Posts

Showing posts from 2020

ગરવી ગુજરાતના રાસ ગરબા

Image
મનુષ્ય સમુહમાં જીવે છે અને સમુહમાં પોતાની લાગણીઓ અને આનંદ આસપાસમાં વ્યક્ત કરી શકે છે અને માણી શકે છે.આ આનંદને કળાઓ દ્વારા પણ વ્યક્ત કરી શકે છે. કળાઓના ઘણા પ્રકાર છે.જેમા નૃત્ય કળા સાથે ચહેરાના હાવભાવ અને મુદ્રાઓ દ્વારા અભિવ્યક્તી કરી શકાય છે.સામુહિક નૃત્ય પણ આમાંથી એક પ્રકાર છે.નૃત્ય કળા દ્વારા સામુહિક આનંદ અભિવ્યક્ત કરવો એટલે સામુહિક નૃત્ય.આ નૃત્ય ધાર્મિક અને સામાજિક પણ હોય શકે છે.  હ્રદયના આનંદને નૃત્ય વાચા આપે છે. લોક કથા,લોક ગીતો અને પૌરાણિક વાર્તાઓ હાવભાવ સાથે નૃત્ય દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે. સ્ત્રીઓ ગોળાકારે ફરી,તાળી અને હાથના હિલ્લોળ સાથે,લય બદ્ધ અને તાલ બદ્ધ થાય તે ગુજરાતનું સાાાંસ્કૃતિક રાસ_ગરબાનુ નૃત્ય.આ સિવાયના પણ અન્ય લોક નૃત્ય હોય છે પણ અમુક પ્રદેશોમાં જાવા મળે. સૌરાષ્ટ્રના લોક નૃત્ય રાસ ગરબાનું આદિ સ્થાન મહાદેવના નટરાજ સ્વરૂપ સાથે જોડાયેલ છે. નાટ્ય શાસ્ત્રના પ્રણેતા ભરતમુનીના નાટ્ય શાસ્ત્રમાં ૨૪ મુદ્રાઓનુ  વર્ણન છે જે નૃત્ય અને રંગમંચ સાથે જોડાયેલ છે.તેમા મુખ્ય લાસ્ય અને તાંડવ છે.શિવજીએ તાંડવ નૃત્ય કર્યું અને સમાંતરમા પાર્વતીજીએ લાસ્ય નૃત્ય કર્યું.'લાસ્ય'નો અર...

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

Image
ભારતના દરેક રાજ્યમાં પરંપરા અને પ્રણાલીઓમાં વિવિધતા જોવા મળે છે.આ પરંપરા અને પ્રણાલીઓ ઋષિમુનિઓના ઉત્કૃષ્ટ વિચારો છે.આ ઉત્કૃષ્ટ વિચારોનો આધાર વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે જોડાયેેલો છે. પણ આપણા આધુનિક થવાના આંધળા અનુુુુકરણને કારણે આ પરંપરાઓને અંધશ્રદ્ધા અને વહેમનું લેબલ લાગી ગયું.આપણે જ આપણી પરંપરાની હાંસી ઉડાવતા થઇ ગયા.જ્યારે વિજ્ઞાને જગત સમક્ષ આ જ પરંપરાને સત્ય સાબીત કરી ત્યારે ફરી અપનાવવાની દોડા દોડ કરીએ છીએ. હવે આ બધી પરંપરાઓનું વ્યાપારીકરણ કરી આપણી સમક્ષ મૂકાય છે.દા.ત. સુર્ય નમસ્કાર અને વ્યાયમ.આ શીખવાના વર્ગો ચાલુ થઇ ગયા છે.જે ઋષિમુનિઓએ મફતમાં આપ્યું હતું એના નાણાં ચૂકવવા પડે છે આ જૂની આત્મસુઝ પાછળ વૈજ્ઞાનિક કારણો છે.આપણે અવળચંડાઇ કરશું એટલે આ બધા ઉપાયો ધર્મ સાથે જોડ્યા છે.ધર્મ માન્યતાને આધારે છે અને વિજ્ઞાન પુરાવાના આધારે.બંને એક જ રથના પૈંડા છે પણ ધર્મના પૈંડાની ઉપેક્ષા થવા લાગી અને પરિણામે સ્વાસ્થ્ય પર અસર થઇ.નીતીનિયમોને નેવે મૂકી સમાજ મુક્ત જીવન જીવવા લાગ્યો. ફરી સાબિત થયું છે કે ધર્મ અને વિજ્ઞાનના કાર્ય ક્ષેત્ર અલગ છે પણ અંતિમ ધ્યેય એક જ છે.આપણે માનીએ કે ન માનીએ આપણી દરેક રીત અને પ...

નવગુણજારા

Image
      ઓરિસ્સામાં પટચિત્રની પરંપરા કલાત્મક, સાંસ્કૃતિક અને સાંકેતિક અર્થ સાથે પરીપૂર્ણ છે.પૌરાણિક વાર્તાઓ અને લોકસાહિત્યને મૌખિક, શાબ્દિક અને પારંપારિક રીતે પટચિત્રમા ચિત્રિત કરવું એ ઓરિસ્સાની પરંપરાગત કળા છે.આ દ્રશ્ય કળા ઉચ્ચત્તમ પ્રતિકત્વ પ્રસ્તુત કરે છે.એવુ ધણું સાહિત્ય છે જે પટચિત્ર દ્વારા પૌરાણિક કથાઓમાં પ્રાણીઓના માધ્યમથી દર્શાવાયેલા છે.  નવગુણજારા જે નવ અલગ અલગ પ્રાણીઓના રૂપમાંથી એકની રચના કરી છે તેનુ આ  કપડાં પર બનાવેલ ચિત્ર છે.નવગુણજારા ઓરિસ્સાનું પ્રચલિત  લોકકથા આધારિત પટચિત્ર છે. જે કલ્પનાના ક્ષેત્રથી દ્રશ્ય કળા દ્રારા રૂપાંકન કરી એક વિષયનુ વર્ણન કરે છે.ચિત્ર કે મૂર્તિ જેવી કળામાં અભિવ્યક્તિની એક મહત્તા હોય છે.કલા સર્જક અશાશ્વત હોય છે, પરંતુ કલા સૌંદર્ય અમૃત હોય છે. આપણા પૂર્વજો આવા દેવી દેવતાના ચિત્રોથી આપણને  સમજાવા માંગે છે જે આપણી કુદરત પ્રત્યે જોવાની અને કુદરતને જાળવવાની સમજણશક્તિ આપે છે.  પ્રકૃતિ તરફની સંવેદનાને હું પ્રાથમિકતા આપું છું એટલે મારા મતે આ ચિત્રનો વિષય પ્રકૃતિની જાળવણીનો સંદેશ આપે છે. આધ્યાત્...

મકરવિલક્કુ ઉત્સવ ભગવાન અયપ્પનસ્વામી શબરીમલ્લા

Image
મકરવિલક્કુ ઉત્સવ કેરળ રાજ્યનો મહાઉત્સવ કહી શકાય કારણકે આ દિવસે કેરળના શબરીમલ્લા યાત્રાના સ્થળે બે કરોડ યાત્રાળુ ભગવાન અયપ્પનના દર્શન કરવા આવે છે.મકર સંક્રાતિને દિવસે વહેલી સવારે શબરીમલ્લા સ્થિત કાંતામાલા પહાડ પર ચમકતી જ્યોતિના દર્શન કરવા શ્રદ્ધાળુઓ પહોંચે છે. પશ્ચિમ ઘાટ પર સહ્યાદ્રી પર્વત પર એક હજાર મીટરની ઉંચાઇએ શબરીમલ્લા સ્થળ છે.આ સ્થળ પર ભગવાન રામચંદ્રજીએ શબરીના અર્પણ કરેલા ફળ આરોગ્યા હતા અને શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું હતું.ત્યા એક પહાડી પર એક દિવ્ય પુરૂષ તપ કરતાં હતા.ભગવાન રામચંદ્રજીએ આ કોણ છે એવુ પૂછતાં શબરીએ શાસ્તાનુ વર્ણન કર્યું.ભગવાન રામચંદ્રજી  પહાડ પર ગયા.અને શાસ્તા પ્રભુને ઓળખી ગયા.  તપ કરતાં કરતાં ઉભા થઇ પ્રણામ કર્યા.એ દિવસ મકરસંક્રાંતિનો હતો અને એ શાસ્તા જ્યોતિ સ્વરૂપ છે.  મલયાલમ ભાષામા મલય કે મલાનો અર્થ પર્વત થાય છે.પંપા સરોવરથી શબરીમલ્લા પાંચ કીલોમીટર પગપાળા યાત્રા કરીને જવાય છે.ગીચ જંગલમાંથી પસાર થવાનું હોય છે. પણ યાત્રાળુઓના સંગાથે સમુહમાં પસાર થઇ જવાય છે. શબરીમલ્લા પેરીયાર ટાઇગર રીર્ઝવમા છે.પહેલા માતંગમલ્લા તરીકે ઓળખાતું હતું માતંગમુનિના નામથી....