે નથી.
જગતના તમામ ધર્મોના સાહિત્યનો એક જ સાર છે કે કર્મ કરતી વખતે સાવધ રહો.મનને ભટકવા ન દો. પુણ્ય કરવાનું કે કોઇને મદદ કરવાનું મન થાય તો તરત જ અમલ કરો.મનમા પાપ આવે તો સર્તક થઇ જાઓ.એવા વિચારો બીજા દિવસ પર ટાળી દો.મન શરીરની બીજી ઇંદ્રિયોને કાર્ય કરવાની પ્રેરણા આપે છે.બૌદ્ધ ધર્મમાં મન ને છઠ્ઠી ઇન્દ્રિય કહે છે જે યોગ દ્વારા એકાગ્ર કરી તેની વિલક્ષણ શક્તિ પ્રાપ્ત કરી શકાય છે.
કબીરજી નો દોહો છે, " મન મર્કટ મન ચાતુરી, મન રાજા મન રંક ". આપણું શરીર રથ છે,આત્મા રથ નો માલિક છે,ઈંદ્રિયો રથ ના ઘોડા છે. આ ઘોડાની લગામ મનના હાથમા છે. જેટલી લગામ મજબૂત એટલા ઘોડા કાબુ માં રાખી શકાય અને શરીર રથ સરળ ચાલે.
આજનું મન ગતજનમનું દર્શન કરાવે છે.મન આપણી ઇચ્છાઓનું પોટલું છે.એક પૂરી ન થાય ત્યાં તો બીજી પ્રગટ થાય.એવા આ મન ના પોટલાંમાં ભૂતકાળ,ફરિયાદો ,આશાઓ ,સપનાઓ,અવરિત લાગણીઓ ઢબૂરાઈ ને બેઠી હોય છે.આ બધું ક્યારેક રડાવે છે તો ક્યારેક હસાવે છે,તો ક્યારેક એકલતા માં આપણી જોડે વાતો કરે છે.આપણી પાક્કી મિત્રતા મન સાથેહોય છે.આ મન ખરેખર અટકચાળું છે?મન પોતાની હજાર આંખોથી આપણને નિરખે છે.આપણે મનને જોઇ નથી શકતા.મનથી કાઇ છુપાવી નથી શકતા. એકાંતમાં મન આપણી વાતો આપણા સમક્ષ ઉધાડી પાડે છે.
તનના બળથી અભિમાન થાય છે .પણ મનથી તો સંકલ્પ અને વિકલ્પ કરવાની શક્તિ મળે છે.એટલે તો કહે છે કે "મૂકં કરોતિ વચાલં,પડ્રું લડ્ધયતે ગિરિમ્,યત્કૃપા તમહં વન્દે પરમાનનંદ માધવમ્". ભગવાનની ભક્તિ આ શક્તિ પૂરી પાડે છે.મન મજબુત હોય તો કઠિન લગતા કામ પૂર્ણ થઇ શકે છે મન એક શક્તિ છે.
જે માનવીમાં ચિંતન શક્તિ,નિર્ણશક્તિ,બુદ્ધિ,ભાવ,ઇંદ્રિયાગ્રાહ્યતા,એકાગ્રતા,વ્યવહાર,અંતદ્રંષ્ટિ વગેરેસક્ષમ બનાવે છે.ગુજરાતી કેહવત છે મન હોય તો માંળવે જવાય.લોકલાડીલા અભિનેતા અમિતાભબચ્ચન એનું ઉદાહરણ છે. શારીરિક બળ કરતા ઈચ્છાશક્તિ વધુ પ્રબળ હોય છે.
मन एव मनुष्याणां कारणं बंध मोक्षयो
મન પ્રબળ છે અને મનથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. જો કે મન સ્થિર થવું દુષ્કર છે.સ્થિર મન એટલે સ્થિત પ્રજ્ઞતા.
જીવત્વથી શિવત્વની પ્રાપ્તિ.

Comments
Post a Comment