મહારાષ્ટ્રનો દશેરા ઉત્સવ શિલંગણ સોનપત્તા સાથે
દશેરા પહેલાના નવ દિવસોમા નવરાત્રીમાં માતાજીની શક્તિપુજા કરાય છે.દશમીને દિવસે દસે દસ દિશાઓમાં શક્તિનું નિયંત્રણ હોય છે અર્થાત દસે દસ દિશાઓ પર વિજય પ્રાપ્ત થાય છે.તેથી દશેરા.વિજયાદશમી કહેવાય છે. દશેરાનો ઉત્સવ ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવાય છે.આમ તો રાવણ દહન બધે કરાય છે.દશેરા સંસ્કૃત શબ્દ દશા અને હારાથી બન્યો છે.એટલે સૂર્યની હાર.જો રાવણ નો વધ ભગવાનરામે ના કર્યો હોત તો સૂર્ય હંમેશા અસ્ત થઇ જાત.ભગવાનરામે રાવણનો વધ દશેરાને દિવસે કર્યો હતો.એટલે વિજયાદશમી ઉજવાય છે.મા દુર્ગાએ મહિષાસુરઇનો વધ દશમીના કર્યો એટલે વિજયાદશમી.
મહારાષ્ટ્રમાં એકબીજા ને સોનપત્તા આપવાનો પ્રતિકાત્મક રિવાજ છે.ગુજરાતીમાં અપ્તાવૃક્ષ કહેવાય છે. હિન્દીમાં કઠમુલી,સંસ્કૃતમાં યમલપત્રક કહે છે. આ વનસ્પતિનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે.અસ્થમા,બેકટેરીયા અને ફંગસથી થતા રોગો,ડાયેબીટીસ જેવી બિમારીઓ માટે ઔષધિમા આ પાન અને તેના વૃક્ષની ડાળખીઓ ઉપયોગી છે.આ વનસ્પતિને બૌહિનીયા રેસમોસા કહે છે.ગાયના પગના આંગળીઓ જેવો આકાર હોય છે.આજે તો અલ્પ પ્રાપ્ય છે.
મહારાષ્ટ્રના ગામોમાં આ સામાજિક ઉત્સવને "શિલંગણ " કહેવાય છે.સાયંકાળે ગ્રામજનો શમી વૃક્ષ અથવા આપ્તા વૃક્ષની પૂજા કરી તેના પાન ગામમાં લઇ આવે છે.પછી પરસ્પર આદાન પ્રદાન કરે છે.
કહેવાય છે કે પ્રાચીન સમયમાં રાજાઓ શક્તિ અને વિજય મેળવવા દુર્ગામાતાની નવરાત્રીમાં પૂજા અને અનુષ્ઠાન કરતા.ત્યાર બાદ દશેરાને દિવસે રાજ્યની સીમા ઓળંગી યુદ્ધ કરવા જતા.જેને સીમોલ્લંઘન પણ કહેવાય છે.સામાન્ય જનસમાજ આ રીતે ગામની સીમા પર જઇ આપ્તાવૃક્ષના પાન લઇ આવતા.
આ વનસ્પતિનું ધાર્મિક મહત્વ છે અને એક ધાર્મિક વર્ણન છે.મહારાષ્ટ્રના પૈઠણમાં દેવદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો.તેનો પુત્ર કૌત્સ. ઋષિવરતંતુ ભરૂચના આશ્રમમાં વેદોનું શિક્ષણ આપતા. કૌત્સ 14 જાત ની વિદ્યા ઋષિ વરતંતુ પાસે શીખ્યો અને દરેક વિજ્ઞાનમાં માહિર થઇ ગયો. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી કૌત્સે ગુરુદક્ષિણા આપવાની ઈચ્છા બતાવી.વરતંતુ ૠષિએ કહ્યું તુ વિધાનો સદુપયોગ કરજે એ જ મારી ગુરુ દક્ષિણા.છતાંય કૌત્સે ખૂબ આગ્રહ કરીને દક્ષિણા સ્વીકારવાની વિનંતી કરી.દક્ષિણા માં વરતંતૂએ 14 કરોડ સોનાની મુદ્રા માંગી.અને આ મુદ્રા એકજ સ્થળેથી લાવવા કહ્યું.કૌત્સ મુદ્રા માટે યાત્રા કરવા ગયો. એક બ્રહ્માણે કૌત્સને અયોધ્યા જવા કહ્યું.અયોધ્યાના રાજા દાનવીર છે.કૌત્સ રાજારામચંદ્નના પૂર્વજ રઘુરાજ પાસે ગયો.રઘુરાજા ઉદાર અને અને ઘણા બળવાન હતા.કૌત્સના ત્યાં પહોંચતા પહેલા રઘુરાજએ વિશ્વજીત યજ્ઞ કરી સર્વ સંપત્તિ દાન કરી હતી. અને પર્ણકુટીરમાં રહેતા હતા.કૌત્સે પાછા ફરવાનો નિર્ણય કર્યો.પણ રઘુરાજાએ કૌત્સને મૂંઝવણ વ્યક્ત કરવા કહ્યું
કૌત્સે રઘુરાજાને ગુરુદક્ષિણાની આવશ્યકતા જણાવી.
રઘુરાજાએ ત્રણ દિવસનો સમય માંગ્યો. રઘુરાજા ઇન્દ્ર પાસે ગયા.પણ ઇન્દ્રએ કુબેરને સિક્કાની વર્ષા કરવા કહ્યું. કુબેરે શમી અને અશમંતક વૃક્ષ પર સોનાના સિક્કાની વર્ષા કરી જે અયોધ્યા શહેરના બાહ્ય વિસ્તાર તરફ હતા. અયોધ્યાની પ્રજાએ રઘુરાજને આ ચમત્કારની માહિતી આપી.રઘુરાજાએ બધા સિક્કા કૌત્સને આપી દીધા. કૌત્સ હર્ષભેર ઋષિવરતંતુ પાસે ગયો અને ગુરુચરણમાં દક્ષિણ અર્પણ કરી.પણ આ સિક્કા 14 કરોડ થી વધુ હતા.ઋષિવરતંતુએ વધારાના સિક્કા રઘુરાજાને આપી દેવાનું કહ્યું.કૌત્સ અયોધ્યા ગયો અને રઘુરાજાને સિક્કા પાછા આપ્યા. પણ રાજાએ કહ્યું આ સંપત્તિ તે મેળવી છે તું જ રાખ.
પણ કૌત્સે કહ્યું મારે મારા ગુરુદક્ષિણા માટે આ સિક્કા જોતા હતા જે મે અર્પણ કર્યા છે. હું ગુરુ પાસે વેદ ભણ્યો છુ. વધારાની સંપત્તિ હું ના રાખી શકું.રઘુરાજાને થયું દાનમાં આપેલી સંપત્તિ હું પાછી ના રાખી શકું.એટલે આ એજ વૃક્ષો પાસે સિક્કા મૂકવામાં આવ્યા.એ દિવસ દશમીનો હતો.અયોધ્યાની પ્રજાએ આ દિવસે શમી અને અશમંતક વૃક્ષની પૂજા કરી અને સિક્કા એક બીજા ને ખુશીથી ભેટમાં આપ્યા. ત્યારથી આજ સુધી ખુશી વ્યક્ત કરવા આપ્તાવૃક્ષના પાન સોનાના સિક્કા તરીકે એક બીજા ને આપે છે.જેટલા પાન આપીએ એટલી સમૃદ્ધિ આપણ ને મળે. આપ્તાના પાન દેવને અર્પણ કરાય છે.અને પછી અપાસમાં અપાય છે.શુભચિંતકોને આપી તેમના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે.કહેવાય છે આ પાંદડામાં ઈશ્વરીય તત્વ છે.રામ તત્વ અને શિવ તત્વ વિદ્યમાન છે.
એક વર્ણન એવુ પણ છે કે મરાઠા સૌનિકો લડાઇમા જીત મેળવી અને સાથે સોનામોહરો અને અનેક બહુમૂલ્ય વસ્તુઓ લઇ આવતા અને આ બધી વસ્તુઓ ભગવાન સમક્ષ મૂકી દેતા.પછી આપસમાં વહેંચણી કરતા.લૂંટીને લઈ આવવુ પણ શિલંગણ કહેવાય છે.આ પ્રથાને યાદ કરીને લોકો આપ્તાના પાન એકબીજાને ભેટ કરે છે.
આજે મહારાષ્ટ્રમા દશેરાને દિવસે પ્રથમ ચાર પાંચ આપ્તાના પાન દેવ સમક્ષ મૂકાય છે પછી વડિલોને આપાય છે ત્યારબાદ અન્ય સ્વજનોને ખૂશીથી આપે છે.
આ વર્ણનમાં એક છૂપો સંદેશ છે. કે આપસમા બાંટીને રહેવાથી બમણું મળે છે,પ્રાપ્ત થાય છે.અયોધ્યાની પ્રજાએ રઘુરાજાને માહિતી આપી કે વૃક્ષો પર સોનાના સિક્કાછે. લૂંટીને ચૂપચાપ ઘર ભેગુ ન કર્યા.કૌત્સે પણ જરુરિયાત પ્રમાણે સિક્કા રાખી બાકીના રઘુરાજાને પરત કર્યા.રઘુરાજાએ વૃક્ષોમા પાછા મૂકીને પ્રજાને આપ્યા.કોઇની નિયત આ સંપત્તિ જોઇને બગડી નહોતી.બધાએ આપસમાં બાંટી જેથી દરેકને સમાન રાશી પ્રાપ્ત થાય.
આપણે જાહેરમાં રાવણ દહન કરીએ છીએ.પણ અંદરના રાવણને આપણે પોષણ આપીએ છે.ત્રેતાયુગમાં એક જ રાવણ હતો અને રામચંદ્રજીએ એના પર વિજય પ્રાપ્ત કર્યો.આ તો કલીકાલ છે,જાણે કેટલાય રાવણ ક્યાં ક્યાં વસતા હશે. રાવણના દસ ચહેરા એક સરખા હતા પણ આજે તો એક ચહેરે પે કહી ચહેરે લગા લેતે હૈ લોગ.
આવા રાવણો પર વિજય કેમ પ્રાપ્ત કરવો? જેમ અંધકારનો નાશ કરવા માત્ર એક દીવડો જોઇએ એમ આપણી અંદર બેઠેલા રાવણનો નાશ કરવા એક સાચી પહેલ કરવી જરુરી છે.

Comments
Post a Comment