મહારાષ્ટ્રનો દશેરા ઉત્સવ શિલંગણ સોનપત્તા સાથે
દશેરા પહેલાના નવ દિવસોમા નવરાત્રીમાં માતાજીની શક્તિપુજા કરાય છે.દશમીને દિવસે દસે દસ દિશાઓમાં શક્તિનું નિયંત્રણ હોય છે અર્થાત દસે દસ દિશાઓ પર વિજય પ્રાપ્ત થાય છે.તેથી દશેરા.વિજયાદશમી કહેવાય છે. દશેરાનો ઉત્સવ ભારતમાં દરેક રાજ્યમાં અલગ અલગ રીતે ઉજવાય છે.આમ તો રાવણ દહન બધે કરાય છે.દશેરા સંસ્કૃત શબ્દ દશા અને હારાથી બન્યો છે.એટલે સૂર્યની હાર.જો રાવણ નો વધ ભગવાનરામે ના કર્યો હોત તો સૂર્ય હંમેશા અસ્ત થઇ જાત.ભગવાનરામે રાવણનો વધ દશેરાને દિવસે કર્યો હતો.એટલે વિજયાદશમી ઉજવાય છે.મા દુર્ગાએ મહિષાસુરઇનો વધ દશમીના કર્યો એટલે વિજયાદશમી. મહારાષ્ટ્રમાં એકબીજા ને સોનપત્તા આપવાનો પ્રતિકાત્મક રિવાજ છે.ગુજરાતીમાં અપ્તાવૃક્ષ કહેવાય છે. હિન્દીમાં કઠમુલી,સંસ્કૃતમાં યમલપત્રક કહે છે. આ વનસ્પતિનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે.અસ્થમા,બેકટેરીયા અને ફંગસથી થતા રોગો,ડાયેબીટીસ જેવી બિમારીઓ માટે ઔષધિમા આ પાન અને તેના વૃક્ષની ડાળખીઓ ઉપયોગી છે.આ વનસ્પતિને બૌહિનીયા રેસમોસા કહે છે.ગાયના પગના આંગળીઓ જેવો આકાર હોય છે.આજે તો અલ્પ પ્રાપ્ય છે. મહારાષ્ટ્રના ગામોમાં આ સામાજિક ઉત્સ...