શિવ ભક્તિ એટલે પ્રકૃતિ પ્રેમ

વેદમાં ભગવાન શિવજીના વિરાટ,વ્યાપક,શક્તિ અને મહિમાનું વર્ણન મળે છે.અનાદિ,અનંત,જગતના રચનાકારક,સ્થિતી અને સંહારક એવી ભગવાન શિવજીની સ્તુતિ છે.

શિવ સત્ય સ્વરૂપે સુંદર પ્રકૃતિમા છે.સત્યમ શિવમ સુંદર.

શિવનો અર્થ કલ્યાણ કારી.જગતના જીવોનું કલ્યાણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે.

પંચ તત્વ જળ,વાયુ,આકાશ, અગ્નિ અને પૃથ્વી પ્રકૃતિન મૂળ છે.

મનુષ્ય દેહ આ પાંચ તત્વથી બન્યો છે. જગતના દરેક જીવોનું કલ્યાણ પ્રકૃતિના મૂળમા છે.જો આ પાંચ તત્વ અસંતુલિત થાય તો સમગ્ર સંસારમા અસંતુલન ઉત્પન્ન થાય છે.આમ શિવ વગર દરેક જીવ શબ સમાન છે.ભગવાન શિવજીની આરાધના નિરાકાર અને સાકાર બંને સ્વરૂપે કરવાનો મહિમા છે.



પ્રકૃતિ અને શિવ એક બીજાના પર્યાય છે.

શિવ પરિવારના દર્શન કરીયે તો શિવ પાર્વતી માતા પિતા રૂપે છે.ગણેશ અને કાર્તિકેય પુત્ર છે.શિવનુ વાહન નંદી છે.પાર્વતીનુ વાહન સિંહ છે.ગણેશનું વાહન મૂષક તો કાર્તિકેયનો મોર વાહન છે.શિવજીના ગળામા સર્પ માળા છે.આમ સુંદર મોર અને ઝેરીલો સર્પ.વિશાળ નંદી અને નાનો મૂષક.શક્તિશાળી સિંહ.આ પ્રાકૃતિક જીવોમા શત્રુતા હોય છે.પણ શિવ પરિવારમા પૂજનીય છે.માનવ જાતને પ્રાકૃતિક જીવો તરફ સંવેદના રાખવાનો ભાવ શીખવે છે.

શિવ મંદિરમાં નંદી પાસે કાચબો પોતાના અંગ સમેટીને બેઠો હોય છે. કાચબો જળ અને ધરા બંને પર રહે છે.કાચબો ચાલે છે ત્યારે એના છ અંગ દેખાય છે.સ્થિર થાય ત્યારે બધા અંગ સમેટી લે છે.એમ આપણે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનને સમેટી શિવ ભક્તિ કરવાનો સંદેશ આપે છે.શિવજી કૈલાશ પર બિરાજમાન છે.જટામા ગંગા નદી ધારણ કરી છે.જળ જીવન છે.જેમા ઉર્જા છે.  શિવજીને જળ ચઢાવવું ઉત્તમ મનાય છે.સાથે જ જળના સ્તોત્રનો સદઉપયોગ કરવો.

શિવજીના મસ્તક પર ચંદ્રમા અંધકારમા શીતલ પ્રકાશ પૃથ્વી પર પાથરે છે.ચંદ્ર મનનો કારક છે.મન શાંત હશે તો એકાગ્રતા આવશે.ભગવાન શિવજી રૂદ્રાક્ષ ધારણ કરે છે.રૂદ્રાક્ષ વૃક્ષના ફળમાથી રૂદ્રાક્ષ મળે છે.અતિ ગુણકારી છે રૂદ્રાક્ષ. 

બેલપત્ર શિવજીને પ્રિય છે.આમ વનસ્પતિ અને ફળ ફૂલો જે ઝેરીલા પણ છે અને સુગંધીત પણ છે.શિવજીને અર્પણ થાય છે.

કરેણ,ચમેલી,શંખ પુષ્પી અને નાગ કેસરના ફૂલો શિવજીને પ્રિય છે.ભાંગ, ધતુરો, આંકડાના પાન અને પીપળાના પાન અર્પણ થાય છે.

મહાશિવરાત્રીનો તહેવાર વસંત પંચમી પછી ઉજવાય છે.પ્રકૃતિના રંગ ચારે તરફ ખીલી ઉઠે છે.વનસ્પતિ,ફૂલો અને લતાઓ પોતાના રંગોનું સૌંદર્ય પ્રગટ કરે છે.આમ પર્યાવરણ પણ શિવજી સાથે પ્રકૃતિમય બની જાય છે.

ભગવાન શિવજી સાથે બિરાજમાન માતા પાર્વતી પ્રકૃતિ સ્વરૂપ છે.શિવ પાર્વતીનું અર્ધનારેશ્વર સ્વરૂપ પૂજનીય છે.દરેક જીવ શિવ છે.જીવમા પ્રકૃતિ પાર્વતી રૂપે છે.

 શિવ ભક્તિ ધાર્મિક છે.પ્રકૃતિ અને પર્યાવરણની રક્ષા દ્વારા સૃષ્ટિનું સંતુલન કાયમ રાખવું એ સત્ય શિવમ સુંદર છે.

Comments

Popular posts from this blog

ગરવી ગુજરાતના રાસ ગરબા

હિંદુ પરંપરા અને વિજ્ઞાન

ગીતાદર્શન